________________
ગાથા-૪૨
૭૩૫
નિતાંત આવશ્યક છે. જ્યાં સુધી જીવ તત્ત્વોનો વિચાર કરતો નથી, ત્યાં સુધી તે જરામરણથી રહિત એવા મોક્ષપદને પામતો નથી. તેથી જીવે સુવિચારણાનું અવલંબન લઈ પરિણતિને સતત આત્મસન્મુખ કરવાનો અભ્યાસ કરવો ઘટે છે. શ્રીમદ્ લખે છે –
આત્માર્થી જીવે પુરુષાર્થદષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું, હિતકારી દ્રવ્ય ક્ષેત્રાદિ યોગનું અનુસંધાન કરવું, સલ્લાસ્ત્રનો વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદ્વિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરાભ્યપણાથી આકુળવ્યાકુળતા નહીં પામતાં ધૈર્યથી સદ્વિચારપંથે જવાનો ઉદ્યમ કરતાં જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે.”
મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે સ્વરૂપની સમજણનું અને તેના નિર્ણયનું માહાભ્ય સમજતો હોવાથી આત્માર્થી જીવ સુવિચારણાના અભ્યાસમાં ઉદ્યમી થાય છે. સ્વરૂપનો વિચાર તથા તેનું મનન કરવા અર્થે તે તત્ત્વાભ્યાસ કરે છે. તેને સંસારના વિષયોનો રસ છૂટી જાય છે અને માત્ર આત્માની ધૂન લાગે છે. પોતાના મહાન આત્મતત્ત્વને લક્ષમાં લેવા સિવાય બીજા કોઈ કાર્યમાં આત્માની શક્તિ ખરચવાની તેને ઇચ્છા થતી નથી, એટલે સર્વ શક્તિથી પોતાના પરિણામને તે આત્મતત્ત્વ તરફ જ વાળતો જાય છે. ‘અનંત કાળથી મારું અમૂલ્ય અને અનંત સામર્થ્યવંતું સ્વરૂપ સમજ્યા વગર મેં મારા આત્માનું બગાડ્યું છે, પણ હવે આ ભવમાં તો મારે આત્માનુભૂતિ કરવી જ છે. જે અપૂર્વ સત્સમાગમ મને મળ્યો છે તેને મારે સફળ કરવો જ છે. ભવદુઃખથી હું થાક્યો છું. હવે મને આત્માની શાંતિ જોઈએ છે. મારાં અખૂટ નિધાન મારે ભોગવવાં છે.' એમ વિચારીને તે તત્ત્વાભ્યાસમાં ઉદ્યમી થાય છે.
આત્માર્થી જીવ આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે સગુરુના બોધ દ્વારા તથા સતુશાસ્ત્રના અધ્યયન દ્વારા સ્વરૂપનો નિર્ણય કરી, સ્વરૂપના અભ્યાસમાં પ્રવર્તે છે. સદ્ગુરુ આત્મસ્વરૂપ વિષે શું કહે છે તે સમજવાનો લક્ષ રાખે છે. શાંત ચિત્તે પોતાના સ્વરૂપનું તે ચિંતન કરે છે. આત્માનો સમ્યક્ નિર્ણય થતાં જ્ઞાનનો ઝુકાવ શુદ્ધાત્મા તરફ વળે છે અને વૃત્તિ આત્મસન્મુખ થતાં તેનો મોક્ષમાર્ગ ખૂલે છે. તેનો દર્શનમોહ અત્યંત ગળી જાય છે અને તેનામાં આત્માનુભૂતિ માટેની યોગ્યતા આવે છે.
આત્મસ્વરૂપની સમજણનો આવો મહિમા હોવાથી આત્માર્થી જીવો સૌ પ્રથમ આત્મસ્વરૂપની સમજણ કરવામાં પોતાના ઉપયોગને જોડે છે, પરંતુ અજ્ઞાની મતાર્થી ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ભાવપાહુડ', ગાથા ૧૧૫
'जाव ण भावइ तच्चं जाव ण चिंतेइ चिंतणोयाई ।
ताव ण पावड जीवो जरमरणविवज्जियं ठाणं ।।' ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૧૪ (પત્રાંક-૮૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org