________________
ગાથા - ૧૦
- ગાથા ૯માં કહ્યું કે પોતાની મતિકલ્પનાથી માનેલ મોક્ષમાર્ગને છોડી જે ભૂમિકા
1 જીવ સદ્દગુરુના ચરણને સેવે છે, અર્થાત્ સદ્ગુરુએ ચીંધેલ પંથનો આશ્રય રહે છે, તે પરમાર્થને પામે છે અને તેને આત્મસ્વરૂપનો લક્ષ થાય છે.
આમ, ગાથા ૯માં શ્રીમદે સદ્ગુરુના માહાભ્યનું સ્થાપન કર્યું. સદ્ગુરુનો સમાગમ એ સાધના અંગે યથાર્થ પથદર્શન મેળવવાનો સીધો, સરળ અને ટૂંકો માર્ગ છે; પરંતુ માર્ગદર્શક સદ્ગુરુ હોય તો જ સાધક સુરક્ષિત રહે છે, અન્યથા વિચલિત થઈ માર્ગ ચુકાઈ જવાનો ભય રહે છે. તેથી જેની ભક્તિથી જીવને અપૂર્વ લાભ થાય છે તેવા સદ્ગુરુને ઓળખવા અને તેમને અસગુરુથી જુદા પાડવા અર્થે તેમનાં લક્ષણો અત્યંત સરળ છતાં સચોટ ભાષામાં પ્રસ્તુત ગાથામાં દર્શાવવામાં આવે છે.
આત્મધર્મનો ઉપદેશ આપવા માટે કઈ કોટિના મહાપુરુષ યોગ્ય ગણાય તે બતાવતાં શ્રીમદ્ કહે છે –
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; | ગાથા
અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.” (૧૦) - અર્થ
આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત 1 થયા છે; તથા શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે; અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને ષદર્શનના તાત્પર્યને જાણે છે, તે સદ્દગુરુનાં ઉત્તમ લક્ષણો છે. (૧૦)
સ્વરૂપસ્થિત ઇચ્છારહિત, વિચરે પૂર્વપ્રયોગ;
અપૂર્વ વાણી, પરમથુત, સદ્ગુરુલક્ષણ યોગ્ય. આત્મસ્વરૂપને વિષે જેની સ્થિતિ છે, વિષય અને માન પૂજાદિ ઇચ્છાથી રહિત છે. અને માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મના પ્રયોગથી જે વિચરે છે; જેમની વાણી અપૂર્વ છે, અર્થાત્ નિજઅનુભવસહિત જેનો ઉપદેશ હોવાથી અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે, અને પરમબ્રુત એટલે ષટ્રદર્શનના યથાસ્થિત જાણ હોય, એ સદ્ગુરુનાં યોગ્ય લક્ષણો છે.
અત્રે સ્વરૂપસ્થિત એવું પ્રથમ પદ કહ્યું તેથી જ્ઞાનદશા કહી. ઇચ્છારહિતપણું કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org