________________
(૨૯)
આવકાર
આત્માર્થી ભાઈશ્રી રાકેશભાઈ ઝવેરીનો પીએચ.ડી.ની ડિગ્રી માટેનો શોધપ્રબંધ, ‘આત્મસિદ્ધિશાસ્ત્ર - વિવેચન' રૂપે પ્રકાશિત થાય છે એને આવકારતાં હું અત્યંત હર્ષ અનુભવું છું.
ભિન્ન ભિન્ન યુનિવર્સિટીઓમાં પીએચ.ડી.ની ડિગ્રી માટે સુપ્રત થતા અને માન્ય રખાતા બધા જ શોધપ્રબંધો એના એ જ સ્વરૂપે પ્રકાશનક્ષમ હોતા નથી અને જે હોય છે તે બધા પ્રકાશિત થતા નથી, કારણ કે આવું પ્રકાશનકાર્ય ખર્ચાળ હોય છે અને એવા વિદ્વભોગ્ય શોધપ્રબંધો વાંચનારનો વર્ગ સીમિત હોય છે. પરંતુ “આત્મસિદ્ધિશાસ્ત્ર' ની વાત જુદી છે, કારણ કે આ કૃતિને વાંચનારા, ભક્તિભાવપૂર્વક એને કંઠસ્થ કરનારા અનેક છે અને એના તત્ત્વમાં રુચિ તથા શ્રદ્ધા ધરાવનાર અને તે પ્રમાણે જીવન જીવનારા પણ ઘણા હોય છે. એટલે જ આ ગ્રંથ પ્રકાશન સમયોચિત છે, સાર્થક છે.
ભાઈશ્રી રાકેશભાઈ, શ્રી સુરેન્દ્રભાઈ ઝવેરી સાથે પહેલી વાર મારે ઘરે આવ્યા અને પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્ય ઉપર પીએચ.ડી. કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે તેઓ ગ્રેજ્યુએટ પણ નહોતા. વળી તેમણે અભ્યાસ સપ્રયોજન છોડી દીધો હતો એટલે કૉલેજમાં જઈ વર્ગો ભરવા તેઓ ઇચ્છતા પણ નહોતા. પરંતુ એમાંથી માર્ગ નીકળી શકે એમ હતો. એમણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાં બાહ્ય વિદ્યાર્થી તરીકે બી.એ.ની પરીક્ષા આપવા માટે નામ નોંધાવ્યું અને પોતાની અસાધારણ તેજસ્વિતાથી માત્ર ત્રણ માસના ટૂંકા ગાળામાં પૂરો અભ્યાક્રમ પૂર્ણ કરી પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા. ત્યારપછી મુંબઈ યુનિવર્સિટીમાંથી એમણે તત્ત્વજ્ઞાનના વિષયમાં એમ.એ.ની ડીગ્રી સુવર્ણચંદ્રક સહિત પ્રાપ્ત કરી. પરંતુ તેઓ પીએચ.ડી.નો અભ્યાસ શરૂ કરે તે પહેલાં તો હું મુંબઈ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો હતો, પણ સદ્ભાગ્યે શ્રી સુરેન્દ્રભાઈ ઝવેરી તથા શ્રી મહેશભાઈ ખોખાણીએ યુનિવર્સિટીમાં જઈ સર્વ શક્યતાઓ તપાસી અને પરિણામે મુંબઈ યુનિવર્સિટીએ શ્રી રાકેશભાઈને માર્ગદર્શન આપવા માટે માનાઈ પ્રાધ્યાપક તરીકે મારી નિમણૂક કરી. લગભગ સાડા ત્રણ વર્ષમાં આ શોધપ્રબંધ લખવાનું કાર્ય પૂરું થયું.
શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્ય વિશે અને તેમાં પણ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' જેવી ગહન કૃતિ વિશે શોધપ્રબંધ તૈયાર કરવા-કરાવવાનું કઠિન કાર્ય તેવા યોગબળ વિના પૂર્ણ થાય નહિ. એ ધાર્યા કરતાં ઓછા સમયમાં પૂર્ણ થયું એમાં કોઈ દૈવી સંકેત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org