________________
ગ્રંથસર્જન
૨૩ પાન કરાવી અલભ્ય અલભ્ય લાભ આ દાસીને પમાડ્યો છે. હે નાથ, પરમ શાંતિ લઈને આ દાસ સંતોષ પામ્યો છે.”
વળી, તેઓશ્રી શ્રીમદ્ ઉપરના અન્ય એક પત્રમાં લખે છે કે –
‘હે પ્રભુ! આ રંક દાસ ઉપર કૃપા કરી અપૂર્વ પ્રેમ રસનું પાન આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રકાશી. અમૂલ્ય વચનામૃતોથી આ દુષ્ટ દાસીએ તૃપ્તિને તૃપ્ત કરી છે. અત્યંત આનંદ થયો છે.૨
તેઓ વનમાં એકલા જઈને ત્યાં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો સ્વાધ્યાય ગાતાં ગાતાં કરતા. તેઓ તેની ઊંડી વિચારણા કરતા. તેઓ આ ગ્રંથનો મહિમા દર્શાવતાં જણાવે છે –
‘તે વાંચતાં અને કોઈ કોઈ ગાથા બોલતાં મારા આત્મામાં આનંદના ઊભરા આવતા. એક એક પદમાં અપૂર્વ માહાભ્ય છે એમ મને લાગ્યા કરતું. “આત્મસિદ્ધિ'નું મનન, સ્વાધ્યાય નિરંતર રહ્યા કરી આત્મોલ્લાસ થતો. કોઈની સાથે વાત કે બીજી ક્રિયા કરતાં “આત્મસિદ્ધિ'ની સ્મૃતિ રહેતી. પરમકૃપાળુદેવની શાંત મુખમુદ્રા કિંવા આત્મસિદ્ધિની આનંદ આપનારી ગાથાનું સ્મરણ સહજ રહ્યા કરતું. અન્ય કશું ગમતું નહીં. બીજી વાતો પર તુચ્છ ભાવ રહ્યા કરતો. માહાભ્ય માત્ર સગુરુ અને તેના ભાવનું આત્મામાં ભાસ્યમાન થતું હતું.'
શ્રી લલ્લુજી મુનિ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ચમત્કારી છે, લબ્ધિઓથી ભરેલું છે, મંત્ર સમાન છે એમ કહી મુમુક્ષુઓને તેનું અવગાહન કરવા કહેતા અને તેમાં બોધેલા માર્ગની પરમ પ્રેમપૂર્વક ઉપાસના કરવા હંમેશાં ભલામણ કરતા.
(૩) શ્રુતસાગરના નિચોડરૂપ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું અવતરણ નજરોનજર નિહાળનાર શ્રી અંબાલાલભાઈએ અત્યંત ભક્તિપૂર્વક તેનું વાંચન-મનન કર્યું હતું. અતિ અતિ ગંભીર આશયથી ભરેલ આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના તેમણે સંક્ષિપ્ત અર્થ પણ કર્યા હતા, જે શ્રીમદ્ભી નજર તળે નીકળી ગયા હતા અને જે આ ગ્રંથને સમજવા માટે આજે પણ મુમુક્ષુ જીવોને અવલંબનભૂત છે. પોતાના ઉપર પડેલો તેનો પ્રભાવ વર્ણવતાં તેઓ વિ.સં. ૧૯૫૩ના મહા સુદ ૧૩ ના પત્રમાં શ્રીમદ્ લખે છે કે –
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચતાં મારી અલ્પમતિથી વિશેષ વિસ્તારપૂર્વક સમજી શકાતું નથી. પણ મારી સાધારણ મતિથી તે ઉત્તમોત્તમ શાસ્ત્ર વિચારતાં મારા મન, ૧- ‘મુનિ પ્રત્યે', પૃ.૧૬૩ ૨- 'તત્કાળ મોક્ષ', પૃ. ૧૯૪ ૩- ‘ઉપદેશામૃત', જીવનચરિત્ર, પૃ.૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org