________________
૩૮૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
શ્રીમન્ને જે કહેવું છે તેનો આશય એવો લેવો કે જે જીવોને વિનયનું માહાભ્ય ન હોય તેવા જીવોને ઊભા રાખીને પણ કોઈ અપેક્ષાએ વિનયનું માહાભ્ય કહ્યું છે.”
આમ, આ ગાથાના ચોથા ચરણ વિનય કરે ભગવાનનું શ્રી કાનજીસ્વામીએ કરેલ ઉપરોક્ત અર્થઘટન, શ્રી અંબાલાલભાઈએ કરેલા અર્થ(“કેવળી ભગવાન છદ્મસ્થ એવા પોતાના સદ્ગુરુની વૈયાવચ્ચ કરે')થી જુદું પડે છે. કેવળી ભગવંતો વિનયવૈયાવચ્ચ કરે કે નહીં તે વિષે ભલે ભિન્ન ભિન્ન મત હોય, પણ એટલું તો સ્પષ્ટ છે કે વિનયના માહાભ્ય વિષે કોઈ મતભેદ નથી. સર્વ દેશ-કાળના મહાપુરુષોએ વિનયનો અલૌકિક મહિમા એકી સૂરે ગાયો છે.
| ‘શ્રી દશવૈકાલિક સૂત્ર'માં કહ્યું છે કે કોઈ મૂળ વિનાનું વૃક્ષ વાવવા જાય કે પાયા સિવાય ઘર બાંધવા જાય, તો તે વૃક્ષનાં ફળ ખાઈ શકતો નથી કે ઘર બાંધી શકતો નથી. તે જ પ્રમાણે જે સાધક વિનયરૂપ મૂળનું યથાર્થ સેવન કર્યા વિના ધર્મવૃક્ષ વાવે છે, તે સાધક મુક્તિમાર્ગમાં ક્યારે પણ સફળતા પામી શકતો નથી. આચાર્યશ્રી શિવકોટિજી ભગવતી આરાધના'માં કહે છે કે વિનય મોક્ષનું દ્વાર છે, વિનયથી સંયમ, તપ અને જ્ઞાન થાય છે અને વિનયથી આચાર્ય તેમજ સર્વ સંઘની સેવા થાય છે.? આચાર્યશ્રી અકલંકદેવ તત્ત્વાર્થવાર્તિકમ્'માં કહે છે કે જ્ઞાનલાભ, આચારવિશુદ્ધિ અને સમ્યક્ આરાધના આદિની સિદ્ધિ વિનયથી થાય છે અને અંતમાં મોક્ષસુખ પણ એનાથી મળે છે, એટલે વિનયભાવ અવશ્ય રાખવો જ જોઈએ. આમ, વિનયથી યથાર્થ બોધની પ્રાપ્તિ થાય છે અને સમ્યકત્વ પ્રગટ થાય છે. સમ્યકત્વથી ચારિત્ર અને ચારિત્રથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. માટે મોક્ષાર્થીએ ગુરુવિનયમાં તત્પર રહેવું જોઈએ.
જ્યાં સુધી વિનયમાર્ગની આરાધના સંપન્ન નથી થતી, ત્યાં સુધી મોક્ષમાર્ગની સાધના શરૂ પણ થતી નથી. વિનય એ આત્મોન્નતિ સાધક, પોષક અને વર્ધક સાધન ૧- શ્રી કાનજીસ્વામી, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૨૨ ૨- જુઓ : “શ્રી દશવૈકાલિક સૂત્ર', અધ્યાય ૯, ઉદ્દેશ ૨, ગાથા ૨
‘एवं धम्मस्य विणओ, मूलं परमो से मुक्खो ।
जेण कित्तिं सुयं सिग्धं, निसेसं चाभिगच्छ्इ ।।' ૩- જુઓ : આચાર્યશ્રી શિવકોટિજીકૃત, ‘ભગવતી આરાધના', ગાથા ૧૨૯
'विणओ मोक्खद्दारं विणयादो संजमो तवो णाणं ।
विणएणाराहिज्जइ आयरिओ सबसंघो य ।।' ૪- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી અકલંકદેવકત
ટીકા, ‘તત્ત્વાર્થવાર્તિકમ્', અધ્યાય ૯, સૂત્ર ૨૩-૭
'ज्ञानलाभाचारविशुद्धिसम्यगाराधनाद्यर्थं विनयभावनम् । ..... ततश्च निवृत्तिसुखमिति विनयभावनं क्रियते ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org