________________
(૩૦) જ રહેલો હશે! શ્રી રાકેશભાઈને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત થઈ, પણ ડિગ્રીનું એમને મન કોઈ મહત્ત્વ ન હતું, પરંતુ આ નિમિત્તે એક વિષયની ગહનતામાં સઘનતાપૂર્વક પ્રવેશવાનો અવસર પ્રાપ્ત થયો છે એ એક મોટો લાભ છે.
શ્રીમદ્ રાજચંદ્રજી આ કાળના એક વિરલ આત્મજ્ઞાની મહાત્મા છે. એમનું સાહિત્ય વાંચતાં પદે પદે એમની ઉચ્ચતર આત્મદશાની ઝાંખી થાય છે. એમની કૃતિનું મૂલ્યાંકન કરવાનું આપણું તે શું ગજું? તોપણ એ દિશામાં કરેલો પુરુષાર્થ અવશ્ય લાભકારક નીવડે છે.
જૈન ધર્મમાં ભિન્ન ભિન્ન પ્રકારના શાસનપ્રભાવકો બતાવવામાં આવ્યા છે. તેમાંનો એક પ્રકાર તે કવિ-પ્રભાવક' નો છે. શ્રીમદ્ રાજચંદ્રજીને આપણે આ કોટિમાં ગણાવી શકીએ. એમની નૈસર્ગિક પ્રતિભા જ્ઞાનીકવિની હતી. યુવાન વયે તેઓ ‘કવિ રાયચંદ' તરીકે જાણીતા હતા. નાની વયથી તે જીવનના અંત સુધી એમને ઉત્કૃષ્ટ કવિતા સ્વયમેવ સ્ફરતી રહી હતી. “આત્મસિદ્ધિ શાસ્ત્ર', ‘અપૂર્વ અવસર' અને અન્ય કેટલીયે રચનાઓમાં એમની વાણી અંતરાત્મામાંથી ચૂંટાઈ ઘૂંટાઈને, સઘન બનીને પ્રાદુર્ભાવ પામેલી છે. “આત્મસિદ્ધિ શાસ્ત્ર' એમની સર્વોત્કૃષ્ટ રચના છે. કવિતા અને તત્ત્વજ્ઞાનનો એમાં સુભગ સમન્વય સરળ ભાષામાં થયેલો છે. જગતના કવિ-મનીષીઓની વૈખરીમાંથી, એમની એક એક પદાવલિમાંથી વિભિન્ન અર્થો પ્રકાશિત થતા રહે છે. એટલે જ જગતની તત્ત્વજ્ઞાનસભર સર્વોત્તમ કૃતિઓનું વિવેચન, અર્થોદ્દઘાટન ક્યારેય સંપૂર્ણ થઈ શકે નહિ. સમયે સમયે નવા નવા પ્રતિભાસંપન્ન તત્ત્વચિંતકો એના પર અભિનવ અર્થપ્રકાશ પાડે છે અને રહસ્યબોધ તારવે છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું પણ એમ જ છે. એટલે જ પોતાના કેટલાક પુરોગામી ચિંતકોએ એનું સવિસ્તર વિવેચન કર્યું હોવા છતાં શ્રી રાકેશભાઈએ આ શોધપ્રબંધમાં એના ફલકને, શાસ્ત્રાધાર સાથે વધુ વ્યાપક અને ગહન બનાવ્યું છે. આ માત્ર એમના અભ્યાસનું જ નહિ, એમની આત્મસાધનાનું પણ પરિણામ છે.
આ શોધપ્રબંધ યુનિવર્સિટીમાં જે સ્વરૂપે રજૂ થયો હતો તેમાં આત્માર્થી વાચકોની દષ્ટિએ કેટલાક ફેરફારો આવશ્યક જ નહિ, અનિવાર્ય બન્યા છે. એટલે આ ગ્રંથ મૂળ શોધપ્રબંધનું નવસંસ્કરણ છે. આવા દળદાર ગ્રંથોમાં વખતોવખત શુદ્ધિવૃદ્ધિ થતી રહેવાની. એની ઉપયોગિતાનું જ એ લક્ષણ છે.
ભાઈ શ્રી રાકેશભાઈ પૂર્વજન્મના આરાધક જીવ છે અને આત્મસાધનાનું મોટું ભાથું સાથે લઈને આવ્યા છે એની પ્રતીતિ તો મને એમના સંપર્કમાં આવતાં જ થઈ છે. એ વિના આબાલવૃદ્ધ આટલા બધા લોકોનાં હૃદયમાં તેઓ આરાધ્ય ગુરુદેવનું ગૌરવવંતું સ્થાન અનાયાસ પ્રાપ્ત ન કરી શકે. એમની પળ પળની જાગૃતિ, અંતર્મુખતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org