________________
ગાથા-૧૦
૨૪૭
સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે.”
સપુરુષોની વિલક્ષણતા જ એ છે કે તેમના મન-વચન-કાયાના યોગ દ્વારા થતી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ વખતે તેમનો અંતર્મુખ ઉપયોગ સ્કૂલના પામતો નથી. બાહ્ય પ્રવૃત્તિ વખતે પણ તેમની આત્મજાગૃતિ તીક્ષ્ણ હોય છે. વળી, કોઈ શાસ્ત્રમાં ન હોય કે ક્યારે પણ સાંભળવામાં ન આવ્યું હોય, છતાં અનુભવી શકાય એવું અપૂર્વ તેમનું કથન હોય છે. અંતરમાં કોઈ પણ સંસારગત સ્પૃહા તેમને હોતી નથી. બાહ્ય પ્રવૃત્તિ ઉદયાધીન કરતા હોવા છતાં અંતરમાં તો તેઓ તે સર્વ પ્રવૃત્તિથી અલિપ્ત જ રહે એવી તેમની ગુપ્ત આચરણા હોય છે. આમ, ઉપરોક્ત અવતરણમાં પુરુષનું અંતઃકરણ, તેમની વાણી અને તેમની આચરણા દ્વારા શ્રીમદે સત્પરુષનું સ્વરૂપ સ્પષ્ટ આલેખ્યું છે, જેનો ઉલ્લેખ થોડી વિશેષતા સહિત “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રસ્તુત ગાથામાં પણ જોવા મળે છે. અહીં શ્રીમદે સદ્ગુરુનાં પાંચ લક્ષણો દર્શાવ્યાં છે - આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ, અપૂર્વ વાણી અને પરમશ્રત. તેમાંથી “આત્મજ્ઞાન' દ્વારા તેમનું ‘અંત:કરણ' દર્શાવીને, “સમદર્શિતા અને વિચરે ઉદયપ્રયોગ' દ્વારા તેમની આચરણા બતાવીને તથા “અપૂર્વ વાણી” અને “પરમબ્રુત' દ્વારા તેમની વાણીનું સ્વરૂપ જણાવીને પરમ કલ્યાણકારી એવા શ્રી સદગુરુના સ્વરૂપની શ્રીમદે ઓળખાણ કરાવી છે. આ પાંચે લક્ષણોને હવે ક્રમથી જોઈએ –
(૧) “આત્મજ્ઞાન'
આત્મજ્ઞાન એટલે આત્માનો અનુભવાત્મક બોધ. સ્વસંવેદ્યસ્વરૂપ આત્માની અનુભૂતિ. સ્વ અને પરનું સ્વરૂપ યથાર્થપણે જાણી, જ્ઞાનપરિણતિ સ્વસમ્મુખ થઈ નિજાનંદને અનુભવે તે આત્મજ્ઞાન.
શ્રીમદે “આત્મજ્ઞાનને સદ્દગુરુનું પ્રથમ લક્ષણ બતાવ્યું છે. આત્મજ્ઞાન વિના સદ્ગુરુપદ સંભવતું નથી. આત્મજ્ઞાન એટલે આત્માનું અનુભવાત્મક જ્ઞાન, નહીં કે માત્ર શાસ્ત્ર દ્વારા મેળવેલી આત્મા સંબંધી જાણકારી. વિપુલ શાસ્ત્રજ્ઞાન હોય, તેમજ આત્મા વિષે ખૂબ વાતો કરતો હોય, પણ આત્માનુભૂતિ ન હોય તો તે સદ્ગુરુ બનવાને અધિકારી નથી. સામાન્ય જીવને તો શાસ્ત્રજ્ઞાનનું માહાભ્ય હોવાથી તે શાસ્ત્રજ્ઞને જ્ઞાની માને છે. તે સમજતો નથી કે જેમને આત્મજ્ઞાન થયું છે તેમણે બાર અંગરૂપ શાસ્ત્રસમુદ્રમાં રહેલું ચૈતન્યરત્ન પ્રાપ્ત કરી લીધું છે. તેમણે આત્માનુભૂતિ કરીને પોતાના આંગણે મોક્ષના માંડવા નાંખ્યા છે. સ્વાનુભૂતિ પ્રગટતાં તેમનું આખું જીવન પલટાઈ જાય છે. આત્મભાંતિના સ્થાને આત્મભાન, અજ્ઞાનના સ્થાને સમ્યજ્ઞાન પ્રગટે છે. તેમના સંસારનું ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૯૫ (પત્રાંક-૭૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org