SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પરવસ્તુઓના અપરિચય દ્વારા પરદ્રવ્યમાં વર્તતું તાદાભ્યપણું નિવૃત્ત થાય ત્યારે નિજ જ્ઞાન પ્રગટે છે. બાહ્ય પદાર્થોના ત્યાગથી તે તે વસ્તુનું તુચ્છપણું વિચારવાનો અવકાશ પ્રાપ્ત થાય છે અને જીવનું વિચારબળ અને સંયમબળ દૃઢ બને છે. વિચાર અને સંયમનાં બળ વડે પદાર્થો પ્રત્યેનો આસક્તિભાવ ક્રમશઃ ઘટવાથી ત્યાગ-વૈરાગ્યની બળવત્તરતા વધે છે. ત્યાગ-વૈરાગ્યમાં વૃદ્ધિ થતાં ચિત્ત નિર્મળ અને શુદ્ધ થાય છે, ચંચળતા ઓછી થાય છે, જેથી મન શાંત, સ્થિર અને એકાગ્ર થતું જાય છે. ચિત્તની આવી શાંત અવસ્થામાં આત્મતત્ત્વનો અભ્યાસ સુદઢ થતો જાય છે. આત્મતત્ત્વના આ અભ્યાસના બળે આત્મસ્વભાવરૂપ ધર્મની સાધના થતાં થતાં પરભાવમાંથી મન નિવૃત્ત થઈ કોઈક ધન્ય પળે આત્માનો અનુભવ થાય છે અને ક્રમશઃ પરમપદની પ્રાપ્તિ થાય છે. આમ, આત્મલક્ષપૂર્વક ત્યાગ-વૈરાગ્યાદિનું સેવન પરમાર્થપ્રાપ્તિનું કારણ બને છે. આથી આત્માર્થી જીવનું વલણ ત્યાગ-વૈરાગ્ય તરફ ઢળેલું રહે છે. ચિત્તમાં ત્યાગવૈરાગ્યનું માહાભ્ય વસ્યું હોવાથી તેની વૃત્તિ ત્યાગ-વૈરાગ્ય તરફ અધિક રહે છે. તે આરંભ-પરિગ્રહને વશ થઈને સ્વકાર્યને ચૂકતો નથી. તેને સંસારનાં કાર્યો ઉપાધિમય લાગે છે, તેથી તેમાં રુચિ રહેતી નથી અને દિન-પ્રતિદિન તે કાર્યોથી નિવૃત્ત થવાની જા ભાવના રહે છે. સ્વપ્રયોજનમાં જ તેને રસ રહે છે. વિભાવનો વેગ ઘટતો જાય છે અને તેમાં નીરસપણું વધતું જાય છે, તેથી તેનું સંસારબળ ઘટતું જાય છે અને ત્યાગવૈરાગ્યનું બળ વધતું જાય છે. બીજી બાજુ જેના ચિત્તમાં ત્યાગ-વૈરાગ્યના ભાવો નથી, જે બાહ્ય ત્યાગની ઉપેક્ષા કરે છે અને પોતાને પરમવૈરાગી ગણાવે છે, તેને તથારૂપ પરિણમન ન હોવાથી આત્મજ્ઞાન થતું નથી. કથનમાં આત્માની મોટી મોટી વાતો કરવા છતાં તેના ચિત્તમાં ત્યાગ-વૈરાગ્ય પ્રગટતાં નથી. વિષયાસક્તિ છોડ્યા વિના જ્ઞાનની કોરી વાતોથી કલ્યાણ થતું નથી. ત્યાગ-વૈરાગ્યની વૃત્તિ વગર શાસ્ત્રાભ્યાસ કરવાથી આત્મસ્વરૂપનું ચિંતન કલ્પનારૂપ થાય છે. શ્રીમદ્ પ્રકાશે છે કે – જીવમાં જેમ ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમ ગુણ પ્રગટે, ઉદય પામે તે પ્રકાર લક્ષમાં રાખવાના ખબર લખ્યા તે પત્ર પ્રાપ્ત થયું છે. એ ગુણો જ્યાં સુધી જીવને વિષે સ્થિરતા પામશે નહીં ત્યાં સુધી આત્મસ્વરૂપનો વિશેષ વિચાર જીવથી યથાર્થપણે થવો કઠણ છે. આત્મા રૂપી છે, અરૂપી છે એ આદિ વિકલ્પ તે પ્રથમમાં જે વિચારાય છે તે કલ્પના જેવા છે. જીવ કંઈક પણ ગુણ પામીને જો શીતળ થાય તો પછી તેને વિશેષ વિચાર કર્તવ્ય છે.” શુષ્કજ્ઞાનીઓ માને છે કે તપ-ત્યાગની કંઈ જરૂર નથી, તે તો વૃથા ક્લેશ છે અને બંધનાં કારણ છે. બાહ્ય ત્યાગાદિને શુભોપયોગ જાણી, તેને એકાંતે હેય માની ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૧૫-૪૧૬ (પત્રાંક-૫૧૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy