SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧ ૧૧૩ થાઓ. મહાદુર્લભ એવો આ મનુષ્યદેહ મળ્યો છે, આત્મસાધના માટેનાં સાનુકૂળ નિમિત્તો પુણ્યરાશિના ફળ પ્રાપ્ત થયાં છે, તો એને સાર્થક કરી સ્વયં કૃતકૃત્ય થાઉં. હવે સાવધ થઈ, મળેલ અનુપમ અવસરનો સદુપયોગ કરી જન્મ-મ૨ણની ઘટ-માળનો અંત આણું.' વિશાળ ક્ષિતિજોને સર કરતું તેનું ચિંતન સાચા સુખને પામવાનો પંથ શોધવા સંનિષ્ઠ પ્રયત્ન કરે છે, સુખનાં તથા દુ:ખનાં મૂળભૂત ઉત્પત્તિસ્થાનો સમજવા હવે તે શોધ આદરે છે અને બધેથી રઝળીને થાકેલી તેની પુખ્ત વિચારણા અંતે સ્વ તરફ વળે છે. આ છે વામનનું સ્વસ્વરૂપ પ્રત્યેનું પ્રથમ વિરાટ પગલું. સ્વ અંગેની સુવિચારણાના પ્રારંભરૂપે એ વિચારે છે કે હું એટલે શું? હું કોણ છું?' ઉત્તરની ગવેષણા અંતરમંથનપૂર્વક ચાલુ રહે છે. પૂર્વના પ્રબળ આરાધક જીવને જ આ પ્રશ્નનો ઉત્તર વહેલે-મોડે, અન્યના આલંબનરહિત, અંતરની નિર્મળતામાંથી સાંપડે છે, જ્યારે શેષ સર્વને તો અવલંબનની આવશ્યકતા રહે છે. જીવને સમજાય છે કે નિજસ્વરૂપ અંગેના પ્રશ્નનો ઉત્તર જાતે શોધી કાઢવાની ક્ષમતા તે ધરાવતો નથી, તેથી જેમને એ પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે અને પરિણામે જેઓ સાચા, શાશ્વત, સ્વાધીન સુખના સ્વામી બન્યા છે, તેમનું સર્વાર્પણતાપૂર્વકનું શરણ એ એક જ તરણોપાય છે. તેમના બોધનો આશ્રય પોતા માટે અત્યંત આવશ્યક છે. શ્રીમદ્દ લખે છે – આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઇચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણ છે; પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે.” જેમને ત્યાં કલ્પવૃક્ષ ચાકર છે, ચિંતામણિ દાસ છે અને કામધેનુ દાસી છે; દેહાધ્યાસથી સર્વથા મુક્ત, સર્વોત્કૃષ્ટ મંગલમય આત્મધર્મ પ્રત્યે જેમના શરણથી અલ્પ પ્રયાસે વળી શકાય છે; જેમની અચિંત્ય શક્તિના નિરીક્ષણમાત્રથી દેહ અને આત્મા વચ્ચેના ભેદજ્ઞાનરૂપ વિવેકબુદ્ધિનો સુલભતાથી ઉદય થાય છે અને અંતે જેમની અનન્ય કૃપાના બળે જન્મ-મરણાદિ સર્વ દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ નિજસ્વરૂપમાં પૂર્ણપણે, અખંડપણે લીન થઈ શકાય છે - એવા સદગુરુને પોતાનું કહેવાતું સર્વ સમર્પણ કરવામાં આવે તો અવશ્ય જીવનું કલ્યાણ થાય છે. સાધકના જીવનમાં થયેલ શ્રી સદ્દગુરુનો આ ભવ્ય પ્રવેશ તે ભવ્યને ભવસાગર પાર કરવાની ક્ષમતા બક્ષે છે. શ્રીગુરુ શિષ્યને સ્વરૂપ પ્રાપ્તિ અર્થે ભૂમિકાનુસાર વિવિધ સત્સાધનો દર્શાવી, તેના ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૨૬૯ (પત્રાંક-૨૧૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy