________________
૩૫૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
કહેવામાં આવે છે અને વિકલ્પોનો અભાવ થઈ પોતાના શુદ્ધાત્માની અનુભૂતિ થવી તેને નિશ્ચય સમકિત કહેવામાં આવે છે. નિશ્ચય સમકિત પ્રગટ થવાની પૂર્વે વ્યવહાર સમકિત અવશ્ય હાજર હોવાથી તેને નિશ્ચય સમકિતનું કારણ ગણવામાં આવે છે. પ્રસ્તુત ગાથામાં આ અપેક્ષાએ જ સદ્ગુરુના લક્ષે થતી વર્તનાને સમકિત કહ્યું છે. સદ્ગુરુ પ્રત્યેનાં શ્રદ્ધા-અર્પણતારૂપ પરિણામ જો કે પરમાર્થ સમકિત નથી, વ્યવહાર સમકિત છે, તોપણ આ સમકિત પરમાર્થ અનુભવરૂપ નિશ્ચય સમકિતનું પ્રત્યક્ષ કારણ થાય છે, માટે કારણમાં કાર્યના ઉપચારથી કેવળસંપન્ન શ્રી વીતરાગ ભગવાને તેને સમકિત કહ્યું છે.
-
સંસારમાં મનુષ્યપણું મળવું દુર્લભ છે. મનુષ્યભવ અનંત કાળમાં ક્યારેક વિશેષાર્થ જ પ્રાપ્ત થાય છે, પરંતુ સમ્યગ્દર્શન તો એનાથી પણ અનંતગણું દુર્લભ છે. જો કે જીવને મનુષ્યપણું અનંત વાર મળ્યું છે, પણ સમ્યગ્દર્શન તો પૂર્વે કદી પ્રાપ્ત થયું નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના માનવભવનું સાર્થકપણું નથી. સમ્યગ્દર્શન એ મોક્ષમાર્ગનું પ્રથમ પગથિયું છે. તે મોક્ષમાર્ગનું સર્વતોમુખી અંગ છે. તેના સિવાય જ્ઞાન કે ચારિત્ર અકાર્યકારી છે. માટે મનુષ્યભવ કરતાં પણ અનંતગણા દુર્લભ એવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે પુરુષાર્થ કરવો એ જ આ દુર્લભ મનુષ્યભવનું મહાકર્તવ્ય છે. મનુષ્યપણું પામીને પણ જીવ ફરી સંસારમાં રખડે છે, પણ જો તે એક વાર સમ્યગ્દર્શન પામે તો તેનો મોક્ષ અવશ્ય થાય છે. શ્રીમદ્ કહે છે
‘સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી વધારેમાં વધારે પંદર ભવની અંદર મુક્તિ છે, અને જો ત્યાંથી તે પડે છે તો અર્ધપુદ્ગલપરાવર્તનકાળ ગણાય. અર્ધપુદ્ગલપરાવર્તનકાળ ગણાય તોપણ તે સાદિસાંતના ભાંગામાં આવી જાય છે, એ વાત નિઃશંક છે.'૨
શુદ્ધાત્માની અનુભવ સહિતની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. તે પ્રાપ્ત કરવાનાં નિમિત્તોમાં અંતરંગ નિમિત્ત મિથ્યાત્વાદિ પ્રકૃતિઓનો ઉપશમ, ક્ષયોપશમ ક્ષય છે અને બાહ્ય નિમિત્તોમાં પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ, સત્ત્શાસ્ત્રનું વાંચન-શ્રવણ આદિ છે. આવાં નિમિત્તો મળતાં જો જીવ પોતાનાં પરિણામને આત્માની સન્મુખ કરે તો તેને શુદ્ધાત્માનુભૂતિરૂપ સમ્યગ્દર્શન થાય છે. સર્વ બાહ્ય નિમિત્તોમાં પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ એ પ્રધાન નિમિત્ત છે. સમ્યક્ત્વપણે પરિણમીને જેમણે દર્શનમોહનો ક્ષય કર્યો છે એવા ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘દર્શનપાહુડ', ગાથા ૨૧
' एवं जिणपण्णत्तं दंसणरयणं धरेह भावेण 1 सारं गुणरयणत्तय सोवाणं पढम मोक्खस्स ।।'
૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૪૨ (વ્યાખ્યાનસાર-૧, ૬૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org