SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર ગાથા જોઈએ - નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.' ઉપરોક્ત મૂળ ગાથા ૧૩૧ આ પ્રમાણે અનુવાદ પામી છે – 'Having heard the absolute perspective do not reject the means; Keeping the absolute in mind one must make use of the means to it.' શ્રેષ્ઠ શબ્દાનુવાદની હરોળમાં સ્થાન અપાવે એવું શબ્દોનું સુંદર સંયોજન આ અનુવાદમાં જોવા મળે છે. મૂળ ગાથાનું પ્રાયઃ શબ્દશઃ ભાષાંતર થયું છે. અનુવાદ દરમ્યાન કોઈ કોઈ જગ્યાએ નવો શબ્દ ઉમેરાયો છે, પણ મૂળ ગાથાનો કોઈ શબ્દ અનુવાદિત થયો ન હોય એવું ભાગ્યે જ બન્યું છે. મૂળ શાસ્ત્રની રચના વખતે ગાથા ૧૨૭ તથા ગાથા ૧૪૨ પછી લખાયેલી વધારાની ગાથાનું ભાષાંતર પણ અત્રે સ્થાન પામ્યું છે. અન્ય અનુવાદકો જ્યાં ગૂંચવણ કે મથામણ અનુભવે છે એવી ગાથા(દા.ત. ૧૨, ૩૪ વગેરે)નો અનુવાદ પણ પ્રશંસનીય રીતે સંપન્ન થયો છે. જો કે આત્મા, ગુરુ, કર્મ, કેવળજ્ઞાન વગેરે શબ્દો મૂળ રૂપમાં જ રાખવામાં આવ્યા છે. તે શબ્દો અંગ્રેજીમાં અનુવાદિત થયા નથી તે પાછળ અનુવાદકનું કદાચ એમ માનવું હોય કે અંગ્રેજી ભાષામાં હવે આ મૂળ રૂપ પ્રચલિત થઈ ચૂક્યાં છે. વળી, જે શબ્દો પ્રચલિત નથી થયા તે પ્રચલિત કરવાની તેમની ઇચ્છા છે, કારણ કે તેવા શબ્દોના અનુવાદમાં પૂર્ણ ભાવ પ્રગટ નથી થતો. સચોટ શબ્દપ્રયોગ, નિષ્ઠાસભર અનુવાદશૈલી, સ્તુત્ય ભાષાભંડોળ તેમજ આકર્ષક રજૂઆતનાં કારણે પ્રસ્તુત અંગ્રેજી અનુવાદ અર્વાચીન જગતને શ્રીમની શ્રેષ્ઠતમ સાહિત્યકૃતિનો રસાસ્વાદ કરાવવામાં સુંદર નિમિત્ત બની શકે એમ છે. (૬) મહાત્મા ગાંધીજી મહાત્મા ગાંધીજીએ પણ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજી ભાષાંતર કર્યું હતું, પરંતુ તે અપ્રાપ્ય છે. વિ.સં. ૧૯૫૮માં તેઓ એક વર્ષ માટે આફ્રિકા ગયા હતા ત્યારે તેઓ શ્રીમદ્જ્ઞા લઘુભાતા શ્રી મનસુખભાઈ પાસેથી મળેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પોતાની સાથે લેતા ગયા હતા. વિ.સં. ૧૯૬રમાં તેઓ લંડન ગયા હતા ત્યારે તેમણે પોતે કરેલું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજી ગદ્ય ભાષાંતર તેમજ શ્રીમદ્ભા પત્રો લંડનની બસમાં ભુલાઈ ગયાં હોવાથી ખોવાઈ ગયા હતા, તેથી તે ભાષાંતર પ્રકાશમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy