________________
૨૪૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
જોઈએ. આત્માનુભવ વિના સદ્ગુરુપદ સંભવતું નથી. આત્માનુભવ મોક્ષમાર્ગનો પાયો છે અને તેના વિના વિશુદ્ધિનું ચણતર સંભવતું નથી. જેમને પોતાની આત્મશક્તિની ઓળખાણ થઈ છે તેમને વિષયોની ઇચ્છા રહેતી નથી. પરભાવનું ઇચ્છારહિતપણું તે જ આત્મજ્ઞાનની નિશાની છે. ૨) “સમદર્શિતા' – આત્માના પ્રગાઢ પરિચયના બળે અનુકૂળ-પ્રતિકૂળ સંયોગોમાં સદ્દગુરુ નિર્લેપ રહે છે. શત્રુ-મિત્ર, માન-અપમાન, મહેલ-સ્મશાન બધામાં તેમને સમભાવ વર્તે છે. ગમે તે પ્રસંગમાં તેમને અંતરથી પ્રતિક્રિયા થતી નથી, અર્થાત્ તેમનું ચિત્ત આકુળવ્યાકુળ થયા વિના શાંત, સ્થિર, સ્વસ્થ અને પ્રસન્ન રહે છે. ૩) વિચરે ઉદયપ્રયોગ' – આત્માની પ્રતીતિ સતત વર્તતી હોવાથી સદ્ગુરુને પૂર્વકર્મના ઉદયમાં ફરિયાદ કે ફેરફાર કરવાની વૃત્તિ ઊઠતી નથી. કર્મના ઉદયને તેઓ નિઃસ્પૃહ ભાવે સ્વીકારીને સમતાપૂર્વક ભોગવી લે છે. ઉદયકર્મના વમળમાં અટવાઈને તેઓ રાગ-દ્વેષની પરિણતિમાં પરોવાઈ જતા નથી. જે સમયે જે પ્રકારનો ઉદય હોય તે સમયે તે પ્રમાણે તેઓ વર્તે છે, અર્થાત્ પૂર્વબદ્ધ કર્મના ઉદય અનુસાર તેઓ વિચરે છે. આહાર, વિહાર, નિહાર, નિદ્રાદિ ક્રિયાઓ તેઓ અન્ય જીવની જેમ જ કરતા હોવા છતાં તેમનું લક્ષ સતત આત્મા તરફ જ રહે છે. ૪) અપૂર્વ વાણી' – શિષ્યના પ્રશ્નોનું સમાધાન કરવા, પોતાને થયેલા કે થઈ રહેલા અનુભવોનું વર્ણન કરવા ઇત્યાદિ માટે રહસ્યસ્ફોટક વાણીની આવશ્યકતા છે, તેથી શિષ્યના કલ્યાણ અર્થે સગુરુનો વાણીયોગ અત્યંત બળવાન અને અસરકારક હોવો ઘટે છે. સદ્ગુરુની વાણી પૂર્વાપર અવિરુદ્ધ, અપૂર્વ ભાવોથી યુક્ત તથા અનુભવ સહિત હોવાથી આત્મસ્પર્શી હોય છે. ૫) “પરમશ્નત' - પ્રદર્શનનું તાત્પર્ય તથા અનેકાનેક શાસ્ત્રગ્રંથો રહસ્યજ્ઞાન સહિત સમજાયાં હોય, આત્મતત્ત્વની ઊંડી અનુભૂતિઓનાં રહસ્યની યથાર્થ સમજ હોય ત્યારે પરમશ્રુતપણું કહેવાય છે. વિવિધ પ્રકૃતિના જીવોના વિવિધ પ્રકારના પ્રશ્નોનો યથાર્થ ઉત્તર આપવાની શક્તિ તથા પ્રત્યેક જીવને સંતોષ આપી સત્ય માર્ગદર્શન આપવારૂપ પરમશ્રુતપણું સદ્ગમાં અવશ્ય હોવું ઘટે છે.
આમ, શ્રીમદે સદ્ગુરુનાં લક્ષણો સંક્ષિપ્તમાં છતાં અત્યંત સામર્થ્યથી અને માધુર્યથી વર્ણવી આત્માર્થી જીવને તથારૂપ લક્ષણસંપન્ન સગુરુને શોધવાની અથવા પોતાના માનેલા ગુરુમાં આ ગુણોનો આવિર્ભાવ થયો છે કે નહીં તેની ખાતરી કરવાની પ્રેરણા આપી છે, કારણ કે તથારૂપ લક્ષણોથી યુક્ત હોય એવા જ ગુરુના શરણે જવાથી જીવની અભીસિત આત્મશુદ્ધિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org