SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૦. ૨૪૯ તેમ નથી. તીવ્ર પ્રતિકૂળતાના સંયોગો ઉદ્ભવે ત્યારે પણ જ્ઞાની જ્ઞાયકસ્વભાવનો ઉગ્ર આશ્રય લઈ, પોતાના સ્વભાવભાવોનું પોષણ કરે છે અને વિભાવભાવોનું શોષણ કરે છે; જેને પરિણામે દુઃખ, અશાંતિ, અશુદ્ધતાનો નાશ થતો જાય છે અને આનંદ, શાંતિ, શુદ્ધતાની વૃદ્ધિ થતી જાય છે. કોઈ અગ્નિ મૂકે, ખીલા મારે, પથ્થરનો પ્રહાર કરે કે આખું વિશ્વ ખળભળી ઊઠે; તોપણ ધ્રુવ સ્વભાવના આશ્રયે પ્રગટેલી ચૈતન્યધારા પોતાના માર્ગથી જરા પણ ડગતી નથી, ડોલતી નથી, ફરતી નથી. જ્ઞાની પરિષહ કે ઉપસર્ગાદિ પ્રતિકૂળ પ્રસંગોમાં સ્વસમ્મુખતાના પ્રબળ પુરુષાર્થપૂર્વક નિજાત્મદ્રવ્યને વળગી રહે છે અને તેના અવલંબને પ્રચુર અતીન્દ્રિય આનંદમાં ઝૂલે છે. જ્ઞાનીએ પરિણમનધારામાં આનંદમય સ્વઘર જોયું હોવાથી તેઓ પોતાના આનંદઘરમાં જ રહેવા ઇચ્છે છે. તેઓ રાગને પરઘર માને છે અને તેમાં જવા ઇચ્છતા નથી. ક્વચિત્ અસ્થિરતાવશ રાગાદિ થાય તો તેમને અત્યંત વેદના થાય છે કે હું ક્યાં મારા જ્ઞાનાનંદસ્વરૂપમાંથી બહાર નીકળી ગયો?' આત્મા સિવાય તેમને કશે પણ ચેન પડતું નથી. સ્વરૂપની સ્મૃતિ તેમને કશે પણ ઠરવા દેતી નથી. તેમની પ્રતીતિમાંથી સ્વરૂપનો આશ્રય છૂટતો જ નથી. તેમનું જાગૃત ભેદજ્ઞાન તેમને સર્વ પરિસ્થિતિમાં ન્યારા જ રાખે છે. આત્માનું સાચું જ્ઞાન થયું હોવાથી સ્વ-પર વચ્ચેનું ભેદજ્ઞાન તેમને સહજ અને સતત વર્તે છે. તેમના જ્ઞાનમાં સ્વ-પરની વહેંચણી સતત થયા કરે છે. તેઓ પોતાના ચૈતન્યસ્વરૂપનો આશ્રય કરી, પરના માત્ર જ્ઞાતા થઈને રહે છે. જ્ઞાનમાં એકત્વનો પુરુષાર્થ સતત ચાલુ હોવાથી તેમના સર્વ ભાવો જ્ઞાનમય જ હોય છે.' રાગાદિ પરિણામ વખતે પણ અપાર સામર્થ્યવાન જ્ઞાનચેતના અશુદ્ધ થતી નથી. રાગ-દ્વેષાદિ વિકારી અવસ્થાને ભિનપણે જાણે અને પોતાના શુદ્ધ સ્વરૂપને તન્મયપણે જાણે તે જ્ઞાનચેતના. સ્વભાવમાં તલ્લીન થયેલી શ્રદ્ધા જ્ઞાનની પરિણતિ રાગથી અલિપ્ત રહે છે. તેમની શ્રદ્ધાની પરિણતિ સમ્યક્ શ્રદ્ધારૂપ છે, જ્ઞાનની પરિણતિ જ્ઞાનચેતનારૂપ છે અને ચારિત્રપરિણતિમાં કેટલીક શુદ્ધિ છે તો કેટલોક વિકાર છે. તેથી આત્મામાં સમ્યકત્વ (જ્ઞાનચેતનારૂપ શુદ્ધ ભાવ) અને રાગાદિ વિભાવ એકસાથે વર્તે છે, પરંતુ શુદ્ધ ભાવોની પ્રધાનતા હોવાથી મોક્ષને સાધવાનું કામ તો તે વખતે પણ ચાલુ રહે છે. વિકાર વખતે પણ જ્ઞાનચેતના અડગપણે ટકી રહે છે. રાગના કાળે પણ જ્ઞાયકભાવ રાગથી નિરાળો જ વર્તે છે. જ્ઞાયક ઊંચે આસને બિરાજે છે, એટલે કે જ્ઞાયક રાગાદિથી જુદો, અધિકપણે, મુખ્યપણે વર્તે છે. જ્ઞાયકભાવ સદા ઊર્ધ્વપણે વર્તે છે અને બીજું ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર', ગાથા ૧૨૮ 'णाणमया भावाओ णाणमओ चेव जायए भावो । जम्हा तम्हा णाणिस्स सब्वे भावा हु णाणमया ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy