________________
(૩૧) નિઃસ્પૃહતા, પ્રસન્નતા, સમતા, ઉદારતા, ત્યાગવૈરાગ્ય, મિતભાષીપણું, વત્સલતા વગેરે સદ્ગુણોની સૌરભ અનેકના આકર્ષણનું નિમિત્ત બની રહે છે.
સાડા ત્રણ વર્ષ ચાલેલા આ શોધપ્રબંધના લેખનકાર્ય નિમિત્તે, એમના માર્ગદર્શક તરીકે એમના પ્રગાઢ પરિચયમાં મારે આવવાનું થયું એમાં પૂર્વજન્મના ઋણાનુબંધનો કોઈ સંકેત હશે એમ સમજું છું. એમની અને એમના પરિવારના સભ્યો પાસેથી તથા એમની પ્રેરણાથી સ્થપાયેલી સંસ્થાના ટ્રસ્ટીઓ અને અન્ય મુમુક્ષુઓ તરફથી મને તથા મારાં ધર્મપત્ની તારાબેનને હંમેશાં ઉષ્માભર્યો સદ્ભાવ સાંપડતો રહ્યો છે એ અમારાં જીવનનું અવિસ્મરણીય પાથેય બની રહે એમ છે એનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરું છું.
શકવર્તી બનવાને સર્જાયેલા આ ગ્રંથનું વાંચન, અધ્યયન, પરિશીલન, મનન અનેક મુમુક્ષુઓના આત્મકલ્યાણનું નિમિત્ત બની રહો એવી શુભકામના દર્શાવતાં હર્ષ અનુભવું છું.
રમણલાલ ચી. શાહ
પોષ સુદ ૧, સં. ૨૦૧૭ તા. ૨૬/૧૨/૨૦૦૦
મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org