________________
ગાથા-૭
૧૯૫
તેઓ સ્વચ્છંદમાં પ્રવર્તે છે. તેઓ શુભોપયોગને છોડી શુદ્ધોપયોગમાં પ્રવર્તે તો તો ભલું જ છે, પરંતુ તેઓ તો શુભોપયોગને છોડી વિષયાદિ અશુભોપયોગમાં પ્રવર્તે છે અને વળી વાતો એમ કરે છે કે “અમારાં પરિણામ તો શુદ્ધ છે, બાહ્ય ત્યાગ કરવા કે ન કરવાથી ફરક પડતો નથી.' જો તેમની વિષયસેવનાદિ ક્રિયા તેમનાં વિભાવપરિણામ વિના સ્વયં થતી હોત તો તેમની આ વાત સત્ય ઠરત, પરંતુ તે વિષયસેવનાદિ ક્રિયા તો તેઓ વિભાવપરિણામ વડે કરે છે, તો તેમનાં પરિણામ શુદ્ધ કેવી રીતે કહેવાય? તેમની વિષયસેવનાદિ ક્રિયા પરિણામ વગર કેવી રીતે સંભવે? એ ક્રિયા તો પોતે ઉદ્યમી થઈને કરે છે અને પોતાનાં પરિણામને શુદ્ધ માને છે. તેમની આવી માન્યતાથી તો તેમનાં પરિણામ અશુદ્ધ જ રહેશે. ત્યાગાદિ શુભોપયોગથી કષાય મંદ થાય છે અને વિષયસેવનાદિ અશુભોપયોગથી તે તીવ્ર થાય છે; તો મંદ કષાયનાં કાર્યો છોડી તીવ્ર કષાયનાં કાર્યો કરવાં એ તો કડવી વસ્તુ ખાવા માટે અણગમો બતાવવો અને વિષ ખાવા તૈયાર થવા જેવી અજ્ઞાનતા છે.
ત્યાગ-વૈરાગ્યાદિ શુભ પ્રવૃત્તિ ન કરવા માટે તેઓ “આત્મજ્ઞાન વિના ત્યાગવૈરાગ્યાદિ વૃથા છે' આદિ કથનોનું અવલંબન લે છે. પરંતુ તેઓ સમજતા નથી કે જ્ઞાનીઓ દ્વારા બાહ્ય ત્યાગાદિનો નિષેધ હોઈ શકે જ નહીં, કારણ કે અંતરંગ ત્યાગાદિ માટે બાહ્ય ત્યાગાદિ ઉપકારી છે. ખરેખર તો તેમને સાચી રુચિ જ પ્રગટી નથી. હું પૂર્ણાનંદ પરમાત્મા છું' એમ બોલવા છતાં અંતરથી તેમને સાચા સુખની રુચિ જ નથી. શાસ્ત્રોમાં આવે કે “આત્મામાં સુખ છે', તેથી તેઓ તેને શબ્દોથી માન્ય રાખે છે, પણ અંતરથી નહીં. અંતરથી તો તેમને સસુખની પ્રતીતિ જ થઈ નથી અને તેથી તો તેઓ સુખી થવા માટે ઇન્દ્રિયવિષયોના ભોગોપભોગ પાછળ દોડે છે. તેમણે ભલે બુદ્ધિમાં અને વાણીમાં આત્માને વસાવી લીધો છે, પણ તેમની એકતા તો દેહ સાથે જ છે. તેથી જ દેહનાં વિષયસેવનાદિ કાર્યોમાં તેમને ઉત્સાહ હોય છે અને આત્મહિતકારી ત્યાગ-વૈરાગ્યાદિ કાર્યોમાં તેમની શિથિલતા સ્પષ્ટ દેખાઈ આવે છે. જીવે જો આત્મકલ્યાણ કરવું હોય તો ત્યાગ-વૈરાગ્યમાં અવશ્ય પ્રવર્તવા યોગ્ય છે. શ્રીમદ્ પ્રકાશે છે –
અંતર્મુખદષ્ટિ જે પુરુષોની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે, કેમકે અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોનો સંગ છે, તે કંઈ પણ દષ્ટિને આકર્ષે એવો ભય રાખવા યોગ્ય છે. આવી ભૂમિકામાં આ પ્રકારે ભલામણ ઘટે છે, એમ છે તો પછી વિચારદશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય, તોપણ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે મુમુક્ષ જીવે છે જે પ્રકારે પરઅધ્યાસ થવા યોગ્ય પદાર્થોદિનો ત્યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરવો ઘટે. જોકે આરંભપરિગ્રહનો ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org