________________
ગાથા-૩૪
૬૨૩
‘ત (દેહાત્મબુદ્ધિ) ન મટે તો સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્રશ્રવણ કે ઉપદેશ તે વગડામાં પોક મૂક્યા જેવું છે. જેને એ ભ્રમ ભાંગી ગયો છે, તે જ સાધુ, તે જ આચાર્ય, તે જ જ્ઞાની.'
આમ, જ્યાં આત્મજ્ઞાન નથી ત્યાં મુનિપણું સંભવતું નથી. બાહ્ય ત્યાગ હોય તોપણ આત્મજ્ઞાન નહીં હોવાથી ત્યાં અંતરંગ ત્યાગના અભાવે મુનિપણું નથી, અર્થાત્ દ્રવ્યલિંગ હોય તોપણ ભાવલિંગ ન હોય તો તે ખરેખર મુનિ નથી. આ તથ્યને અન્વયથી કહેવું હોય તો એમ કહી શકાય કે જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં જ સાચું મુનિપણું હોય, જેનું સૂચન ગાથાના પ્રથમ ચરણમાં કરવામાં આવ્યું છે. વળી, ગાથાર્થમાં આ સિદ્ધાંતને ‘શ્રી આચારાંગસૂત્ર'ના લોકસાર નામના પાંચમા અધ્યયનમાં ત્રીજા ઉદેશના એક વચનની સાક્ષી આપી આગમપ્રમાણથી પણ સિદ્ધ કર્યો છે –
સંમંતિ પાસEી તં મોતિ પસંદ ૨ અર્થ - જ્યાં સમકિત (આત્મજ્ઞાન) છે ત્યાં મુનિપણું છે, અર્થાત્ મુનિપણું માત્ર બાહ્ય વેષથી કે બાહ્ય વ્રતથી કે લોકોના અભિપ્રાયથી પ્રાપ્ત થતું નથી, પણ સ્વાનુભવરૂપ સમ્યગ્દર્શનની પીઠિકા ઉપર તેનું મંડાણ છે. સમ્યકુચારિત્રરૂપ વૃક્ષનું મૂળ સમ્યગ્દર્શન છે. જેમ મૂળ વિના વૃક્ષ ઊગે નહીં, તેમ જો આત્મજ્ઞાનરૂપ મૂળ ન હોય તો બાહ્યમાં સર્વવિરતિ હોવા છતાં અત્યંતર વિરતિ, અર્થાત્ સમ્યકુચારિત્રરૂપ વૃક્ષ ઊગે નહીં. સર્વ પરભાવની ઇચ્છાથી વિરામ પામવારૂપ પરમાર્થસંયમ આત્મજ્ઞાન વિના સંભવિત નથી અને તેથી જ કહ્યું કે જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું છે.
અહીં “આત્મજ્ઞાન ત્યાં મુનિમણું' કહ્યું, તેનો વાક્યર્થ કરી ચોથા ગુણસ્થાનકવર્તી અવિરતિ સમ્યગ્દષ્ટિની વાત કરી છે એમ ન સમજવું, પરંતુ અહીં આત્મજ્ઞાનનું પ્રધાનપણું જણાવ્યું છે; અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું સંભવતું જ નથી, પછી ભલે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૩૨ (ઉપદેશછાયા-૧૪) સરખાવો : (૧) સંતકવિ અખાજી, ‘અખાની કાવ્યકૃતિ', ખંડ ૧, આત્મલક્ષ અંગ, છપ્પા ૩૪૦
આતમ સમજ્યો તે નર જાતિ, શું થયું ધોળાંભગુવા વતી ?' (૨) શ્રી ચિદાનંદજીરચિત, ‘અધ્યાત્મ બાવની', દોહો ૯
ચૈતનકું પરચ્યો નહિ, ક્યા હુવા વ્રત ધાર;
શાળ-વિહણા ખેતમેં, વૃથા બનાઈ વાડ.” ર- ‘શ્રી આચારાંગ સૂત્ર, અધ્યયન ૫, ઉદ્દેશ ૩, ગાથા ૧૫૬
આ સૂત્રની સાક્ષી આપતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘સવાસો ગાથાનું સ્તવન'ની ત્રીજી ઢાળની ૨૬મી કડીમાં કહે છે કે -
લોકસારઅધ્યયનમાં, સમકિત મુનિભાવે, મુનિભાવે સમકિત કહ્યું, નિજ શુદ્ધસ્વભાવે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org