________________
ગાથા - ૧
- પ્રાચીન ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મના ભ્રામક | ગ્રંથોમાં તેમજ મહાકાવ્યાદિ સાહિત્યકૃતિઓમાં ગ્રંથકર્તા ગ્રંથના આરંભમાં મંગલ સ્તુતિ કરે એવી પ્રણાલિકા પ્રચલિત રહી છે. અનેક ગ્રંથકર્તાઓએ – વિશેષતઃ ધાર્મિક તથા આધ્યાત્મિક ગ્રંથોના રચયિતાઓએ આ શિષ્ટ પ્રણાલિકાનું ઠેઠ વર્તમાન કાળ સુધી સુપેરે અનુસરણ કરેલું જોવા મળે છે. મંગલની સાથે અભિધેય વિષય, પ્રયોજન અને સંબંધનો પણ નિર્દેશ કરવામાં આવે છે. આ ચારને અનુબંધ ચતુષ્ટય તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં “બંધ' શબ્દના જુદા જુદા અર્થો થાય છે. તેમાંનો એક મહત્ત્વનો અર્થ છે “ગ્રંથરચના'. પ્રબંધ, નિબંધ જેવા શબ્દો એ જ અર્થમાં પ્રયોજાયેલા છે. અનુબંધ ચતુષ્ટય એટલે મંથરચના અંગેની ચાર બાબતો. તે આ પ્રમાણે છે – (૧) મંગલ
અનુબંધ ચતુષ્ટયમાં ગ્રંથકર્તાની દૃષ્ટિએ મંગલ સૌથી મહત્ત્વનું છે. “મંગ' એટલે સુખ, તેને ‘લાતિ' એટલે આપે; અથવા “મ' એટલે પાપ, તેને ગાલયતિ' એટલે ગાળે. જે સુખ આપે અથવા પાપ ગાળે તેને મંગલ કહે છે. આરંભેલું શુભ કાર્ય નિર્વિઘ્ન પાર પડે તે અર્થે જેના પ્રત્યે પોતાને પૂજ્યભાવ હોય એવા ઈષ્ટ દેવ અથવા ઉપકારી સગુરુને નમસ્કાર કરવારૂપ અથવા સ્મરણ કરવારૂપ મંગલ કરવામાં આવે છે. ઈષ્ટ દેવને પ્રણામ કરવાથી શુભ અધ્યવસાય પ્રગટે છે અને તેથી કાર્યમાં નડતાં વિજ્ઞભૂત પાપોનો નાશ થાય છે. ગ્રંથકર્તાને મંગલથી અંતરાયો ક્ષય થશે એવી શ્રદ્ધા તો હોય જ છે અને સાથે ઈષ્ટ દેવના આશીર્વાદથી કાર્ય ઘણું ઉત્તમ અને દીપી ઊઠે એવું બનશે એવી પણ શ્રદ્ધા હોય છે. ગ્રંથની સમાપ્તિ સુખપૂર્વક થાય, કોઈ પાપના ઉદયથી વિઘ્ન ન આવે, ગ્રંથ અધૂરો રહી ન જાય, સંથકર્તાનું અચાનક આયુષ્ય પૂર્ણ થઈ ન જાય, ચિત્તશુદ્ધિ થાય, વિનયની વૃદ્ધિ થાય, કર્તાપણાનો અહં ગળી જાય આદિ ૧- જુઓ : આચાર્યશ્રી પતિવૃષભકૃત, તિલોય-પણરી', અધિકાર ૧, ગાથા ૩૦,૩૧
‘णासदि विग्धं भेददि यहो दुट्ठा सुरा ण लंघति । इट्ठो अत्थो लब्भइ जिणणामग्गहणमेत्तेण ।। सत्थादिमज्झअवसाणएसु जिणतोत्तमंगलुच्चारो । णासइ णिस्सेसाई विग्घाइं रवि व तिमिराई ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org