________________
૨૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ગ્રંથવિષય
શ્રીમી સ્વાનુભૂતિયુક્ત સહજ આત્મદશાના સુંદર પરિપાકરૂપે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું પ્રાગટ્ય થયું. અત્યંત પરમાર્થગંભીર, પરમ ભાવદશા પ્રેરક આ દિવ્ય સર્જનમાં શ્રીમદે છ પદનો મૂળ વિષય સમજાવીને, આત્માની સિદ્ધિનો માર્ગ સર્વ મુમુક્ષુ જીવો માટે અનાવરિત કર્યો છે. “આત્મા છે', ‘તે નિત્ય છે', ‘તે કર્મનો કર્તા છે', ‘તે કર્મનો ભોક્તા છે', “મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે' - આ છ પદની જ્ઞાનીપુરુષના અભિપ્રાય અનુસાર અવિરુદ્ધ શ્રદ્ધા થાય તો જીવ સમ્યગ્દર્શન પામી, સર્વ દુઃખથી મુક્ત થાય એવા ઉત્તમ અંતર-આશયથી આ મહાન શાસ્ત્રની રચના થવા પામી છે. આ શાસ્ત્ર શુદ્ધ સ્વભાવની સન્મુખ થવા અને તેમાં સ્થિર થવા માટે અમોઘ બળ પૂરું પાડે છે. જો કે જૈન ધર્મના સિદ્ધાંતરૂપ આ છ પદનું તત્ત્વજ્ઞાન જૈન શાસ્ત્રોમાં વારંવાર ચર્ચાયું છે, પરંતુ તે શાસ્ત્રો સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં રચાયાં હોવાથી સર્વસામાન્યવર્ગ તે સમજી શકતો નથી, તેથી શ્રીમદે તે તત્ત્વજ્ઞાનને ગુજરાતી ભાષામાં ગૂંચ્યું છે. અનંત તીર્થકરો જે તત્ત્વનો બોધ કરી ગયા છે, તે જ તત્ત્વને શ્રીમદે આ શાસ્ત્રમાં સરળતાથી સમજાવ્યું છે અને એ રીતે તીર્થકરોના માર્ગની પ્રભાવના કરી છે.
૧૪૨ ગાથાના ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છ પદના મૂળ વિષયને સમજાવતાં પહેલાં શ્રીમદે પીઠિકારૂપે પ્રથમ ૪૨ ગાથાઓમાં અનેક પ્રયોજનભૂત બાબતો સ્પષ્ટ કરી છે. શાસ્ત્રની પ્રથમ ગાથામાં આત્મસ્વરૂપ સમજાવી, અનંત દુ:ખની નિવૃત્તિ કરાવનાર શ્રી સદ્ગુરુ ભગવંતને ભક્તિપૂર્વક નમસ્કાર કરી શ્રીમદે મંગળાચરણ કર્યું છે. તે પછી તેમણે આત્માર્થી માટે મોક્ષમાર્ગને સ્પષ્ટપણે નિરૂપવાની પ્રતિજ્ઞા કરી છે. વ્યવહારનયના એકાંત-આગ્રહી ક્રિયાજડ અને નિશ્ચયનયના એકાંત-આરહી શુષ્કજ્ઞાની બન્નેનું સ્વરૂપ સંક્ષેપમાં જણાવી, ત્યાગ-વૈરાગ્ય અને આત્મજ્ઞાનની અગત્યતા દર્શાવી, શ્રીમદે આત્માર્થીની અદ્ભુત વ્યાખ્યા નિરૂપી છે. પરમાર્થપ્રાપ્તિના ઉપાયરૂપે શ્રી સદ્ગુરુની ચરણોપાસના બતાવી, સદ્ગુરુનાં લક્ષણો જણાવી તેમણે પ્રત્યક્ષ સગુરુનો અનન્ય ઉપકાર સુપેરે ગાયો છે. સદ્ગુરુના પ્રત્યક્ષ યોગના અભાવમાં આત્માદિ તત્ત્વોનું નિરૂપણ કરનાર સત્શાસ્ત્રોનો તથા સદ્ગુરુના નિરંતર સત્સમાગમની અપ્રાપ્તિમાં તેમણે આજ્ઞા કરેલ સુશાસ્ત્રોનો મધ્યસ્થ બુદ્ધિએ અભ્યાસ કરવાનું શ્રીમદે ખાસ સૂચવન કર્યું છે. મોક્ષમાર્ગમાં મહાવિનરૂપ એવા સ્વછંદના ત્યાગ ઉપર ખાસ ભાર મૂકી શ્રીમદે તે અર્થે પ્રત્યક્ષ સગુરુના આશ્રયની અનિવાર્યતા સમજાવી છે. વીતરાગપ્રણીત પરમ વિનયમાર્ગની ઘોષણા કરી શ્રીમદે એ વિનયમાર્ગનો ગેરલાભ લેનાર અસગુરુને કડક ચેતવણી આપતાં કહ્યું છે કે યથાર્થ મુમુક્ષુ આ વિનયમાર્ગને સમજે છે, જ્યારે મતાર્થી તે વિનયનો ખોટો ઉપયોગ કરી ભવસાગરમાં ડૂબે છે. ‘આત્મસિદ્ધિ રૂપ કલ્પવૃક્ષનું બીજ વાવતાં પહેલાં મતાર્થીપણાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org