________________
પ૬૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તો સ્વયં તરવા માટે સમર્થ જ્ઞાનદશા પ્રાપ્ત કરવી જોઈએ, કાં તો આલંબનસાધનથી તરી શકાય એવી સાધનદશા સાધવી જોઈએ. જ્ઞાનીઓએ તો જ્ઞાનદશાને પ્રાપ્ત કરીને સંસારસમુદ્ર તરવા જેટલું સામર્થ્ય પ્રાપ્ત કર્યું છે અને તેથી તેવી ઉચ્ચ દશામાં બહિરંગ સાધનની અપેક્ષા રહેતી નથી, પણ આવી સાધનનિરપેક્ષ ઊંચી જ્ઞાનદશા પામવા માટે સાધન-દશા તો અવશ્ય જોઈએ જ. જ્ઞાનદશા કે સાધનદશા બન્નેમાંથી એકે ન હોય તે તો અવશ્ય ડૂબે છે, અર્થાત્ જેને તરતાં ન આવડતું હોય અને જે તરવા માટેના સાધનથી સંપન્ન ન હોય તે જીવ ડૂબે છે. વળી, આવાના સંગમાં કે નિશ્રામાં રહેનાર જીવ પણ કઈ રીતે કરી શકે? અર્થાત્ તે પણ અવશ્ય ડૂબે છે. આચાર્યશ્રી કુંદકુંદદેવ કહે છે કે જે શ્રદ્ધાનમાં ભ્રષ્ટ છે, જ્ઞાનમાં ભ્રષ્ટ છે તથા ચારિત્રમાં પણ ભષ્ટ છે તે ભ્રષ્ટ જીવોમાં પણ ભ્રષ્ટ છે. અન્ય જીવો કે જેઓ તેનો ઉપદેશ માને છે તેવા જીવોનો પણ તે વિનાશ કરે છે, અર્થાત્ તેમનું પણ અહિત કરે છે. આ ગાથાનું હાર્દ જણાવતાં શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે –
આ ગાથામાં ભારપૂર્વક જણાવ્યું છે કે આવા મતાર્થી જીવો પોતે ડૂબે છે અને તેના સંગમાં જે જે જીવો આવે છે, તેઓ પણ ડૂબે છે, કારણ કે પોતે આત્માને, આત્માના શુદ્ધ ચિદાનંદ સ્વરૂપને તો ઓળખતો નથી, જેને ઓળખવાનો પુરુષાર્થ પણ ઉપાડ્યો નથી, સતને પારખવાની વૃત્તિ નથી અને સંસારના તુચ્છ વિષયોમાં આકુળવ્યાકુળ થતો હોય છે, તેવો અજ્ઞાની શુષ્ક અધ્યાત્મી, જ્ઞાન દશા કેવી હોય તેના ભાન વગરનો અન્ય જીવને ઉપકારી કેવી રીતે થઈ શકે? જેણે પોતે હજુ રાગની દિશા તો બદલાવી નથી અને તેથી અરાગી તત્ત્વનો લક્ષ પણ નથી, તે અન્યને તારવામાં કેમ નિમિત્તભૂત થાય?”
જ્ઞાનીઓ આવા જીવોને ઉપદેશ છે કે હે જીવ! અનાદિના કુસંસ્કારથી હજુ તને કેમ ધિક્કાર છૂટતો નથી? તું સિદ્ધ ભગવાન જેવો ચૈતન્યમૂર્તિ આત્મા અને તારે આવા અવતાર લેવા પડે એ કેવું શરમજનક છે! તારો અતીન્દ્રિય આનંદ તારામાં છે અને તું પરપદાર્થમાં સુખબુદ્ધિ કરી ભવોભવ ભટકે એ કેવું શરમજનક છે! હવે આવા અવતાર લેવાનું બસ કર! તારા ચૈતન્યનિધાનને ખોલીને આ શરમજનક જન્મોનો અંત લાવ. મનુષ્ય ગતિમાં તને પાંચ ઇન્દ્રિયો મળી છે, જ્ઞાનનો ઉઘાડ છે, ચિંતનશક્તિ વિકસિત છે; તો સત્સાધન દ્વારા સ્વસમ્મુખ પુરુષાર્થ પ્રગટાવી, વિભાવ ટાળી, નિજ અનંત જ્ઞાનઐશ્વર્યની પ્રાપ્તિ સત્વરે કર. અનંત કાળથી કર્મના સંયોગે રહેલું છતાં તેનાથી જે ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘દર્શનપાહુડ', ગાથા ૮
'जो दंसणेसु भट्टा णाणे भट्रा चरित्त भट्टा य ।
एदे भट्ट वि भट्टा सेसं पि जणं विणासंति ।।' ૨- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૧૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org