________________
૧૯૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અંતર્મુખવૃત્તિનો હેતુ હોવાથી વારંવાર તેનો ત્યાગ ઉપદેશ્યો છે.
જેને સ્વરૂપનો અભ્યાસ કરવો છે અને રાગાદિ વિકારભાવો છોડવા છે, તેણે પ્રાથમિક ભૂમિકામાં છે તે ભાવો ઉત્પન્ન થવામાં સહાયકારી એવાં નિમિત્તોનો ત્યાગ કરવો આવશ્યક બની જાય છે. જીવ સામાન્યતઃ નિમિત્તાધીન છે. નિમિત્તના પરિચયમાં આવતાં તથારૂપ સંસ્કારના ઉદયવશ નિમિત્તમાં જોડાઈ જવાનું બનતું હોવાથી, આત્મભાવની સાધના માટે બાહ્ય ત્યાગાદિ મહત્ત્વનાં સાધન છે. યદ્યપિ બાહ્ય ત્યાગ કરવા માત્રથી તે પ્રત્યેની આસક્તિનો નાશ થઈ જ જાય છે એમ નથી, પરંતુ બાહ્ય ત્યાગ કરવાથી તથારૂપ નિમિત્તથી દૂર રહેવાનું બનતું હોવાથી, તેના અપરિચયથી, તેના અનભ્યાસથી તે વૃત્તિઓ ઉપશમ પામે છે, અનુક્રમે ક્ષય થાય છે.
જેમ કોઈ બળવાન છતાં ગફલતમાં રહેલા રાજાના રાજ્ય ઉપર બીજો રાજા અચાનક ચડી આવે, એ વખતે રાજાની પાસે લડવા માટે સામગ્રી તૈયાર ન હોવાથી પોતાનો બચાવ કરવા ખાતર તે રાજા પોતાના રાજ્યના દરવાજા બંધ કરે છે અને અંદરખાનેથી તેટલા વખતમાં બધી તૈયારી કરે છે. શત્રુને હઠાવવાની શક્તિ મેળવીને પછી તે રાજા પોતાના શત્રુ ઉપર એકીવખતે હલ્લો કરે છે અને શત્રુને હરાવે છે. આ દૃષ્ટાંત અનુસાર વિચારવામાં આવે તો આત્મા પાસે ઉપશમભાવનું બળ ન હોવાથી મોહશત્રુની ચડાઈ વખતે જીવ જો અશુભ નિમિત્તોથી નિવૃત્તિ લે તો રાગ-દ્વેષ આદિને પ્રગટ થવાનાં કારણોનો અપરિચય થાય અને તે નિમિત્તોના અભાવમાં જીવ આત્મબળ વધારી શકે. આ બાહ્ય ત્યાગાદિ કરવાં તે મોહશત્રુની સામે કિલ્લો બંધ કરવા જેવું છે. કિલ્લો બંધ કરવાથી કાંઈ શત્રુ ચાલ્યો જતો નથી કે શત્રુનો નાશ થતો નથી, તેની સામે ખુલ્લી લડાઈ તો કરવી જ પડવાની છે, પણ તેટલા વખતમાં અશુભ નિમિત્તોના અભાવે મોહનો ઉપદ્રવ જીવને ઓછો થાય છે અને તે વખતમાં રાજા જેમ લડાઈની સામગ્રી મેળવે છે, તેમ જીવ વ્રત, તપ, જપાદિથી ઉપશમભાવનું બળ મેળવે છે. આ એકઠા કરેલા બળ દ્વારા જીવ કર્મના ઉદયને નિષ્ફળ બનાવે છે.
મોક્ષમાર્ગે આ રીતે બાહ્ય ત્યાગાદિ ઉપકારી છે. બાહ્ય ત્યાગાદિના અભાવમાં અર્થાત્ અશુભ નિમિત્તોના પરિચયમાં નિમિત્તાધીન વૃત્તિના કારણે મને સંકલ્પ-વિકલ્પમાં પ્રવૃત્ત થાય છે. કુવૃત્તિઓની પ્રબળતા હોય ત્યાં ચિત્તસ્થિરતા સંભવતી નથી. ક્લેશિત ચિત્ત શુદ્ધાત્માનું ચિંતન યથાર્થપણે કરી શકતું નથી. તેથી સૌ પ્રથમ ચિત્તને શાંત અને નિર્મળ બનાવવું આવશ્યક બને છે, જે પરપરિચયના ત્યાગથી સરળતાથી કરી શકાય છે. નિર્મળ ચિત્ત સ્વરૂપાનુસંધાનના અભ્યાસમાં એકાગ્રતા સાધી શકે છે અને પરિણામે તેનો લય થાય છે, અર્થાત્ નિર્વિકલ્પ સ્વસંવેદન પ્રગટે છે. આમ, વ્યક્તિ, ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૮૬ (પત્રાંક-૬૫૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org