________________
ગાથા-૩૦
૫૬૫
અલિપ્ત રહ્યું છે એવું તારું શુદ્ધ સ્વરૂપ તારી પ્રતીક્ષા કરે છે. તેથી તું સત્સાધનના ખંડનથી નિવર્ત અને સાધનદશા કેળવી જ્ઞાનદશા પ્રગટાવ. જો આ પ્રમાણે અભ્યાસ કરશે તો તું તારા લક્ષ તરફની યાત્રામાં દઢતાપૂર્વક ત્વરાથી પ્રગતિ કરી તારું ઇષ્ટ ધ્યેય પાર પાડી શકશે. માટે હે ભવ્ય! સત્સાધનમાં પ્રવર્તમાન થઈ જ્ઞાનદશાને સાધ અને એવા જ જીવોનો સંગ કર કે જેમને જ્ઞાનદશા પ્રગટી હોય કે જેઓ સાધનદશાનું અવલંબન લઈ જ્ઞાનદશા પ્રગટાવવાનો પુરુષાર્થ કરી રહ્યા હોય.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘જ્ઞાનદશા પામે નહીં, અસત્સંગને જોર; હૃદય શુષ્ક છે જેહનું, મિથ્યાતમ મહા ઘોર. ઉપશમ ને વૈરાગ્ય એ, સાધનદશા ન કાંઈ; જેથી નિજગુણ નવ લહે, સુવિચારે ઘટમાંહિ. ઉદ્ધતાઇ આદિ ઘણા, દોષ મૂછિત ચિત્ત; પામે તેનો સંગ જે, સુખી ન થાયે ખચીત. અનેકાંત સમજે નહીં, એકાંતિક પણ નહિ; એવા સોબતીઓ સહિત, તે બૂડે ભવ માંહીં.'
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૦ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૧૧૭-૧૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org