________________
૨૪૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન મૂળ છેદાઈ જાય છે. વિષય-કષાયના વેદનની પ્રબળતા છૂટી જાય છે અને શાંતિધામનું વેદન પ્રબળ બને છે. આત્માનો અદ્દભુતાભુત સ્વભાવમહિમા એવો જયવંત વર્તે છે કે સંસારના સર્વોત્કૃષ્ટ મનાતા વૈભવ-વિલાસ અસાર અને અસ્થિર ભાસે છે. તેમને ક્ષણે ક્ષણે સિદ્ધપદની આરાધના ચાલી રહી હોય છે.
આત્મજ્ઞાનીને ચૈતન્યના અતીન્દ્રિય સુખની અનુભૂતિપૂર્વકની દેઢ પ્રતીતિ અખંડપણે વર્તે છે. તેમને ક્યારે પણ પોતાના ત્રિકાળી, શુદ્ધ જ્ઞાયકસ્વરૂપની શંકા થતી નથી. સ્વ-પરનાં સ્વરૂપ વિષે તેમને કદી પણ સંશય થતો નથી. ‘જ્ઞાનાનંદસ્વરૂપ તે હું અને સર્વ પરદ્રવ્ય અને પરભાવ મારાથી પર છે' એવા સ્વાનુભવ વડે સ્વ-પરની વહેંચણી તેઓ કરી શક્યા છે. આત્મપ્રતીતિ કોઈ પણ પ્રસંગે ખસતી ન હોવાથી દરેક ક્ષણે તેમને અંતર્મુખ ઉપયોગ હોય છે. પોતાને પ્રગટેલી અપૂર્વ શાંતિના કારણે પોતાની આરાધના વિષે તેઓ નિઃશંક હોય છે. અલ્પ કાળમાં વિકારનો સંપૂર્ણ નાશ કરીને પૂર્ણ, અખંડ, અનંત, શાશ્વત, અવ્યાબાધ સુખની તથા અવિનાશી આત્મશ્રેયની પ્રાપ્તિ થવાની જ છે તે અંગે પણ તેઓ સર્વથા નિઃશંક હોય છે. નિઃશંકતાના બળે સાતે પ્રકારના ભયથી મુક્ત થયા હોવાથી તેઓ યથાર્થપણે નિર્ભયતાને વર્યા હોય છે. કોઈ પરિષહ કે ઉપસર્ગ તેમને ભયભીત કરી શકતા નથી. હું જ્ઞાન છું, મારા જ્ઞાનસ્વરૂપમાં કોઈ બીજાનો પ્રવેશ જ નથી' એવી પ્રતીતિ હોવાથી તેમને ભય હોતો નથી. જ્ઞાન તો આત્મા સાથે એકાકારપણે જ રહેલું છે, એટલે આત્મા સદા પોતાની જ્ઞાનગુફામાં જ વસેલો છે. એ જ્ઞાનગુફામાં બીજા કોઈનો પ્રવેશ જ નથી, તો પછી જ્ઞાનીને ભય ક્યાંથી હોય? જ્ઞાનગુફામાં વસનાર જ્ઞાની નિર્ભય છે, અલિપ્ત છે. જનસમુદાયની વચ્ચે હોય કે વનમાં હોય, તેઓ તો સદા પોતાની જ્ઞાનગુફામાં જ ગુપ્ત રહે છે. ચૈતન્યની ઊંડી ગિરિગુફામાં પ્રવેશીને તેઓ આત્મધ્યાનમાં મગ્ન રહે છે. તેમણે પોતાના આત્માને દેહથી જદો જામ્યો હોવાથી તેમને દેહ છટવાના પ્રસંગે પણ મરણની બીક હોતી નથી. શ્રીમદ્ લખે છે –
‘અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવપ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે."
શરીરની કે જગતની ગમે તેવી પ્રતિકૂળતા આવે, પરંતુ તેઓ પોતાના જ્ઞાતાભાવના આશ્રયે શાંત રહી શકે છે. પ્રતિકૂળ પ્રસંગોમાં તેઓ વિક્ષુબ્ધ થતા નથી. તેઓ આનંદસમુદ્રમાં ડૂબકી મારીને તેમાં તરબોળ થયા છે. અંતરમાં અનુભવાતા આનંદને બહારની કોઈ પ્રતિકૂળતા સ્પર્શી શકતી નથી. તેમની શાંતિમાં કોઈ વિદન પાડી શકે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૨૧ (પત્રાંક-૮૩૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org