________________
૧૭૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તથારૂપ કંઈ ક્ષીણપણું થતું નથી તેમાં તમે મોક્ષમાર્ગનો દુરાગ્રહ રાખો નહીં, એમ ક્રિયાજડને કહ્યું; અને જે શુષ્કજ્ઞાનીઓ ત્યાગવૈરાગ્યાદિ રહિત છે, માત્ર વાચાજ્ઞાની છે તેને એમ કહ્યું કે વૈરાગ્યાદિ સાધન છે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે, કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તમે વૈરાગ્યાદિ પણ પામ્યા નથી, તો આત્મજ્ઞાન ક્યાંથી પામ્યા હો તે કંઈક આત્મામાં વિચારો. સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂર્છાનું અધત્વ, ભોગમાં અનાસક્તિ, તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી; અને આત્મજ્ઞાન પામ્ય તો તે ગુણો અત્યંત દઢ થાય છે, કેમકે આત્મજ્ઞાનરૂપ મૂળ તેને પ્રાપ્ત થયું. તેને બદલે તમે આત્મજ્ઞાન અમને છે એમ માનો છો અને આત્મામાં તો ભોગાદિ કામનાની અગ્નિ બળ્યા કરે છે, પૂજાસત્કારાદિની કામના વારંવાર સ્કુરાયમાન થાય છે, સહજ અશાતાએ બહુ આકુળ-વ્યાકુળતા થઈ જાય છે, તે કેમ લક્ષમાં આવતાં નથી કે આ આત્મજ્ઞાનનાં લક્ષણો નહીં! “માત્ર માનાદિ કામનાએ આત્મજ્ઞાની કહેવરાવું છું,' એમ જે સમજવામાં આવતું નથી તે સમજો; અને વૈરાગ્યાદિ સાધનો પ્રથમ તો આત્મામાં ઉત્પન્ન કરો કે જેથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય. (૬)
વૈરાગ્યાદિ અર્થાત્ વૈરાગ્ય, ત્યાગ, પૂજા, ભક્તિ, દીક્ષા, દાન, દયા, વ્રત, ભાવાર્થ
તપાદિ સત્સાધન આત્મજ્ઞાન સહિત હોય તો તે સફળ છે, કારણ કે તે આત્મામાં સ્થિરતા વધારવામાં મદદરૂપ થાય છે. તેનાથી નવીન કર્મબંધ અટકે છે તેમજ વિપુલ નિર્જરા થાય છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરાવે છે. એકડા વિનાનાં મીંડાં નકામાં છે, પરંતુ મીંડું જો એકડાની પડખે ઊભું રહે તો એકડાની કિંમત દસ ગણી થઈ જાય છે, તેમ આત્મજ્ઞાન વિનાનાં વૈરાગ્યાદિ સફળ નથી, પરંતુ વૈરાગ્યાદિ જો આત્મજ્ઞાન સહિત આરાધવામાં આવે તો તે મોક્ષમાર્ગે ત્વરિત પ્રગતિ કરવામાં ઉપયોગી નીવડે છે. આત્મજ્ઞાની અંતરમાં આસક્તિરહિત હોવા છતાં ઘણી વાર પુરુષાર્થની નબળાઈના કારણે તેમને અસ્થિરતા આવી જાય છે. તે અસ્થિરતાના સંપૂર્ણ નાશ અર્થે દેશવિરતિ અને સર્વવિરતિની ત્યાગ-વૈરાગ્યમય સાધના શ્રી જિનેશ્વરે બતાવી છે. તેના દ્વારા યોગપ્રવૃત્તિનો સંક્ષેપ કરી, આત્મજ્ઞાની પૂર્ણ શુદ્ધ દશા પ્રગટાવવાનો પુરુષાર્થ કરે છે. આમ, આત્મજ્ઞાન સહિતનાં વૈરાગ્યાદિનું પરમાર્થમાર્ગે મહત્ત્વનું સ્થાન છે એમ શ્રીમદે પ્રસ્તુત ગાથાની પ્રથમ પંક્તિમાં સૂચવ્યું છે.
આત્મજ્ઞાન સહિતનાં વૈરાગ્યાદિની સફળતા અને આત્મજ્ઞાન વિનાનાં વૈરાગ્યાદિની નિષ્ફળતા બતાવી શ્રીમદે આત્મજ્ઞાનની મહત્તા બતાવી છે, વૈરાગ્યાદિ ક્રિયાનો નિષેધ કર્યો નથી. આત્મજ્ઞાન પહેલાં થતાં વૈરાગ્યાદિ નિરર્થક અને નિરુપયોગી છે એમ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૨૭-૫૨૮ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org