SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૧ ૪૧૩ નિર્ધ્વસપણાથી, મહામૃષાવાદથી, મહામાયાથી, કપટયુક્ત દાંભિકપણાથી, કૃતજ્ઞપણાથી, મતભેદથી, કલહાદિ ઉપજાવવારૂપ તીર્થભેદથી તેઓ એવું ઘોર કર્મ બાંધે છે કે નરકનિગોદાદિનાં દુ:ખો ભોગવતાં ભોગવતાં પણ તેમનો પાર નથી આવતો. ૧ દર્શનમોહનીયના આવા વિપુલ કર્મબંધના કારણે તેમણે ખૂબ પરિભ્રમણ કરવું પડે છે. આમ, અસદ્દગુરુ શાસ્ત્રનિરપેક્ષ વિચાર-વાણી-વર્તનને અનુસરી, વિવિધ પ્રલોભનોમાં ફસાઈને, પોતાની મતિકલ્પનાથી અયોગ્ય આચરણ કરી નિશ્ચયે મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થાય છે. પોતે તો માન ખાતર મહાલાભ ચૂકી જાય છે અને શિષ્યોને પણ સન્માર્ગનો ઉપદેશ આપતા નથી. પોતામાં તથારૂપ ગુણ અને યોગ્યતા ન હોવા છતાં લોકો તેમને નમે કે વિનય આદિ કરે તો તેને તેઓ ગ્રહણ કરે છે, તેથી તેમની સ્થિતિ ઠગ જેવી થાય છે. તેઓ તો બેવડા દેવામાં ડૂબતા જાય છે. એક તો ગુરુપદ ધારી સ્વયંના કલ્યાણનો પુરુષાર્થ કરતા નથી અને બીજું યોગ્યતા વિના શિષ્યના વિનયનો લાભ લે છે. તેમની કપટજાળમાં ફસાયેલા લોકો તેમનો વિનય કરે તો તેઓ રાજી થાય છે, તેમને વંદનનમસ્કાર મીઠાં લાગે છે, સારાં લાગે છે; પણ પરિણામે તે રખડાવનારાં છે એવો તેમને લક્ષ થતો નથી. માત્ર ખ્યાતિ પામવાથી, માન આદિ મેળવવાથી કોઈ ગુણવાન થતું નથી. ગુણવાન થવા માટે ગુણ કેળવવા પડે છે અને ગુણ વગર સંસારક્ષય થતો નથી એવું તેમને ભાન પણ થતું નથી. તેઓ શિષ્યાદિના વિનયનો લાભ લે છે એટલે સંસારસમુદ્રમાં તેમનો પાત તો નક્કી જ છે અને વળી પાછા તેઓ જ્ઞાનીઓના અવર્ણવાદ બોલી પોતાના ગળે મોટી શિલા બાંધે છે, જેથી તેઓ ઉપર આવી શકતા નથી અને સંસારસમુદ્રના તળિયે સબડ્યા કરે છે. જેઓ લોકોને ધર્મનો ઉપદેશ આપતા હોય અને દુનિયાની નજરમાં પોતાને જ્ઞાની ગણાવતા હોય, પરંતુ વિષયથી અંધ અને ઇન્દ્રિયને વશ હોય તો તેવા દંભી અનંત દુઃખસમુદ્રમાં ડૂબે તેમાં કોઈ નવાઈ નથી. જેમને ગુરુના વેષમાં વિષયકષાય જ પોષવા હોય અને પોતાનો બાહ્ય દેખાવ જાળવી રાખવા અનેક યુક્તિપ્રયુક્તિઓ જ રચવી હોય તો તેમણે નરકાદિના ભયંકર દુ:ખ માટે તૈયાર થઈ જવું જોઈએ. તેમણે ભલે શિષ્યોનો મોટો પરિવાર એકઠો કર્યો હશે કે અનેક લોકો તેમને નમન કરતા હશે; પરંતુ દુર્ગતિએ જતી વખતે એમાંથી કોઈ તેમની સાથે જશે નહીં, ૧- જુઓ : આચાર્યશ્રી શુભચંદ્રજીકૃત, ‘જ્ઞાનાર્ણવ', સર્ગ ૪, શ્લોક ૫૭ 'निस्त्रपाः कर्म कुर्वन्ति यतित्वेऽप्यतिनिन्दितम् । ततो विराध्य सन्मार्ग विशन्ति नरकोदरे ।।' ૨- જુઓ : આચાર્યશ્રી શિવકોટિજીકૃત, ‘ભગવતી આરાધના', ગાથા ૧૩૧૪ 'इंदियकसायवसिया केई ठाणाणि ताणि सव्वाणि । पाविज्जते दोसेहिं तेहिं सव्वेहिं संसत्ता ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy