________________
૩૯૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
(૬) ગુરુની પાછળ પણ બહુ લગોલગમાં ઊભા રહેવું તે આસનસ્થ-પૃષ્ઠસ્થ’ આશાતના. (૭) ગુરુની આગળ બેસવું તે પુરોનિષદન' આશાતના. (૮) ગુરુની પડખે નજીકમાં બેસવું તે ‘પક્ષ નિષદન' આશાતના. (૯) ગુરુની પાછળ પણ બહુ લગોલગમાં બેસવું તે ‘આસનનિષીદન-પૃષ્ઠનિષીદન' આશાતના. (૧૦) ગુરુની સાથે ઉચ્ચારભૂમિએ (વડીનીતિ માટે) ગયા હોય અને શિષ્ય ગુરુની પહેલાં આચમન (હાથ-પગની શુદ્ધિ) કરે, આહારાદિ વખતે પણ પહેલી મુખાદિ શુદ્ધિ કરે તે ‘આચમન' આશાતના. (૧૧) બહારથી ઉપાશ્રય સુધી ગુરુની સાથે આવવા છતાં ગુરુની પહેલાં ગમનાગમન આલોચે, તે આલોચન' આશાતના. (૧૨) રાત્રે ગુરુ પૂછે કે તે આર્યો. કોણ જાગે છે? કોણ ઊંઘે છે? એ સાંભળવા છતાં અને જાગવા છતાં સાંભળતો ન હોય તેમ જવાબ ન આપે તે ‘અપ્રતિશ્રવણ' આશાતના. (૧૩) કોઈ ગૃહસ્થાદિ આવ્યા હોય તેમને ગુરુએ બોલાવ્યા પહેલાં પોતે બોલાવે તે ‘પૂર્વાલાપ' આશાતના. (૧૪) ગોચરી લાવીને પહેલાં બીજા કોઈક સાધુ પાસે તે ગોચરી આલોચે અને પછી ગુરુ આગળ આલોચે તે પૂર્વાલોચન' આશાતના. (૧૫) ગોચરી લાવીને ગુરુને દેખાડ્યા પહેલાં જો બીજા કોઈ સાધુને દેખાડે તો તે ‘પૂર્વોપદર્શન' આશાતના. (૧૬) ગોચરી લાવીને પહેલાં કોઈ સાધુને નિમંત્રણ કરે (બોલાવે) અને પછી ગુરુને નિમંત્રણ કરે તે પૂર્વનિમંત્રણ આશાતના. (૧૭) ગોચરી લાવીને ગુરુની આજ્ઞા વગર પોતે જ બીજા સાધુઓને જેમ ઘટે તેમ મધુર સ્નિગ્ધ ખાદ્ય આહાર વહેંચી આપે તે ‘પદ્ધ દાન' આશાતના. (૧૮) આહાર લાવીને ગુરુને કંઈક થોડો આપીને ઉત્તમ દ્રવ્યોનો બનેલો સ્નિગ્ધ અને મધુર આહાર પોતે જ વાપરવો તે ‘ખદ્ધાદન' આશાતના. (૧૯) દિવસે કે બીજા સમયે ગુરુ બોલાવે ત્યારે ન બોલવું તે અપ્રતિશ્રવણ' આશાતના. (૨૦) ગુરુ સાથે કઠોર-કર્કશ વચનો મોટા અવાજથી બોલવાં તે ખદ્ધ ભાષણ' આશાતના. (૨૧) ગુરુ બોલાવે છતાં જ્યાં બેઠા કે સૂતા હોય ત્યાંથી જ ઉત્તર આપે, અર્થાત્ ગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org