________________
સમાપન
અનાદિ કાળની ભ્રમણાનું કારણ મિથ્યાત્વ છે. તેના કારણે દેહમાં આત્મબુદ્ધિરૂપ વિશ્વમ ઊભો થાય છે અને પોતાના શુદ્ધચૈતન્યસ્વરૂપનું વિસ્મરણ થાય છે. જે સ્વરૂપ સમજ્યા વિના જીવ અનંત કાળથી સંસારભ્રમણનું દુઃખ ભોગવ્યા કરે છે, તે સ્વરૂપ સમજાય એવી આત્મશ્રેણી પ્રાપ્ત કરવાનો માર્ગ દર્શાવતું આ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર આ કાળની અનોખી ઉપલબ્ધિ છે.
શ્રીમદે પોતાના અનંતશક્તિમાન આત્મસ્વરૂપનો સ્વયં અનુભવ કરીને આત્માર્થી જીવને આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાવવા અને આત્માની અનુભૂતિ કરાવવા માટે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રીનું સર્જન કર્યું છે. તેમાં કૃત્રિમતાનો અંશ નથી, નિરર્થક પ્રયોગોની છાંટ નથી. તેમાં છે આત્માનુભવનો નક્કર આનંદ, આત્માનુભવની અભિવ્યક્તિ. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્દો ઘૂંટાઈ ઘંટાઈને આવતો અનુભવરસ અને ગહન સિદ્ધાંતબોધ દૃષ્ટિગોચર થાય છે, કવિતા અને તત્ત્વજ્ઞાન એકરસ થઈને ઊંચું સ્તર સિદ્ધ કરે છે તથા વિચારોની તરલતા અને વાણીની પ્રવાહિતા પણ જોવા મળે છે. જૈન દર્શનની મનોરમ અભિવ્યક્તિ સમાન “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' સાધકને વીતરાગતા પ્રતિ પ્રયાણ કરવામાં સહયોગી બને છે.
શ્રીમદ ભગવાન મહાવીરના અલૌકિક આધ્યાત્મિક માર્ગનો દિવ્ય પ્રકાશ ઝીલી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના માધ્યમથી તેને વિશ્વમાં ફેલાવવાનું અત્યંત પ્રશંસનીય કાર્ય કર્યું છે. પક્ષપાત કે ખંડન-મંડનની શૈલી ગ્રહણ કર્યા વિના માત્ર સત્ય વસ્તુને સુગમપણે રહણ કરાય તે રૂપે સુંદર પદ્યમાં સર્વ શાસ્ત્રોનો સાર શ્રીમદે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ૧૪૨ ગાથાઓમાં ભરી દીધો છે. તેનો ઊંડો અભ્યાસ સદ્દગુરુસમીપે થાય તો આત્મજ્ઞાન - આત્મસિદ્ધિ પામવાં સુલભ થાય એવું અપૂર્વ સાધન છે. આ વિષમ કાળમાં સન્માર્ગના જિજ્ઞાસુઓની જિજ્ઞાસા સંતોષાય અને તેઓ સન્માર્ગના પથિક બની સદ્ગતિ સાધી શકે એવું સ્પષ્ટ અને સુબોધ માર્ગદર્શન “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં આપવામાં આવ્યું છે. તેમાં મોક્ષમાર્ગને અબાધિતપણે કેવી રીતે આરાધી શકાય તેનું વર્ણન કર્યું છે. તેનું મનનપૂર્વક વિશિષ્ટ અધ્યયન થાય તો આ સર્જન સન્માર્ગપ્રેમી આત્માઓને પરમ આલંબન પૂરું પાડે તેમ છે. તેનાં વાંચન-વિચાર જેમ જેમ વૃદ્ધિ પામે, તેમ તેમ જીવ સ્વરૂપસન્મુખ થતો જાય એવું અદ્ભુત સામર્થ્ય તે ધરાવે છે. શ્રી લઘુરાજસ્વામી લખે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org