________________
ગાથા-૪૨
૭૩૯
પણ બાહ્ય પરિવર્તન પ્રત્યે પરિણામ સમ્યક્ રહી શકે છે. આંતરિક સમતાના બળથી બાહ્યમાં હજારો પ્રતિકૂળતાઓ હોવા છતાં પણ નચિંત અને નિર્ભય રહી શકાય છે. દર્શન સમ્યક થતાં પોતાને સુરક્ષિત અનુભવી શકાય છે. ગમે તે ઘટનામાં પણ સુખશાંતિ-સલામતી અવિષુબ્ધ રહે છે. તે ચિંતિત, દુઃખી કે આકુળ-વ્યાકુળ નથી થતો. વીતેલા અનંત કાળમાં ક્યારે પણ નહીં થયેલી એવી કર્મનિર્જરા શરૂ થાય છે. આમ, સુવિચારણા દ્વારા મોક્ષમાર્ગની સમજણ મેળવવા માટે આત્મસ્વરૂપનો નિર્ણય અને નિશ્ચય કરવો એ પ્રધાન કર્તવ્ય છે.
આત્મસ્વરૂપની સમજણ વિના મોક્ષમાર્ગનો પ્રારંભ થતો નથી. તેથી જ મોક્ષમાર્ગમાં મંગળ પ્રવેશ કરાવવા માટે શ્રીમદે આત્મસ્વરૂપ સમજાવવા આત્માનાં છ પદનો બોધ આપ્યો છે. પાત્રતા વિના અને તત્ત્વ પામવાની તૈયારી વિના નિજછંદે પ્રયત્ન કરે તો છ પદની યથાર્થ સમજણ પ્રાપ્ત થતી નથી, પણ સદ્ગુરુના આશ્રય અને પોતાની પાત્રતા વડે છ પદનો યથાર્થ બોધ થાય છે. છ પદનો યથાર્થ બોધ થવાથી સ્વસ્વરૂપનું યથાર્થ પરિજ્ઞાન થાય છે અને તેનો યથાર્થ વિચાર કરવાથી અને તેની ભાવના ભાવવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, જેથી મોક્ષેચ્છુને પ્રયોજનભૂત એવાં છ પદના સિદ્ધાંતને ગુરુ-શિષ્યના સંવાદરૂપે પ્રગટ કરવાનો શ્રીમદ્ અહીં નિર્દેશ કરે છે.
શ્રીમદે અપનાવેલી સંવાદશૈલીની વિશેષતા એ છે કે જિજ્ઞાસુ જીવના મનમાં જે પ્રકારની દલીલો ઊઠવાનો સંભવ હોય તેને શિષ્યની શંકારૂપે પ્રગટ કરી, તેનું ન્યાય, યુક્તિ અને દૃષ્ટાંત વડે સચોટ સમાધાન આપી, શ્રીમદે યથાર્થ તત્ત્વનિર્ણય કરાવ્યો છે. આ ગુરુશિષ્યસંવાદનું અવલોકન કરતાં એમ જણાય છે કે શ્રીમદે આખી ચર્ચાની રજૂઆત શ્રદ્ધાપ્રધાન નહીં બનાવતાં તર્કપ્રધાન બનાવી છે, બુદ્ધિગમ્ય બનાવી છે અને શિષ્યના માધ્યમ દ્વારા વાચકની આત્મસ્વરૂપ સંબંધી જિજ્ઞાસાઓને સંતોષી છે. સુપાત્ર શિષ્યની જિજ્ઞાસાવૃત્તિ કેટલી પ્રબળ હોય, તથા જ્યારે આત્મલગની લાગે ત્યારે આત્માને સમજવા માટે તેના મનમાં કેવા કેવા પ્રશ્નો ઊઠી શકે તેનું દર્શન શ્રીમદે અપનાવેલ સંવાદશૈલીમાં થાય છે. શ્રીમની આ આગવી અસરકારક શૈલીની પ્રશંસા કરતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે –
કૃષ્ણ-અર્જુનસંવાદથી જેમ ગીતા પ્રસિદ્ધ છે, ગુરુચરણે બેસી શ્રવણ કરતા શિષ્યોના ઉપનિષપણાથી જેમ ઉપનિષદો પ્રસિદ્ધ છે, વીર-ગૌતમસંવાદથી ને ગણધરવાદથી જેમ જિનાગમાં પ્રસિદ્ધ છે, તેમ અક્ષરે અક્ષરે પરમ અમૃતમાધુરીથી ભરેલી ગુરુશિષ્ય-સંવાદશૈલીથી શ્રીમદ્ગી આ અનુપમ અમૃત કૃતિ જગપ્રસિદ્ધ છે. તર્કપ્રધાન વાદ-પ્રતિવાદની જટિલ શૈલીથી લખાયેલા દર્શનશાસ્ત્રો કરતાં આ મીઠાશભરી ગુરુશિષ્યસંવાદની વિશદ શૈલીથી લખાયેલો પરમ અનુભવ-પ્રધાન ગ્રંથ અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org