________________
ગાથા-૨૦
૩૯૭
બોલાવે ત્યારે તરત આસન કે શય્યા ઉપરથી ઊઠીને પાસે જઈને નમતાથી ‘સત્યUT વંતાનિ' એમ કહીને તેઓ કહે તે ધ્યાનથી સાંભળવું જોઈએ. એમ ન કરે તે ‘તત્રગત ભાષણ' આશાતના. (૨૨) ગુરુ બોલાવે ત્યારે શીધ્ર “મસ્થUT વૈતાનિ' કહી ‘આજ્ઞા ફરમાવો' ઇત્યાદિ નમ વચનો બોલવાને બદલે કેમ?', “શું છે?', “શું કહો છો?' ઇત્યાદિ બોલવું તે ‘કિં ભાષણ' આશાતના. (૨૩) ગુરુને ‘ભગવંત, શ્રી, પૂજ્ય, આપ ઇત્યાદિ મોટા માનવાળા, બહુવચનવાળા શબ્દોથી બોલાવવા જોઈએ. તેને બદલે “તું, તને, તારા ઇત્યાદિ તોછડાઈવાળા - એકવચનવાળા શબ્દોથી બોલાવે તે “તું ભાષણ આશાતના. (૨૪) ગુરુ શિષ્યને કહે કે “તું ગ્લાન (માંદા) સાધુની વૈયાવચ્ચ કેમ કરતો નથી? તું બહુ આળસુ થઈ ગયો છે.' ત્યારે શિષ્ય કહે કે ‘તમે પોતે જ કેમ વૈયાવચ્ચ કરતા નથી? તમે પોતે જ આળસુ થઈ ગયા છો.” ઈત્યાદિ રીતે ગુરુ જે શિખામણનું વચન કહે તે જ વચન પ્રમાણે ગુરુને સામો જવાબ આપે તે ‘તજ્જાત ભાષણ' આશાતના. (તજ્જત એટલે તે જ જાતિનાં, સરખાં વચનો.) (૨૫) ગુરુ ધર્મકથા સંભળાવતા હોય ત્યારે તેમના પ્રત્યે મનમાં પૂજ્યભાવ ન હોવાથી શિષ્યના ચિત્તમાં પ્રસન્નતા થાય નહીં, ગુરુના વચનની તે અનુમોદના કરે નહીં, ‘આપે સુંદર સમજાવ્યું એમ પ્રશંસા કે હર્ષભાવ દર્શાવે નહીં, પરંતુ મનમાં “એમની વ્યાખ્યાન કળા શું મારાથી પણ અધિક છે?' એમ ઈર્ષાથી દુભાતો હોય તેમ વર્તે તે નોસુમન' આશાતના. (નોસુમન એટલે કથાદિ પ્રસંગે ગુરુ પ્રત્યે શિષ્યનું સારું મન નહીં.) (૨૬) ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે, ‘આ અર્થ તમને યાદ નથી, આ અર્થ સંભવતો નથી' ઇત્યાદિ કહેવું તે નોસ્મરણ' આશાતના. (૨૭) ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે, “એ કથા હું તમને (સભાજનોને) પછીથી સારી રીતે સમજાવીશ' ઇત્યાદિ કહીને અથવા તે કથા પુનઃ સમજાવીને ચાલતી કથામાં વ્યાઘાત - ભંગ કરે તે “કથાછેદ' આશાતના. (૨૮) ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે, “અત્યારે તો ભિક્ષાનો સમય થયો છે', ‘સૂત્ર ભણવાનો કે ભોજનનો વખત થયો છે' ઇત્યાદિ કહી પરિષદનો ભંગ કરે કે જેથી સભાજનો પણ ઊઠી ઊઠીને ચાલવા માંડે તે ‘પરિષદ્ ભેદ' આશાતના. (૨૯) ગુરુ ધર્મોપદેશ કરી રહ્યા પછી સભા હજી ઊઠી ન હોય, તેટલામાં પોતાની ચતુરાઈ બતાવવા ગુરુએ વ્યાખ્યાનમાં કહેલી કથાનો અથવા અર્થનો વિશેષ વિસ્તાર કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org