________________
૬૯૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન આમ, “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અને પ્રાણીદયા જીવમાં સ્થિરતા પામે છે ત્યારે જ તેને આત્મલક્ષ બંધાય છે અને તે જીવ આત્મવિકાસની અલૌકિક શ્રેણી પામી શકે છે. મુમુક્ષુતા ઉત્પન્ન થઈ હોય તો જ સાચી તત્ત્વજિજ્ઞાસા, ગવેષણા, વિચારણા થાય અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય. જીવ આત્માર્થીપણારૂપ કારણ આપે તો જ મોક્ષમાર્ગની પ્રાપ્તિરૂપ કાર્ય થાય. વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે જીવ કારણ આપે તો જ કાર્ય થાય. વિશ્વમાં સર્વત્ર કાર્ય-કારણની વ્યવસ્થા પ્રવર્તી રહી છે. જ્યાં જ્યાં કાર્ય થાય છે, ત્યાં ત્યાં કારણની એક ચોક્કસ વ્યવસ્થા હોય જ છે. જીવ જેવું કારણ આપે છે એવું જ કાર્ય થાય છે. જેમ દાળમાં મીઠું નાખવામાં આવે તો તેમાં ખારાશ આવે છે, તેમ જેવું કારણ આપો તેવું કાર્ય થાય છે. કારણ આપવામાં ન આવે અને કાર્ય થાય એવું સંભવ નથી. તે જ ન્યાયે જીવ આત્માર્થીપણારૂપ કારણ આપે તો મોક્ષમાર્ગની પ્રાપ્તિરૂપ કાર્ય થાય છે. જીવ જો આત્માર્થીપણું પ્રગટાવે નહીં તથા ધાર્મિક ક્રિયા, શાસ્ત્રવાંચન આદિ કરીને મિથ્યા સંતોષથી અટકી જાય અને તે એમ માને કે ધર્મ થઈ ગયો, તો તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે. તેથી જીવે સાવધ રહેવું ઘટે છે કે બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિમાત્રથી તૃપ્ત થઈ અટકી જવાનું નથી, પરંતુ આત્માર્થીપણાની પ્રાપ્તિના કાર્યમાં આગળ વધતા રહેવાનું છે. જીવ જો પુરુષાર્થ કરીને કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષની અભિલાષા, ભવનો ખેદ અને પ્રાણીદયા પ્રગટાવી આત્માર્થીપણું પ્રાપ્ત કરે તો તેને અવશ્ય મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. પરંતુ જો તેનામાં આત્માર્થીપણું ન પ્રગટે તો તે મોક્ષમાર્ગને પામી શકે નહીં. શ્રી કાનજીસ્વામી કહે છે –
જ્યાં લગી આગળ કહી તેવી સત્પાત્ર દશા પામે નહિ, ત્યાં લગી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અકષાયભાવને લાયક ન થાય. આગળ કહી તેવી પાત્રતાનું વીર્ય પણ જેનામાં નથી તેને નિર્મળ આત્માની વાત અંતરમાં પરિણામ પામે નહિ અને ત્યાં સુધી આત્મભ્રમણારૂપ અંતરરોગ ન મટે.”
- સત્પાત્રદશા પ્રગટ્યા વિના જીવનો આત્મબ્રાંતિરૂપ અંતરરોગ મટતો નથી. આત્મભ્રાંતિ એ જીવનાં સર્વ દુઃખોનો આધાર છે. પોતાનું જ સ્વરૂપ છે એનું જ્ઞાન-ભાન ન હોવાથી જીવ સુખ, શાંતિ અને સલામતી માટે પરમાં ફેરફાર કરવાના પ્રયત્નો કરે છે. તેને પરમાં અહં-મમબુદ્ધિ હોવાથી પોતાની ઇષ્ટ-અનિષ્ટ કલ્પનાનુસાર તે ક્ષણે ક્ષણે પરમાં પરિવર્તન લાવવા માંગે છે. તે પરદ્રવ્યને પોતાને આધીન કરવાની ચેષ્ટા કરે છે, પરંતુ વાસ્તવમાં તે પરદ્રવ્યના પરિણમનનો કર્તા બની શકતો નથી. બન્ને દ્રવ્ય ત્રિકાળ જુદાં જ છે. દ્રવ્યસ્વભાવ જ એવો છે કે પરદ્રવ્યના પરિણમનપ્રવાહમાં જીવ કોઈ ફેરફાર ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org