________________
૨૮૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
કરતો થાય છે. જેમને દિવ્ય કેવળજ્ઞાન અને સંપૂર્ણ અતીન્દ્રિય સુખ પ્રગટ્યું એવા જિન ભગવાનદર્પણ સમાન છે. દર્પણમાં જેમ પ્રતિબિંબ પડે છે, તેમ જિનેશ્વરરૂપ દર્પણમાં શુદ્ધાત્માનું પ્રતિબિંબ પડે છે. દૃષ્ટિને સ્વ તરફ દોરે તે દર્પણ. જેમ દર્પણમાં ચહેરો જોનારને પોતાના વિષે વિચાર આવવાના શરૂ થઈ જાય છે, તેમ જીવને જિન ભગવાનરૂપ દર્પણમાં પોતાના સ્વરૂપનું દર્શન થાય છે અને સ્વરૂપવિચાર આવવા લાગે છે. જિનસ્વરૂપની ઓળખાણથી પોતાના આત્માનું પરિપૂર્ણ સ્વરૂપ ઓળખાય છે. જિન ભગવાનને જે કેવળજ્ઞાનાદિ પ્રગટ્યાં છે, તે પ્રગટાવવાનું સામર્થ્ય પોતાના આત્મામાં છે એમ પ્રતીતિ થતાં વિકારી ભાવોથી ભેદજ્ઞાન થાય છે અને આત્માવલંબની બની સ્વસ્વરૂપમાં એકતા સધાય છે.૧
-
જિન ભગવાનનો આત્મા સર્વતઃ વિશુદ્ધ છે, અર્થાત્ તેમનો આત્મા દ્રવ્ય-ગુણપર્યાય ત્રણે પ્રકારે શુદ્ધ છે; જ્યારે નિજાત્માનાં દ્રવ્ય-ગુણ તો સદા શુદ્ધ જ છે, પણ પર્યાયની શુદ્ધતા નથી તેમ લક્ષમાં આવતાં પર્યાયને શુદ્ધ કરવાનો પુરુષાર્થ જીવ ઉપાડે છે. જિન ભગવાનનાં દ્રવ્ય-ગુણ-પર્યાયને લક્ષમાં લેનાર જ્ઞાનમાં એવું સામર્થ્ય હોય છે કે તે જીવ પોતાના આત્મામાંથી વિકારનો અને અપૂર્ણતાનો નિષેધ કરીને પોતાના શુદ્ધ સ્વભાવને સ્વીકારે છે, જેથી પર્યાય શુદ્ધ થવા માંડે છે. આમ, જે પોતાના આત્માને રાગ-દ્વેષરહિત પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવવાળો સ્વીકારે છે, તે જીવ સમ્યગ્દર્શનના આંગણે આવે છે. આ ભૂમિકામાં મનના અવલંબન દ્વારા સ્વભાવ નક્કી કરવામાં આવે છે, તેથી તેને આંગણું કહ્યું છે. મનનું અવલંબન છૂટી સ્વભાવનો અનુભવ થાય તે સાક્ષાત્ સમ્યગ્દર્શન છે.
જિનેશ્વરને જે દશા પ્રગટી છે તેવું જ મારું સ્વરૂપ છે અને તેમને જે રાગ, દ્વેષ અને મોહ ટળી ગયા છે તે અત્યારે મારામાં હોવા છતાં મારું સ્વરૂપ નથી’ આટલું સમજતાં જીવ સમ્યગ્દર્શનને પાત્ર થાય છે. પછી તે નિર્ણય તથા નિશ્ચયની ભૂમિકાને વટાવીને, અંતરસ્વભાવમાં વળીને સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે છે. જેમ મોતીનો હાર ખરીદનાર પહેલાં તો હાર, તેનાં મોતી અને તેની ધવલતા એ ત્રણેનું સ્વરૂપ વિચારે છે, પણ હાર પહેરે ત્યારે તે સંબંધી કોઈ વિચાર તેને રહેતો નથી, માત્ર હાર સંબંધી સંતોષને જ વેદે છે; તેમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા ઇચ્છનાર જીવ પ્રથમ જિન સમાન પોતાના આત્માનાં દ્રવ્ય, ગુણ અને પર્યાયને જાણે ૧- જુઓ : ગણિશ્રી દેવચંદ્રજીરચિત, શ્રી અભિનંદન ભગવાનનું સ્તવન, કડી ૭, ૮
‘જિમ જિનવર આલંબને, વધે સધે એક તાન હો મિત્ત; તિમ તિમ આત્માલંબની, ગ્રહે સ્વરૂપ નિદાન હો મિત્ત. સ્વસ્વરૂપ એકત્વતા, સાધે પૂર્ણાનંદ હો મિત્ત; રત્નત્રયી ગુણવૃંદ હો મિત્ત.'
રમે ભોગવે
આતમા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org