________________
૨૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ‘આત્મા કર્મનો કર્યા છે તે વિષે શંકા કરતો શિષ્ય વિવિધ પ્રશ્નો કરે છે અને સદગુરુ તેના સરળ ઉત્તરો આપતાં કહે છે કે જીવ વિભાવદશામાં પ્રવર્તે ત્યારે કર્મનો કર્તા બને છે અને પોતાના સહજ જ્ઞાનાનંદસ્વભાવમાં વર્તે ત્યારે નિજસ્વરૂપનો કર્તા બને છે. આમ, ત્રીજા પદની શંકાઓનું સમાધાન કરે છે. જીવનું કર્મનું કર્તાપણું સમજાયા પછી શિષ્ય “આત્મા કર્મનો ભોક્તા છે' એ ચોથા પદ માટેની પોતાની શંકાઓ રજૂ કરે છે અને સદ્ગુરુ સરળ દૃષ્ટાંતો આપી, ગહન વાતોનું સંક્ષેપમાં સમાધાન આપી જીવના ભોક્તાપણાનો નિશ્ચય કરાવે છે. શિષ્યને પાંચમા પદ “મોક્ષ છે' ની યથાર્થતા વિષે શંકા થાય છે અને તે માટે તે પોતાની દલીલો દર્શાવી, સર્વ કર્મથી મુક્તિ સંભવતી નથી એમ જણાવે છે અને શ્રીગુરુ તેનું સમાધાન કરી મોક્ષપદને સાબિત કરે છે. પાંચ પદની શંકાઓના ઉત્તરથી સંતોષકારક સમાધાન પામેલો શિષ્ય, મોક્ષનો અવિરોધ ઉપાય ન હોય તો અત્યાર સુધી જાણેલું વ્યર્થ છે એમ વિચારી, “મોક્ષનો ઉપાય છે' એ છઠ્ઠા પદની પોતાની શંકાનું નિરાકરણ કરવા સદ્દગુરુને વિનંતી કરે છે. મોક્ષનો સદુપાય જાણવાની તાલાવેલી જેને લાગી છે એવા શિષ્યને સદ્ગુરુ આશીર્વાદ આપે છે અને તેની શંકાઓનું વિગતવાર સમાધાન આપતાં કર્મબંધનાં કારણો તથા કર્મને હણવાનો ઉપાય બતાવી યથાર્થ મોક્ષમાર્ગ સમજાવે છે. તેઓ તટસ્થતાથી જણાવે છે કે દર્શનમોહ અને ચારિત્રમોહને દૂર કરી, શુદ્ધાત્માને પામવાના આ મોક્ષમાર્ગને જીવ ગમે તે મત કે દર્શનમાં, ગમે તે જાતિ કે વેષમાં આરાધે તોપણ અવશ્ય મોક્ષને પામે. ત્યારપછી શ્રીગુરુ આ મોક્ષમાર્ગની પ્રાપ્તિનો સંપૂર્ણ ક્રમ પ્રકાશી, સર્વ જ્ઞાનીઓની સાક્ષી આપી, મૌન થઈ, સહજ સમાધિમાં લીન થાય છે. અહીં છઠ્ઠા પદની પૂર્ણાહુતિ થાય છે. આમ, શ્રીમદે અનન્ય ભાવપૂર્ણ ગુરુશિષ્યસંવાદ દ્વારા આત્માનાં છ પદની તલસ્પર્શી મીમાંસા કરી, તે છ પદની અપૂર્વ શ્રદ્ધા કરાવી છે. છ દર્શનોના મતભેદની ભાંજગડમાં પડ્યા વિના, આત્માર્થી જીવનું લક્ષ સ્વ તરફ દોરાય અને તેને શુદ્ધાત્મતત્ત્વનો યથાર્થ બોધ થાય તે અર્થે દર્શનોનો નામોલ્લેખ કર્યા વિના, ષડ્રદર્શન અંતર્ગત આત્મા સંબંધી વિચારણાની સભ્ય ૨જૂઆત કરી છે
ગાથા ૧૧૯ થી ૧૪૨માં શિષ્યને થયેલ બોધબીજની પ્રાપ્તિનું વર્ણન અને ગ્રંથનો ઉપસંહાર છે. ષપદનું ભવ્ય ઉદ્બોધન કરતા સગુરુના ઉપદેશામૃતના યથાર્થ અનુસરણથી સુશિષ્યને બોધબીજની પ્રાપ્તિ થાય છે અને પરમ આત્મોલ્લાસથી તે પોતાના હૃદયમાં પ્રગટેલો ખપદનો બોધ સંક્ષેપમાં વ્યક્ત કરે છે. અમાપ કરુણાસિંધુ સગુરુએ પોતા ઉપર કરેલ અનન્ય ઉપકાર માટે શિષ્ય પોતાના અંતરમાંથી સ્વયંસ્કુરણાથી નીકળતા સદ્ગુરુની ભક્તિરૂપ અદ્ભુત ઉદ્ગારોમાં આત્મનિવેદન કરે છે, કૃતજ્ઞપણે પોતાનો અહોભાવ દર્શાવે છે અને સદ્ગુરુની આજ્ઞામાં વર્તવાનો દઢ સંકલ્પ કરી સગુરુચરણે સર્વાર્પણ કરે છે. અંતમાં શ્રીમદે આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રીરૂપ મંદિરના કળશરૂપ સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org