________________
ગાથા-૩૩
૫૯૯
આવું માનાર્થપણું - મતાર્થપણું જ તેનાં દુઃખ, અશાંતિ, અધર્મ અને દુર્ગતિનું કારણ બને છે. આ લક્ષણો વિચારીને કોઈ પણ જીવનો મતાર્થ દૂર થાય એવા હેતુથી શ્રીમદે મતાર્થપણું ઓળખાય એવાં લક્ષણો ઉપર્યુક્ત નવ ગાથામાં સ્પષ્ટપણે નિર્દેશ્યાં છે. દુઃખકારી એવા મતાર્થનો ત્યાગ થઈ શકે તે અર્થે શ્રીમદે બતાવેલ મતાર્થી લક્ષણોનું વિહંગાવલોકન કરીએ -
મોક્ષમાર્ગનો મંગળ પ્રારંભ સદ્ગુરુની શોધ કરવાથી થાય છે. જીવ આ પ્રથમ પગલામાં જો કોઈ પણ કારણે ચૂકી જાય તો કાર્યસિદ્ધિ થતી નથી અને ક્વચિત્ તેનું સંસારભ્રમણ અનેકગણું વધી પણ જાય છે. માટે જેમની પાસેથી ધર્મ પામવો હોય તેઓ ધર્મ પામ્યા છે કે નહીં તેની ચોકસાઈ કરવી જોઈએ. પોતે જેને ગુરુ બનાવવા ઇચ્છે છે તે આત્મજ્ઞાની છે કે નહીં, તેમને અંતરંગ ત્યાગ છે કે નહીં, તેની યથાર્થ ચકાસણી કરે નહીં અને ફક્ત બાહ્ય ત્યાગ જોઈ સદ્ગુરુ માની લે અથવા પોતાનાં કુળમાં જે પરંપરા આદિથી સ્થાપિત હોય તેમને જ ગુરુ માની લે તો તેની આ મહાભયંકર ભૂલના કારણે તે પ્રગતિ કરી શકતો નથી, કારણ કે અસદ્દગુરુ આત્મજ્ઞાનને અને આત્મજ્ઞાનનાં સાધનને જાણતા નહીં હોવાથી તેને યથાર્થ માર્ગદર્શન આપી શકતા નથી. જીવ અસદ્દગુરુના કારણે અનાદિ કાળથી રખડ્યો છે.
વળી, ગુરુતત્ત્વની અવળી સમાજના કારણે દેવતત્ત્વ તથા ધર્મતત્ત્વની સમજણમાં પણ ભૂલોની પરંપરા સર્જાય છે. શ્રી જિનેશ્વરની સમવસરણ આદિ બાહ્ય વિભૂતિ, જે તીર્થકર નામ કર્મ વગેરે પુણ્યપ્રકૃતિના સહજફળરૂપે છે, તેનો તે મહિમા ગાય છે, પણ અનંતા પુરુષાર્થથી પ્રાપ્ત થયેલ અનંતા આત્મગુણની મહત્તાને તે ઓળખતો નથી! મખમલની દાબડીમાં રહેલા કરોડોના હીરાને અવગણી, મખમલની દાબડીને વહાલી ગણનાર તે મૂઢ મતાથી સમજી શકતો નથી કે વાસ્તવમાં તો જિનેશ્વરનું અંતરંગ પારમાર્થિક સ્વરૂપ જ પામવા યોગ્ય વસ્તુ છે.
અસદ્ગુરુના સંગથી કુળધર્મ, લોકસંજ્ઞા, મતાદિના આગ્રહ દેઢ થાય છે. દષ્ટિરાગનું એવું પ્રબળ રાજ્ય પ્રવર્તે છે કે જેથી તેને સદ્ગુરુનો યોગ મેળવવાની આકાંક્ષા થતી નથી અથવા તેવો યોગ મળવા છતાં પણ સ્વપક્ષની દઢ વાસના તેને સદુપદેશસન્મુખ થવા દેતી નથી. સદુપદેશનો દુર્લભ યોગ આત્મભાંતિને છેદવાનો ઉત્કૃષ્ટ ઉપાય છે, છતાં મતાર્થી પોતાનાં માનાદિની રક્ષા કાજે તે પ્રતિ દુર્લક્ષ સેવી અસદ્દગુરુના યોગમાં સંતોષ માની લે છે, જે અત્યંત ખેદજનક છે.
નિજસ્વરૂપની ઓળખાણ નહીં થવાથી જીવે ક્યાં ક્યાં રઝળવું પડે છે એ બતાવવા પૂર્વાચાર્યોએ દેવાદિ ગતિઓનું વર્ણન કર્યું છે. એ વાંચી વૈરાગ્ય કે આત્મવિચારણા પ્રગટાવવાને બદલે એની ગણતરી, ચર્ચા આદિમાં ઇતિશ્રી માની લઈ સ્વરૂપસન્મુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org