________________
૪૩૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આમ, મતાર્થી જીવ ધર્મપ્રવૃત્તિ કરીને પણ સંસારવૃદ્ધિ કરતો હોવાથી તેવા જીવોને ચેતવવા આ ગાથાની બીજી પંક્તિમાં શ્રીમદ્ મતાથનાં લક્ષણો ભાખવાનો નિર્દેશ કરે છે. આ મહાદુર્ભાગી મતાર્થી જીવનાં લક્ષણો નિંદાદિના ઉદ્દેશ વિના, પક્ષપાતરહિતપણે અને આત્મહિતાર્થે કહેવાશે, જેથી જીવ પોતામાં રહેલા તે દોષ ઓળખી શકે અને તેને કાઢી શકે. આત્માર્થી જીવ હોય તો તેને આત્મલક્ષ દઢ થાય અને મતાર્થી જીવ હોય તો તેને મતાહથી છૂટવા નિમિત્ત મળે તે અર્થે “અહીં કહાં નિપેક્ષ' એમ કહી, ઉપોદ્ઘાતનો વિભાગ સમાપ્ત કરી, “મનાથનાં લક્ષણો'ના વિભાગની ભૂમિકા બાંધી છે.
7 મતાર્થી એટલે પોતાના મતનો અર્થી. મતાહ એ તેનું મુખ્ય લક્ષણ છે. વિશેષાર્થ
] મતાર્થીને આત્મકલ્યાણમાં રસ નથી હોતો, પરંતુ તેને તેનાં મત અને માનની જાળવણીમાં રસ હોય છે. તે કુટિલ અભિનિવેશની પકડમાં આવી ગયો હોય છે. તેને આત્મલક્ષ નથી હોતો. પોતાનું સાચું અને અન્યનું ખોટું એ સિદ્ધ કરવામાં જ એ વ્યસ્ત હોય છે. તેની વિપરીત મતિના કારણે તે સલૂને અસતું જાણે છે, અસતુને સતું જાણે છે; તત્ત્વને અતત્ત્વ જાણે છે, અ ને તત્ત્વ જાણે છે; ધર્મને અધર્મ જાણે છે, અધર્મને ધર્મ જાણે છે; હેયને આદેય જાણે છે, આદેયને હેય જાણે છે. આમ, અનેક પ્રકારે તેને વસ્તુસ્થિતિથી વિપરીત માન્યતા હોય છે. આવી ઊલટી મતિના કારણે તેને હિત-અહિતનું ભાન હોતું નથી. તે હિત છોડી અહિતમાં પ્રવૃત્તિ કરી દુઃખી થાય છે. જે માર્ગે આત્મહિત સધાય, તેનાથી વિમુખ થઈ તે અવળે માર્ગે ગતિ કરે છે. તે પોતાનો મત સિદ્ધ થાય તેવી પ્રવૃત્તિમાં જ રચ્યોપચ્યો રહે છે. માન અને મતના તુચ્છ સુખમાં આસક્ત રહી તે દુર્ગતિમાં પડે છે, પરંતુ તેનું તેને ભાન પણ હોતું નથી. તે તો પોતાના મતાહમાં જ મસ્ત હોય છે.
મતાર્થીને પોતાની બુદ્ધિનું, પોતાની તર્કશક્તિનું અભિમાન હોય છે. તે પોતાની બુદ્ધિનો ઉપયોગ પોતાનો મત સ્થાપન કરવા માટે કરે છે અને અન્યને હરાવ્યાનું મિથ્યાભિમાન રાખે છે. મતાહથી છૂટવું તેને ખૂબ વિકટ થઈ પડે છે, કારણ કે અસત્સંગ અને સ્વચ્છેદથી તેના મતાગ્રહની પકડ વધુ ને વધુ મજબૂત બનતી જાય છે. તેનામાં હિત-અહિતનો વિવેક ન હોવાથી તે નિજકલ્યાણ સાધી શકતો નથી. તેનો આત્મા મોહનિદ્રામાં હોવાથી તેની સર્વ પ્રવૃત્તિ તેને ભવભ્રમણ તરફ લઈ જાય છે. આવો મલિન-આશયી, હીનસત્ત્વી અને ભારે કર્મી મતાર્થી જીવ ભવાભિનંદી હોય છે. તે ભલે ધાર્મિક પ્રવૃત્તિ કરતો હોય, પરંતુ અંતરમાં તો તેને સંસાર જ ભલો અને રૂડો લાગતો હોવાથી તેને ભવનું જ બહુમાન હોય છે અને તેથી તે ભવાભિનંદી છે.
ભવાભિનંદી જીવ એટલે ભવને - સંસારને અભિનંદનારો, સંસારને પ્રશંસનારો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org