________________
७८
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
આવ્યું નહીં. આ અંગે શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ જણાવે છે કે મહાત્મા ગાંધીજીએ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું અંગ્રેજી ભાષાંતર તૈયાર કરી દક્ષિણ આફ્રિકાથી શ્રી મનસુખભાઈ ઉપર તે મોકલી આપ્યું હતું, પણ દરકારના અભાવે ગુમાઈ ગયું હતું.
આમ, “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, હિંદી, બંગાળી અને કન્નડ ભાષામાં અનુવાદ મળે છે. તેની લોકપ્રિયતા કેવી વિસ્તરી રહી છે તેના સૂચક આ અનુવાદો છે. તે અનુવાદો ગુજરાતી ભાષામાં રચાયેલ મૂળ કૃતિનો લાભ ન લઈ શકનારને ઉપયોગી થાય તેવા છે. ગુજરાતી ભાષા ન જાણનારા તે અનુવાદોના માધ્યમથી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું પરિશીલન કરવા સદ્ભાગી બને છે, પરંતુ મૂળ કૃતિમાં જોવા મળતી તત્ત્વચમત્કૃતિ તે અનુવાદોમાં પૂર્ણપણે જોવા મળતી નથી. ભાષાંતરકારોને તત્ત્વની ગૂઢ વાતોનો તથા જૈન પારિભાષિક શબ્દોનો અનુવાદ કરવામાં મુશ્કેલી નડી છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. ગુજરાતી ભાષા ન જાણનાર માટે આ ભાષાંતરો ખૂબ મૂલ્યવાન છે. જો કે તેની કક્ષા મૂળ જેવી ન બની શકે એ સ્વાભાવિક છે.
૧- જુઓ : ‘શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', પૃ.૭૩ ૨- જુઓ : શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ, ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', પૃ.૭૧૦ની
પાદનોંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org