________________
(૩૨)
પુરોવચન ?
महादेव्याः कुक्षिरत्न शब्दजीतरवात्मजम् ।
राजचंद्रमहं वंदे तत्त्वलोचन दायकम् ।। વીતરાગ ધર્મના સંસ્કારોને કારણે મારું અંતરંગ વલણ બાલ્યાવસ્થાથી ધર્મના શુભ રંગથી રંગાયેલું જ હતું, ત્યાં પૂર્વના અસીમ પુણ્યોદયે આઠ વર્ષની ઉંમરે યોગાનુયોગે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના ચિત્રપટના મને દર્શન થયાં. એ યોગના પ્રભાવે અધ્યાત્મજીવન પ્રતિ મારી રુચિ અને મગ્નતા વધતાં તથા કાળાનુક્રમે વિધ વિધ કારણોથી પુષ્ટિ મળતાં મારામાં સર્વસંગપરિત્યાગની ભાવના વિશેષપણે આકાર લેવા લાગી હતી. માતા-પિતા પાસે મેં એ માટે અનુજ્ઞા પ્રાથ. શ્રમણમાર્ગ પ્રત્યે તેમને પૂર્ણ અનુમોદના હોવા છતાં તેમણે મને અનુરોધ કર્યો કે સર્વસંગપરિત્યાગ પહેલાં વિવિધ આવશ્યક વિષયોનો અભ્યાસ મારે માટે કર્તવ્યરૂપ છે. તેમણે એવી અંતરેચ્છા દર્શાવી કે મને પ્રિય એવા અધ્યાત્મક્ષેત્રના કોઈ પણ વિષય ઉપર મારે પહેલાં પીએચ.ડી. સુધીનો અભ્યાસ કરવો અને એ પછી જ ત્યાગમાર્ગ અપનાવવો. તેમની એ ઇચ્છા મેં ભાવપૂર્વક માન્ય રાખી.
આ વચનના પાલન માટે મેં પ્રયત્ન આદર્યા. ઈ.સ. ૧૯૮૩માં આઈ.સી.એસ.ઈ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને શૈક્ષણિક અભ્યાસને તિલાંજલિ અપાઈ ચૂકી હતી, તે અભ્યાસ મેં પુનઃ હાથ ધર્યો. હૈદરાબાદના ઓસ્માનિયા વિશ્વવિદ્યાલયમાં બાહ્ય અભ્યાસક્રમ હેઠળ નામ નોંધાવી, ઈ.સ. ૧૯૮૮માં બી.એની ઉપાધિ મેળવી. ત્યારપછી ઈ.સ. ૧૯૮૯થી મુંબઈ વિશ્વવિદ્યાલયમાં તત્ત્વજ્ઞાનનો વિષય લઈ એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો. એમાં ખાસ વિષય તરીકે જૈન દર્શન, વેદાંત દર્શન, ન્યાય દર્શન આદિ હતાં. ઈ.સ. ૧૯૯૧માં એમ.એ.ની પરીક્ષામાં હું ઉત્તીર્ણ થયો.
પીએચ.ડી. માટેની શૈક્ષણિક યોગ્યતા આ રીતે પ્રાપ્ત થયા પછી શોધપ્રબંધ (thesis)ના વિષયની અને માર્ગદર્શકની પસંદગીનો પ્રશ્ન ઊઠ્યો. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય તો આ આત્મામાં પ્રથમથી જ હતો, તેમજ તેમના સર્વશ્રેષ્ઠ સાહિત્યસર્જન એવા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો મારા જીવન ઉપર સમગ્રપણે ખૂબ જ પ્રભાવ રહ્યો છે. તેનાથી મને અતીવ લાભની પ્રાપ્તિ થઈ છે. સાક્ષાત્ મોક્ષમાર્ગની પ્રાપ્તિની સરળતમ વિધિનું દિગ્દર્શન કરાવનાર આ અનન્ય અભુત શાસ્ત્રનો મહિમા દુનિયાને ભાસે અને સર્વ જીવો તેનો સલાભ ઉઠાવી કલ્યાણમાર્ગે ઉઘુક્ત થાય એવી અભિલાષા મારા અંતરમાં નિરંતર રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org