________________
ગાથા-૨૩
૪૩૯ સંસારને વખાણનારો, સંસારમાં રાચનારો, સંસારમાં રચ્યોપચ્યો રહેનારો, સંસારને મીઠો માનનારો જીવ. મોહના અતિશય પ્રબળપણાના કારણે તે ભવરોગનું નિવારણ ઇચ્છતો નથી, સંસારથી ઉદ્વેગ પામતો નથી, તેનાથી થાકતો નથી; તેથી ભવભ્રમણનો અંત લાવવાની તેને ઇચ્છા પણ થતી નથી. ઊલટું જે દ્વારા સંસારનો અંત થઈ શકે તે ધર્મ આચરીને પણ વિષયસુખ, માન-પૂજા આદિ સાંસારિક પ્રયોજનને સિદ્ધ કરવા તે મથે છે. આત્મા સુખસ્વરૂપ હોવા છતાં તે સુખનો આરોપ પરમાં કરે છે. દેહાત્મબુદ્ધિ તેને એટલી દઢ હોય છે કે હું કોણ છું?' “મારું સ્વરૂપ કેવું છે?' હું અહીં કેમ આવ્યો છું?' “મારી આ પ્રવૃત્તિનું ફળ કેવું મળશે?' આદિ હિતાહિતની વિચારણાનો અવકાશ પણ તેને રહેતો નથી. તેથી ધાર્મિક પ્રવૃત્તિ કરતો હોવા છતાં તે મોક્ષમાર્ગ પામી શકતો નથી. ભવબંધનથી છૂટવા માંગતો હોય તે જ ભવબંધનથી છૂટે, પણ જે બંધાવા જ માગતો હોય તે કઈ રીતે છૂટી શકે? એટલે ખરેખર છૂટવા જ ન માગતા હોય તેવા આ ભવાભિનંદી મતાર્થી જીવો મોક્ષમાર્ગના અનધિકારી છે.
મુમુક્ષુ જીવ ધાર્મિક પ્રવૃત્તિ આત્મલક્ષપૂર્વક કરે છે, તેથી તે સાર્થક થાય છે. પરંતુ ભવાભિનંદી એવો મતાર્થી જીવ લોકરંજન આદિ હેતુએ ધર્મ કરતો હોવાથી તેની આત્મપ્રગતિ થતી નથી. તે દાન આપે, વિનય કરે, સ્વાધ્યાય કરે; પણ તે સર્વ તે લૌકિક ભાવે કરે છે. તેની ક્રિયા માન-પૂજા, રિદ્ધિ-સિદ્ધિ આદિ લક્ષે થતી હોવાથી સંસારવૃદ્ધિનું કારણ બને છે. આમ, મતાર્થીની ધાર્મિક ક્રિયા નિષ્ફળ જાય છે, કારણ કે ફળપ્રાપ્તિનો આધાર માત્ર બાહ્ય ક્રિયા કે અનુષ્ઠાન ઉપર હોતો નથી, પરંતુ અંતરના આશય ઉપર હોય છે. બાહ્ય દષ્ટિએ એકસરખું જ અનુષ્ઠાન હોય, પરંતુ કર્તાના લક્ષ અનુસાર ફળપ્રાપ્તિ થાય છે. જેમ કે એક જ પ્રકારનું મિષ્ટાન રોગીને દુઃખકર થાય છે અને નીરોગીને શરીરની પુષ્ટિ કરનાર થાય છે. શાસ્ત્રોમાં કર્તાના અધ્યવસાયની અપેક્ષાએ અનુષ્ઠાનના પાંચ ભેદ બતાવવામાં આવ્યા છે – (૧) વિષ અનુષ્ઠાન – પૈસો, પદ, પ્રતિષ્ઠા, સ્ત્રી, સંતતિ, સિદ્ધિ, કીર્તિ આદિ ઐહિક - ઈહલોક સંબંધી ફળની ઇચ્છાથી કરાતું અનુષ્ઠાન, વિષથી થતાં અહિતની માફક જીવનું અહિત કરનાર હોવાથી વિષ અનુષ્ઠાન છે. દ્રવ્યવિષ તો એક ભવમાં મરણનું કારણ થાય છે, પરંતુ પોતાને ધાર્મિક કહેવરાવવા આદિની આકાંક્ષાથી થતું ભાવવિષરૂપ અનુષ્ઠાન અનેક જન્મ-મરણનો હેતુ થાય છે. જેમ દ્રવ્યવિષ પ્રાણોને હણે છે, તેમ આ વિષ અનુષ્ઠાન આત્મહિતને હણે છે. જે અનુષ્ઠાન દ્વારા આત્મપ્રાપ્તિ થઈ શકે, તે ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી કૃત, યોગબિન્દુ', શ્લોક ૧૫૩
'एकमेव ह्यनुष्ठानं, कर्तृभेदेन भिद्यते । सरुजेतरभेदेन, भोजनादि गतं यथा ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org