________________
ગાથા-૧૭
૩૫૧
સદ્ગુરુ સમ્યકત્વપ્રાપ્તિ માટે ઉત્કૃષ્ટ નિમિત્ત છે.
સ્વકલ્યાણની વિધિનું ભાન અને સ્વસ્વરૂપનું પ્રમાણજ્ઞાન પ્રત્યક્ષ સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. જીવની દષ્ટિ ભીતરમાં વળતાં પુરુષાર્થ ખીલી ઊઠે છે. શુદ્ધ સ્વરૂપમાં કેલિ કરનાર બાહ્યભાવનિરપેક્ષ એવા સદ્ગુરુનાં ગુણાતિશયપણાથી, સમ્યક આચરણથી, પરમ જ્ઞાનથી, પરમ શાંતિથી જીવની વૃત્તિઓ પરાવર્તિત થઈ સ્વરૂપ પ્રત્યે વળે છે અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આત્માની સાધનાના પંથનો પ્રારંભ સદ્ગુરુના ચરણોમાં થાય છે. સ્વચ્છંદ અને મતાગ્રહ ટાળી જે જીવ સદ્દગુરુદેવના ઉપદેશને ચરિતાર્થ કરે છે, તે સફળતાને અવશ્ય વરે છે. દીર્ઘ કાળ પર્યત જપ, તપ, શાસ્ત્ર-વાંચનાદિ કરીને પણ જીવ જે ધ્યેયની પ્રાપ્તિ કરી નથી શકતો, તે પ્રત્યક્ષ સગુરુના એકાદ મહિમાવંત સમાગમથી કરી શકે છે. શ્રીમદ્ લખે છે –
‘પ્રત્યક્ષ સત્પરુષોનો સમાગમ ક્વચિત્ ક્વચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો જીવ સદ્દષ્ટિવાન હોય તો સત્કૃતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સપુરુષના સમાગમથી બહુ અલ્પ કાળમાં પ્રાપ્ત કરી શકે છે; કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ ક્રિયાચેષ્ટિતપણું છે. જીવને તેવો સમાગમયોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે."
પ્રત્યક્ષ સદ્દગુરુનો આવો સર્વોત્કૃષ્ટ મહિમા, સમ્યગ્દર્શનરૂપી સૂર્ય ઊગ્યા પહેલાં તેમની સન્મુખ થયેલા આત્માર્થી જીવને અંતરમાં ભાસ્યમાન થયો હોય છે. તેને સદગુરુ પ્રત્યે અત્યંત બહુમાન હોય છે. અનંત કાળના ભવભ્રમણથી તે થાક્યો હોય છે. તેને સંસાર અને તેના કારણરૂપ પરભાવથી નિવૃત્ત થવાની તથા માત્ર મોક્ષસુખ પ્રાપ્ત કરવાની જ ઇચ્છા હોય છે. તે અર્થે સ્વછંદ અને આગ્રહ તજી સદ્ગુરુના લક્ષે વર્તવાનો માર્ગ જ સાચો છે અને તે માર્ગની આરાધના વિના બીજા કોઈ પણ માર્ગે મોક્ષ સંભવી શકતો નથી એમ તેના અંતરમાં નિર્ણય થયો હોય છે. પૂર્વકાળમાં સ્વચ્છેદ અને મિથ્યાગ્રહના કારણે જે પરિભ્રમણ થયું છે અને તેનું પરિણામ કેવું દુઃખદાયક આવ્યું છે તેની જાણકારી થવાથી તે હવે સજાગ રહે છે.
સ્વચ્છંદી જીવને સત્સંગનું અપૂર્વ માહાભ્ય લાગતું નથી. તે પોતાની માન્યતા સત્સંગમાં પણ સાથે લઈને જતો હોવાના કારણે સદગુરુના સાનિધ્યમાં પણ, હું કંઈ મેળવવા માટે જાઉં છું' એવા નમ્ર ભાવને બદલે હું જાણું છું, મને બધું આવડે છે' એવું અભિમાન રાખે છે. તે પોતાના દોષ અપક્ષપાતપણે જોઈ શકતો નથી. સદ્ગુરુની આજ્ઞા અનુસરતી વખતે આ સ્વછંદ આડો આવે છે. સદ્ગુરુની આજ્ઞામાં રહે તો જીવ બચેલો રહે, પરંતુ સ્વચ્છંદના કારણે આજ્ઞા ચૂકી જવાથી વૃત્તિઓ છેતરી જાય છે અને ૧- શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૧૮ (પત્રાંક-૮૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org