SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથસર્જન ૨૭ નિકંદન કાઢવા શ્રીમદે આત્મલક્ષવિહોણા મતાર્થી જીવનાં લક્ષણો સુવ્યવસ્થિતપણે પ્રકાશ્યાં છે. ક્રિયાજડ મતાર્થી જીવની ગુરુતત્ત્વ, દેવતત્ત્વ તથા ધર્મતત્ત્વ સંબંધી વિપરીત માન્યતા, આચરણા તેમજ પ્રરૂપણા દર્શાવી, શ્રીમદે શુષ્કજ્ઞાની મતાર્થીની ભૂલ બતાવી છે. નિશ્ચય નયને માત્ર વાચામાં ગ્રહણ કરનાર તથા જ્ઞાનદશા અને સાધનદશા બન્નેથી ભ્રષ્ટ થયેલ જીવ ૫૨માર્થને ક્યારે પણ સાધી શકે નહીં તે દર્શાવી, આ બન્ને પ્રકારના મતાર્થી જીવોનાં સમુચ્ચય લક્ષણો વર્ણવી, તે જીવોને મતાર્થીપણું ત્યજવાનો અને આત્માર્થીપણું ભજવાનો ઉપદેશ કરી, તેમણે આત્માર્થી જીવનાં લક્ષણોનું માર્મિક કથન કર્યું છે. આ અનુભવમૂલક આલેખનમાં તેમણે જણાવ્યું છે કે આત્માર્થી જીવ શ્રી સદ્ગુરુનું સ્વરૂપ ઓળખી, પ્રત્યક્ષ સદ્ગુરુને પ૨મોપકારી જાણી, તેમની આજ્ઞામાં સ્વચ્છંદનિરોધપણે અને ત્રણે યોગના એકત્વથી પ્રવર્તે છે. તે જીવ શુદ્ધ પરમાર્થમાર્ગને અને તે અર્થે પરમાર્થપ્રે૨ક વ્યવહારને આરાધવાના દૃઢ નિશ્ચયવાળો હોય છે. કષાયની ઉપશાંતતા આદિ ગુણોથી યુક્ત એવો તે આત્માર્થી જીવ સદ્ગુરુનો બોધ પામી, સુવિચારણાથી આત્મજ્ઞાન પ્રગટાવી નિર્વાણને વરે છે. સુવિચારણા ઊપજે અને મોક્ષમાર્ગ સમજાય તે અર્થે ગુરુશિષ્યસંવાદથી આ શાસ્ત્રના હૃદયરૂપ ષપદ પ્રકાશવાનો નિર્દેશ તેમણે ૪૨મી ગાથામાં કર્યો છે. ગાથા ૪૩ થી ૧૧૮માં આત્માના શુદ્ધ સ્વરૂપની ઓળખાણ થવા માટે શ્રીમદે આત્માનાં છ પદનું અનુભવસિદ્ધ વાણીમાં વર્ણન કર્યું છે. આ છ પદ અંગેની યથાર્થ સમજણથી વિપરીત દૃષ્ટિ ટળી, સવળી દૃષ્ટિ થાય છે. ગાથા ૪૩-૪૪માં શ્રીમદે છ પદનો નામનિર્દેશ કરી, તે છ પદ જ છ દર્શન છે એમ જણાવ્યું છે. ગાથા ૪૫થી તે છ પદમાંના પ્રત્યેક પદ અંગેની પોતાની શંકાઓ યોગ્યતાવાન શિષ્ય શ્રીગુરુસન્મુખ સરળતાથી અને વિનયપૂર્વક પ્રદર્શિત કરે છે અને શ્રીગુરુ પોતાની દિવ્ય મધુર વાણીથી તે સર્વનું ધીરજપૂર્વક સમાધાન આપી, તત્ત્વરહસ્ય પ્રગટ કરી, શિષ્યના હૃદયની ગ્રંથિઓ ઉકેલી તેને નિઃશંક કરે છે. ‘આત્મા છે' એ પ્રથમ પદમાં શંકા કરતો શિષ્ય સદ્ગુરુને પ્રશ્નો પૂછે છે અને સદ્ગુરુ અનેક તર્કપૂર્ણ દલીલોથી નાસ્તિકવાદનું ખંડન કરી આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરી બતાવે છે. દેહમાં આત્મબુદ્ધિના કારણે આત્મા અને દેહ અભિન્ન ભાસવારૂપ મૂળ ભૂલ બતાવી, શ્રીગુરુ મ્યાનથી ભિન્ન તલવારની જેમ દેહથી ભિન્ન આત્માના અસ્તિત્વનું સ્થાપન કરે છે. બીજું પદ ‘આત્મા નિત્ય છે' તે સંબંધી શંકા કરતાં શિષ્ય જણાવે છે કે આત્મા દેહની સાથે ઉદ્ભવે છે અને દેહના વિલય સાથે વિલય પામે છે અથવા દરેક વસ્તુ ક્ષણિક છે, તેથી આત્મા પણ વિનાશી છે. આમ, આત્માના અવિનાશીપણા અંગે પ્રશ્ન પૂછે છે. સદ્ગુરુ તેના ઉત્તરમાં આત્મા ત્રિકાળવર્તી પદાર્થ છે તે યુક્તિઓ દ્વારા દર્શાવી, પુનર્જન્મ સિદ્ધ કરી આત્માની નિત્યતાનું પ્રતિપાદન કરે છે. ત્રીજું પદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy