________________
ગાથા-૩૨
૫૯૩
જરૂર ફૂટે છે, અર્થાત્ બોધ પરિણમે છે અને કાર્યસિદ્ધિ થાય છે. મોક્ષ પામવા યોગ્ય એવા અધિકારી જીવોમાં કષાયની ઉપશાંતતા, અંતરવૈરાગ્ય, સરળતા અને મધ્યસ્થતાનો આવિર્ભાવ થયો હોય છે, પણ જેની વૃત્તિ અને પ્રવૃત્તિ માન, મોટાઈ તથા મતાહમાં રોકાયેલી હોય છે એવા મતાર્થી જીવમાં આ ચાર ગુણોના અભાવરૂપ અનુપશમ, અવૈરાગ્ય, અસરળતા અને અમધ્યસ્થતારૂપ ચાર દોષો હોવાના કારણે તે અનેક ધર્મકરણી કરતો હોવા છતાં, અંતરંગ મલિનતાના કારણે તે પરમાર્થલાભથી વંચિત રહે છે, માટે તેને દુર્ભાગી કહ્યો. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
આમ અસતમાં સતબુદ્ધિ ને સમાં અસત્ બુદ્ધિરૂપ તીવ્ર કષાયની ઉપશાંતતા ન હોય ત્યાં લગી મતને મૂકી સત્નો વિચાર પણ કેમ સૂઝે? અંતરંગ વૈરાગ્ય ન હોય ત્યાં લગી હારે તો ગમે તેમ કરી છૂટવું છે એવી ભવબંધનથી છૂટવાની - સાચી સત્ય - તત્ત્વજિજ્ઞાસા કેમ ઊગે? નિષ્પક્ષપાતબુદ્ધિની મધ્યસ્થતા ન હોય ત્યાં લગી સત્યાસત્ય તુલના સાચી તત્ત્વપરીક્ષા કેમ કરે? અને સરલતા - સત્ય તત્ત્વગ્રહણ કરવાની યોગ્યતા ન હોય ત્યાં લગી સત્ય ગ્રહણ કેમ કરે? આમ સત્ય તત્ત્વ પામવા માટે યોગ્યતારૂપ ચાર ગુણનો અભાવ છે, અથવા અનુપશમ - અવૈરાગ્ય - અસરલતા - અમધ્યસ્થતા એ ચાર દોષના હોવાપણારૂપ અયોગ્યતા છે, એટલે આવા આ મતાર્થી દુર્ભાગ્ય છે - દુર્ભાગી છે, તત્ત્વ પામવા ભાગ્યશાળી નહિ એવો છે, તત્ત્વ પામવાનો આ અમૂલ્ય અવસર આવ્યો છે તે ચૂકી જાય છે ને આત્મલાભથી વંચિત રહે છે માટે તે ભાગ્યહીન “દુર્ભાગ્ય' છે.”
દુર્ભાગી મતાર્થી જીવને તેના દોષોની નિવૃત્તિ કરવા માટે જ્ઞાનીઓ ઉપદેશે છે કે “હે જીવ! આત્મકલ્યાણનું કાર્ય સાધ્યા વિના તારા અનંત અવતાર એળે ગયા. ચાર ગતિ અને ૮૪ લાખ યોનિના પરિભ્રમણમાં આજ પર્યત તેં ઘણો કાળ ગુમાવ્યો. પ્રથમ નિગોદમાં અનંત કાળ વીતાવ્યો. તેમાંથી બહાર નીકળીને તું ત્રસપણું પામ્યો. પ્રગતિ કરતાં કરતાં સંજ્ઞી પંચેન્દ્રિયપણું પામ્યો, તો નરક અને તિર્યંચમાં કેટલો કાળ અટવાયો! હવે આ દુર્લભ મનુષ્યભવ તું પામ્યો છે. પડવાનાં અને અટકવાનાં કેટકેટલાં સ્થાનોને ઓળંગી તું અહીં સુધી આવ્યો છે. અજ્ઞાનના કારણે આ દુર્લભતા તને સમજાતી નથી ૧- જુઓ : “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૭૧ (પત્રાંક-૪૦)
‘વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેંદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
અનંત જન્મમરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે જ કર્મમુક્ત થવાનો જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે.' ૨- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org