________________
ગાથા-૧૨
૨૮૯ છે, પણ જ્યાં સુધી એ ત્રણે ઉપર લક્ષ રહે છે, ત્યાં સુધી તે સંબંધી વિકલ્પો રહે છે અને તેથી આત્માનો અનુભવ થતો નથી. દ્રવ્યને અભેદપણે લક્ષમાં લેતાં આત્માનો અનુભવ થતો હોવાથી તે જ્યારે દ્રવ્યને લક્ષમાં લઈને અંતર્મુખ થાય છે ત્યારે અભેદ ચૈતન્યદ્રવ્ય તરફ જ્ઞાન ઢળતાં ગુણભેદ અને પર્યાયભેદનું લક્ષ એકસાથે છૂટી જાય છે. અભેદસ્વભાવ તરફ વળેલા જ્ઞાનમાંથી ભેદનો વિકલ્પ છૂટી જાય છે અને નિર્વિકલ્પ થઈને અભેદ ચૈતન્યનો અનુભવ થતાં શુદ્ધ સમ્યકત્વ પ્રગટ થાય છે.
આમ, સદ્દગુરુના ઉપદેશ દ્વારા પ્રથમ જિનેશ્વરના સ્વરૂપનો અને તે દ્વારા પોતાના આત્મસ્વરૂપનો નિર્ણય થતાં જીવ અંતર્મુખી પુરુષાર્થ દ્વારા સમ્યગ્દર્શન પ્રગટ કરે છે. આ પ્રક્રિયામાં પહેલાં ભેદભક્તિ હોય છે. જિનેશ્વરના સ્વરૂપનો વિચાર કરવો તે ભેદભક્તિ છે. તે દ્વારા પોતાના આત્માને પરિપૂર્ણ નિર્મળ સ્વરૂપે ઓળખીને, તે સ્વરૂપની શ્રદ્ધા તેમજ જ્ઞાન સહિત તેમાં જ લીન થવું તે અભેદભક્તિ છે. અભેદ ભક્તિમાં ચિત્ત જોડાવાથી શરીરાદિ પરમાંથી એકત્વબુદ્ધિ છૂટે છે અને આત્માની અનુભૂતિ થાય છે. આમ, જિન સમાન પોતાના સ્વરૂપની ઓળખાણ સહિત ભક્તિ કરતાં કર્મના આવરણનો ક્ષય થાય છે.
જિનસ્વરૂપ ઓળખવાનું આવું મહતુ ફળ છે, પણ તે ઓળખાણ માત્ર પોતાની શક્તિથી થતી નથી, તેને માટે સદ્દગુરુના ઉપદેશની આવશ્યકતા છે. ફક્ત જિનનું બાહ્ય સ્વરૂપ સમજાયાથી કોઈ વિશેષ લાભ થતો નથી. સદ્ગુરુ જિનેશ્વરના અંતરંગ સ્વરૂપની ઓળખાણ કરાવે છે. પવિત્ર વીતરાગદશારૂપ શ્રી જિનનું યથાર્થ સ્વરૂપ મુમુક્ષુ જીવને ગુરુગમથી સમજાય છે. સદ્ગુરુના ઉપદેશ દ્વારા શ્રી જિનનું સ્વરૂપ સમજી નિજસ્વરૂપ તરફ વળવાથી આત્મલાભ થાય છે. શ્રી જિનનું યથાર્થ સ્વરૂપ સમજાવી, સદ્ગુરુ આત્મનિધાન પામવાનો માર્ગ ખુલ્લો કરે છે અને એ જ તેમનો મહદ્ ઉપકાર છે. આ તથ્યને આ ગાથાના સંદર્ભમાં સમજાવતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
‘અત્રે સૂત્રમાં સગુરુના ઉપદેશ વણ' - વિના “સમજાય ન જિનરૂપ” - જિનનું રૂપ - સ્વરૂપ ન સમજાય એમ કહ્યું, તેમાં “વિના' શબ્દપ્રયોગથી ભારપૂર્વક સૂચવ્યું છે કે સગુરુઉપદેશ થકી જ જિનનું સ્વરૂપ સમજાય, - સદ્દગુરુગમ થકી જ શુદ્ધ આત્મસ્વરૂપ જિનના સ્વરૂપની ગમ-સમજણ પડે અર્થાત્ અન્વય-વ્યતિરેક બન્ને અત્ર શમાય છે - સદ્દગુરુનો ઉપદેશ હોય તો જ જિનનું સ્વરૂપ સમજાય, સદ્ગુરુનો ઉપદેશ ન હોય તો જિનનું સ્વરૂપ ન સમજાય.'
જિનનું સાચું સ્વરૂપ ઓળખ્યા વિના યથાર્થપણે તેમની ઉપાસના કરી શકાતી નથી. જિનસ્વરૂપ સંબંધી ઉપલક માહિતી મેળવી લે, પણ જ્યાં સુધી જિનસ્વરૂપનું સાચું ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org