________________
ગાથા-૪)
૭૧૩ જ્ઞાનસાગર છું, ચૈતન્યનો ફુવારો છું, સત્-ચિતુ-આનંદમય છું; પછી બીજાનું મારે શું કામ?' આવી રીતે નિજસ્વરૂપનો નિર્ણય કરીને પરિણતિ અન્ય વિકારી ભાવો તરફથી પાછી ફરી જાય છે - જુદી પડી જાય છે.
આત્માર્થી પોતાના હૃદયમાં સ્વ-પરનું ભેદજ્ઞાન સતત ઘૂંટ્યા કરે છે. પ્રત્યેક કાર્ય વખતે તથા પ્રસંગ વખતે ચૈતન્યરસનો મહિમા અંદર ઘોળાયા કરતો હોવાથી તેની અસર બાહ્ય પ્રવૃત્તિમાં પણ જણાવા માંડે છે. વ્યવહાર પ્રસંગથી અલગ રહી, અંતરમાં જ્ઞાન અને રાગની ભિન્નતાને અનુભવવાનો તે વારંવાર પ્રયત્ન કરે છે. હર્ષ-શોકના બાહ્ય પ્રસંગોમાં પહેલાં તીવ્ર ગતિએ જોડાઈ જતી વૃત્તિઓ હવે શમવા માંડે છે. ચિંતનની દિશા વારંવાર ચૈતન્ય તરફ વળ્યા કરે છે, તેથી બાહ્ય પ્રવૃત્તિમાં તેનું ચિત્ત ઉદાસ બનતું જાય છે - જાણે ખોવાયેલું રહ્યા કરે છે. કશામાં તે રસપૂર્વક જોડાઈ શકતો નથી.
આમ, પ્રાપ્ત થયેલ બોધનું સતત રટણ અને ઘોલન કરવાથી તેને સુખદાયક સુવિચારદશાની પ્રાપ્તિ થાય છે. પૂર્વે તેને અનેક વાર સનું શ્રવણ કરવાનો અવસર મળવા છતાં, તેનું માહામ્ય ન હોવાના કારણે અથવા તો અલ્પ કે નહીંવત્ પુરુષાર્થને કારણે તે અટકી ગયો હતો. પરની પરીક્ષામાં તથા પરની પ્રાપ્તિની કળાઓમાં પ્રવીણ બની, તેણે તેમાં જ પોતાનો સર્વ કાળ વેડફડ્યો હતો, પરંતુ સુવિચારણા કે જે દ્વારા શુદ્ધ આત્મસ્વભાવની પ્રાપ્તિ થાય તેવો પુરુષાર્થ કર્યો ન હતો. હવે બોધની સતત વિચારણા કરવાથી ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાની પ્રાપ્તિ થતી જાય છે. સુવિચારણા તેના અનાદિથી ચાલતા સર્વ દુઃખોના દાતા એવા ભવચક્રને સર્વ દુઃખોના છેદક એવા મોક્ષચક્રમાં પરિવર્તિત કરે છે. અગ્નિ જેમ ઘાસના મોટા ઢગલાને તુરંત બાળીને રાખ કરી દે છે, તેમ આત્મપ્રાપ્તિમાં વિશ્વરૂપ કર્મના ગંજને સુવિચારણારૂપી અગ્નિ અલ્પ કાળમાં બાળીને ભસ્મ કરી દે છે. માટે આત્મપ્રાપ્તિ અર્થે અખંડ ધારાએ સુવિચારણાનો અભ્યાસ કર્તવ્ય છે. શ્રીમદ્ લખે છે –
‘ફરી ફરી સત્સંગ, સશાસ્ત્ર અને પોતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે.”
સદ્ગુરુના બોધનો વિચાર, તેનું જ સ્મરણ, તે સ્મરણની નિરંતરતા અને તેથી અન્ય ભાવનું વિસ્મરણ થતાં આત્માર્થીની. વૃત્તિ ચૈતન્યસત્તામાં સ્થિર થાય છે. આત્માથી જીવ ભેદજ્ઞાનના અભ્યાસ વડે વારંવાર પોતાના નિર્ણયને ઘૂંટે છે. જેમ તેજાબ વડે કંચન અને કથીરને જુદાં કરવામાં આવે છે, તેમ આત્માર્થી જીવ ભેદજ્ઞાન વડે દેહ, કર્મ અને રાગાદિ ભાવોને સ્વસ્વરૂપથી જુદાં જાણે છે. આ ભેદજ્ઞાનની સહાયથી કર્મો ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૫૩ (પત્રાંક-પ૭૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org