________________
ગાથા - ૨૩
| ગાથા|
(અર્થ)
A ગાથા ૨૨માં કહ્યું કે જે મુમુક્ષુ જીવ હોય તે વિનયમાર્ગાદિનો મૂળ હેતુ ભૂમિકા
"] સમજે છે અને જે મતાથ હોય તે તેનો ઊંધો નિર્ધાર કરે છે.
આમ, મતાર્થી જીવ વિનયમાર્ગનો પરમાર્થ સમજતો નહીં હોવાથી તે ગમે તેટલો પુરુષાર્થ કરે તો પણ તે ક્યારે પણ આત્માની સહજસ્વભાવદશા પ્રાપ્ત કરી શકતો નથી, કારણ કે મૂળમાં જ ભૂલ રહી જવા પામી છે. આવા મતાથપણાનું ફળ જણાવતાં શ્રીમદ્ કહે છે કે –
“હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ;
તેહ મતાથ લક્ષણો, અહીં કહાં નિર્પક્ષ.” (૨૩) જે મતાથી જીવ હોય તેને આત્મજ્ઞાનનો લક્ષ થાય નહીં; એવા મતાર્થી જીવનાં અહીં નિષ્પક્ષપાતે લક્ષણો કહ્યાં છે. (૨૩)
- આત્માર્થી જીવને માત્ર આત્માનું પ્રયોજન હોવાથી તેને સત્નો આદર પ્રગટે LA] છે, આત્માનો લક્ષ થાય છે અને તેની સર્વ પ્રવૃત્તિઓ સ્વરૂપજાગૃતિપૂર્વક થાય છે. પરંતુ જે જીવોને સત્ય કરતાં પોતાનો પક્ષ જ વધારે વહાલો છે અને જે પોતાના પક્ષના અતિશય આગ્રહી છે એવા મોહાધીન જીવોને આત્માનું લક્ષ કદાપિ થતું નથી. જ્યાં મત હોય છે ત્યાં સતું હોતું નથી અને જ્યાં સત્ એવા આત્માનો લક્ષ જ ન હોય ત્યાં આત્મપ્રાપ્તિ કઈ રીતે સંભવે? અને આત્મપ્રાપ્તિ વિના મોક્ષ કઈ રીતે સધાય? જીવમાં મુમુક્ષતાનો ઉદય થતાં આત્મલક્ષ બંધાય છે. આ ભૂમિકામાં પ્રવેશ થયા પહેલાં જીવ વાસ્તવિક ધર્મારાધના કરી શકતો નથી. આરહ-માન-અજ્ઞાનની પકડમાંથી જીવ કંઈક અંશે બહાર આવે પછી જ તેને આત્મલક્ષ બંધાય છે. તે પહેલાં કદાચ ધર્મનું બાહ્ય ખોળિયું તે ભલે ઓઢી લે, પણ તેનો ભાવ તો અશુદ્ધ જ રહે છે. તે ધર્મપ્રવૃત્તિ કરે તો પણ તેમાં તેનો આશય તો જાયે-અજાણ્યે સાંસારિક સુખો તથા માનાદિ મેળવવાનો જ રહે છે. તેની પ્રવૃત્તિના બાહ્ય આકાર-પ્રકાર ધર્મના હોવા છતાં, મલિન ભાવો ની મુખ્યતા હોવાથી સંસાર જ પુષ્ટ થાય છે. જે ધર્મપ્રવૃત્તિ વડે મુમુક્ષુ મુક્તિ પામે છે તે જ ધર્મપ્રવૃત્તિ વડે મતાર્થી સંસારવૃદ્ધિ કરે છે. સરળતા, મધ્યસ્થતા, વિનય આદિ ગુણોથી રહિત એવો મતાર્થી જીવ ધર્મપ્રવૃત્તિ દ્વારા પણ મોક્ષસાધક માધુર્યને બદલે શેરડીના ખેતરના શેઢે ઊગેલા લીમડાની જેમ સંસારવર્ધક કટુતાનો જ સંચય કરતો રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org