________________
૨૮૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
શ્રી સદ્ગુરુ જીવને સમજાવે છે કે જેમણે શુદ્ધ આત્મસ્વરૂપને લક્ષમાં લીધું છે તેઓ કેવળજ્ઞાનને પામી ન્યાલ થઈ ગયા છે અને જેઓ શુદ્ધજ્ઞાયકભાવરૂપ આત્માને લક્ષમાં લેતા નથી, અનુભવતા નથી, તેઓ શુદ્ધ આત્માની સમજણના અભાવે સંસારમાં રખડે છે. જિન ભગવાન સિદ્ધ ભગવાન જેવો જ પૂર્ણ જ્ઞાન અને અખંડ આનંદરૂપ આત્મવૈભવ પ્રત્યેક જીવમાં છે. પ્રત્યેક જીવ કેવળજ્ઞાનની શક્તિવાળો છે. જિનમાં તે કેવળજ્ઞાન વ્યક્તિરૂપે રહેલું છે અને સંસારી જીવોમાં તે શક્તિરૂપે રહેલું છે. વિહરમાન જિન ભગવાનનાં જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મ સર્વથા નાશ પામ્યાં હોવાથી અને સિદ્ધદશાને પામેલા જિન ભગવાનનાં સર્વ કર્મો નાશ પામ્યાં હોવાથી તેમનામાં અનંત ગુણ પ્રગટ્યા છે, જ્યારે સંસારમાં રહેલા સર્વ છદ્મસ્થ આત્માઓમાં તે ગુણો મોહનીયાદિ કર્મોના કારણે અપ્રગટરૂપે છે; જો કે તેમનામાં તે ગુણો પ્રગટ કરવાની શક્તિ તો છે જ. તેથી જિનમાં અને જીવમાં વ્યક્તિ-શક્તિ અપેક્ષાએ ભેદ છે, પણ મૂળ સ્વરૂપની અપેક્ષાએ કોઈ ભેદ નથી. જીવનું સ્વરૂપ જિનના સ્વરૂપ કરતાં જરા પણ ઊતરતું નથી, જરા પણ ન્યૂન નથી. પર્યાયમાં રાગ-દ્વેષ અને ન્યૂન જ્ઞાન જોઈને અજ્ઞાની પોતાને હીન માને છે, પરંતુ તેના આત્મામાં પણ તે અનંત ગુણનાં નિધાન પરિપૂર્ણ છે. શ્રીમદ્ લખે છે
-
‘જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધનયની દૃષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તો આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે; અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણસહિત છે, અને એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે.’૧
જિન ભગવાનની વર્તમાન અવસ્થામાં અને જીવની વર્તમાન અવસ્થામાં ભિન્નતા હોવા છતાં આત્માના મૂળ સ્વભાવની અભિન્નતાનું શ્રી સદ્ગુરુ ભાન કરાવે છે અને જીવને અંતર્મુખ થઈને નિજાત્માના વૈભવને જોવા માટે પ્રેરણા આપે છે. આત્માના ત્રિકાળી જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને આત્માના શુદ્ધ સ્વરૂપ ઉપર દૃષ્ટિનું ત્રાટક કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, અતીન્દ્રિય આનંદનો લાભ થાય છે. સંસારી અવસ્થામાં પણ આત્મામાં જિન થવાની શક્તિ વિદ્યમાન છે અને તેને ઓળખીને સ્વભાવસન્મુખ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૭૧ (આંક-૭૫૩, ૧)
સરખાવો : આચાર્યશ્રી યોગીન્દ્વદેવકૃત, પરમાત્મપ્રકાશ', અધિકાર ૨, ગાથા ૧૯૭ 'जो जिणु केवल - णाणमउ परमाणंद-सहाउ
I
सो परमप्पउ परम-परु सो जिय अप्प - सहाउ ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org