________________
૨૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
વચન, કાયાના યોગ સહેજે પણ આત્મવિચારમાં પ્રવર્તતા હતા. જેનું અનુપ્રેક્ષણ કેટલોક વખત રહેવાથી - રહ્યા કરવાથી સામાન્યપણે પણ બાહ્ય પ્રવર્તવામાં મારી સ્થિતિ, મારી ચિત્તવૃત્તિ સહેજે પણ અટકી જઈ આત્મવિચારમાં રહ્યા કરતી હતી. જેથી મારી કલ્પના પ્રમાણે સહજ સ્વભાવે શાંતિ રહ્યા કરતી હતી. પરિશ્રમથી મારા ત્રિકરણ જોગ કોઈપણ પદાર્થના વિષે પરમ પ્રેમે સ્થિર નહીં રહી શકેલા તે યોગો, તે પરમોત્કૃષ્ટ શાસ્ત્ર વિચારવાથી સહજ સ્વભાવે પણ આત્મવિચારમાં, સગુરુ ચરણમાં પ્રેમયુક્ત સ્થિરભાવે રહ્યા કરતા હતા. જેથી મારી અલ્પજ્ઞ દષ્ટિથી અને મારા સામાન્ય અનુભવથી મારી કલ્પના પ્રમાણે એમ લાગે છે કે જો તેવી રીતે તે જ શાસ્ત્રનું વિશેષ અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે તો આત્મવિચાર, આત્મચિંતવન સદાય જાગૃતપણે રહ્યા કરે અને મન, વચન, કાયાના યોગ પણ આત્મવિચારમાં જ વર્યા કરે.”૧
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના નિરંતર અને અહોભાવપૂર્વક થતાં અવગાહનથી શ્રી અંબાલાલભાઈની આત્મદશામાં ઘણી વૃદ્ધિ થઈ હતી. આ શાસ્ત્રના બોધને અનુસરી, શ્રી સદ્ગુરુચરણની અપૂર્વ અને અનન્ય સેવાથી તેમણે નિજપદનો લક્ષ લઈ પરમાર્થપ્રાપ્તિ કરી હતી.
(૪) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ચોથી નકલ શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરીને મોકલવામાં આવી હતી. સ્મરણશક્તિનો ગર્વ મટાડવા તથા જ્ઞાનીનો નિશ્ચય થવા અર્થે તેમને આ શાસ્ત્ર આપવામાં આવ્યું હતું. આ શાસ્ત્રના ભક્તિભાવપૂર્વકના અભ્યાસથી સ્ફરેલા ભાવ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના વિશેષાર્થરૂપે લખી તેઓ થોડાં થોડાં પાનાં શ્રી અંબાલાલભાઈ ઉપર મોકલતા. આ લખાણો બાબત શ્રી અંબાલાલભાઈએ શ્રીમદ્ જણાવ્યું હતું અને તે લખાણો શ્રીમન્ને મોકલ્યાં પણ હતાં. જો કે તે લખાણો પ્રસિદ્ધ થયાં નથી, પરંતુ તે અંગેના ઉલ્લેખો શ્રી માણેકલાલભાઈના શ્રી અંબાલાલભાઈ ઉપરના વિ.સં. ૧૯૫૨ના આસો વદ ૧૧ ના પત્રમાં તથા શ્રી અંબાલાલભાઈએ શ્રીમદ્ ઉપર લખેલા વિ.સં. ૧૯૫૩ના કારતક સુદ ૧૧ ના, કારતક વદ ૫ ના, માગસર સુદ ૨ ના પત્રોમાં મળે છે. ૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' મળતાં શ્રી માણેકલાલભાઈને કેવો આનંદ થયો હતો તે દર્શાવતાં તેઓ વિ.સં. ૧૯૫રના આસો વદ ૧૧ ના શ્રી અંબાલાલભાઈ ઉપરના પત્રમાં લખે છે –
‘પરમદુર્લભ સત્સંગ પ્રાપ્ત અનેક ગુણાલંકૃત ભાઈશ્રી અંબાલાલભાઈ, નડિયાદ.
વિશેષ વિનંતી કે, આપનો કૃપાપત્ર તથા આત્મસિદ્ધિ ગ્રંથ સુધાતુરને જેમ ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', બીજી આવૃત્તિ, પૃ.૩૩-૩૪ ૨- જુઓ : એજન, પૃ.૨૩૮, ૨૮, ૨૯,૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org