SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથસર્જન ૨૫ ભોજન મળે તેવો વાંચતા આનંદ પ્રાપ્ત થયો છે. એક વખત તે ગ્રંથ વાંચી ગયો છું. સરળ ભાષામાં અત્યંત ગંભીરતાદર્શક અને જેની ટીકા કે અનુવાદ ખરેખરા જ્ઞાની એટલે કે અનુભવી તથા શાસ્ત્રજ્ઞાનીથી થાય તેવો આ ગ્રંથ છે. મને અનુભવ નથી, તેમ શાસ્ત્રજ્ઞાન પણ નથી, અને આ ગંભીર આશયના ગ્રંથનો શબ્દાર્થ લખવો અતિ કઠણ છે. પણ સિંહના પ્રસાદથી જેમ બકરો હાથીના મસ્તક ઉપર બેસી શક્યો હતો તેમ વિદ્યમાન સદ્ગુરુની સહાયથી આત્મસિદ્ધિના અનુવાદ તરીકે દર મેળે દશ દશ પત્ર (પાન) આપને ઘણું કરી બીડીશ. મને ભાષા જ્ઞાન નથી માટે તે સંબંધી મારા વિચારોમાં ફેરફાર હોય તો જણાવશો.” માણેકલાલભાઈને શ્રીમદ્ પ્રત્યે ખૂબ પૂજ્યભાવ હતો. તેમણે લખેલ “સ્વાનુભવદર્પણ' નામનું પુસ્તક તેમણે શ્રીમદ્દ અર્પણ કર્યું હતું. તેની અર્પણપત્રિકામાં તેઓ લખે છે – પરમોપકારી પૂજ્ય શ્રીમદ્ રાયચંદ્ર રવજીભાઈ, જેમનાથી અધ્યાત્મમાર્ગમાં મારી પ્રીતિ થઈ, જેમનો મમત્વનો આગ્રહ છૂટ્યો છે, જેમને સુખદુ:ખપર ઉદાસીનતા રહેતી અને જેમના સત્સંગના લાભથી, અનેક મનુષ્યોએ ઘણા કાળનો દુરાગ્રહ મૂકી, રાગદ્વેષ ઘટાડવાની પ્રવૃત્તિ આદરી છે, એવા શાન્ત, દાન્ત, વૈર્ય, ગાંભીર્યાદિ અનેક સદ્દગુણાલંકૃત અંતરાત્મસ્વરૂપ, આત્મા પરમાત્માની ઐક્યતાના રસિક, પ્રસંગમાં આવનારને શ્રી વીતરાગ પ્રણીત, યથાર્થ માર્ગ જણાવનાર એવા પૂજ્યશ્રીને હારા ઉપરના અનેકાનેક ઉપકારના સ્મરણાર્થે આ યોગીંદ્ર દેવના આશયને લઈ લખેલો ગ્રંથ, નિજશ્રીના આશયોને ઘણી ઘણી રીતે મળતી આવે એવી ૧૦૮ શ્લોકરૂપી માળા નિજશ્રીને નમ્રપણે અર્પણ કરું છું; અને આ માળા ઘણા કાળથી આપને કંઠે છે, છતાં શુદ્ધ બુદ્ધિથી, અર્પણ કરેલી આ માળા, જ્યાં હો ત્યાં, આપશ્રીના કંઠને પુનઃ શોભાવો એવું હું ઇચ્છું છું.' આમ, શ્રીમદે પસંદ કરેલ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અધિકારી વર્ગે આ શાસ્ત્ર માટે આપેલ મૂલ્યવાન અભિપ્રાયથી તથા તેમના ઉપર પડેલ પ્રભાવના વર્ણનથી તેમની યોગ્યતાનો તથા શ્રીમની પરખશક્તિનો ખ્યાલ આવે છે. વળી, એ પણ સિદ્ધ થાય છે કે પાત્ર જીવ આ ગ્રંથના અવલંબને આત્મવિકાસ સાધી ઉચ્ચ દશા પામી શકે તેવી આ શાસ્ત્રમાં ચમત્કૃતિ છે. યથાયોગ્ય મુમુક્ષુતાસંપન્ન અને ભક્તિભાવયુક્ત જીવોને આ અમૃતમય વચનો અત્યંત ઉપકારી થવા યોગ્ય છે અને તેથી આ શાસ્ત્રને પાછળથી જાહેર પ્રસિદ્ધિ આપવામાં આવી. ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', બીજી આવૃત્તિ, પૃ.૩૩૭-૩૩૮ ૨- ‘શ્રીમાન રાજચંદ્રની જન્મજયંતી પ્રસંગે થયેલાં વ્યાખ્યાનો', પૃ.૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy