________________
૨૫૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન બધું નીચે રહી જાય છે, અર્થાત્ જ્ઞાયકભાવ સિવાયનું બધું ગૌણ અને મૂલ્યહીન થઈ જાય છે. તેઓ રાગાદિને માત્ર જાણે છે, રાગાદિનો જરા પણ આદર કરતા નથી. તેમને રાગાદિમાં તત્પરતા, તન્મયતા, ઉપાદેયતા કે સ્વામિત્વ હોતું નથી. રાગાદિની તુચ્છતા અને સ્વભાવની મહત્તા ભાસી હોવાથી તેઓ તે રાગને રાખવા ઇચ્છતા નથી, પરંતુ અખંડ સ્વભાવના આશ્રયે રાગાદિને ટાળી અંતરમાં જ સ્થિર થવા ઇચ્છે છે. જ્ઞાનધન લૂંટવા માટે રાગાદિ વૃત્તિ આવે તો ચેતના તરત જાગૃત થઈ, તેને પકડીને બહાર કાઢી નાખે છે. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી રાગાદિ વૃત્તિઓ આવ્યા કરે છે, પરંતુ જ્ઞાનચેતનાના બળે જ્ઞાની ઉગ્ર સ્થિરતા કરી, અલ્પ કાળમાં બધો વિકાર ટાળીને પૂર્ણ શુદ્ધ થઈ જાય છે. આ રીતે ચેતના ચૈતન્યરસમાં લીન થઈ, ચૈતન્યરસરૂપે પરિણમીને મોક્ષને સાધે છે. તે ચેતના રાગાદિ વૃત્તિઓને તોડતી તોડતી મોક્ષમાર્ગને પામીને છેવટે પોતે મોક્ષરૂપે પરિણમી જાય છે.
આમ, જ્ઞાનીને આત્મા સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થયો હોવાથી જ્ઞાનચેતના પ્રગટેલી હોય છે. આ જ્ઞાનપરિણામ તે જ સદ્ગુરુને ઓળખવાની નિશાની છે. જે જીવ સદ્ગુરુનું જ્ઞાનપરિણમન ન ઓળખે તેને સદ્દગુરુનો યોગ થયો હોય તો પણ તે સાર્થક થતો નથી. પરંતુ જે જીવ સદ્ગુરુનું જ્ઞાનપરિણમન ઓળખે છે અને તેના પોતામાં તેનું જ્ઞાનપરિણમન પ્રગટ કરે છે, તે જીવ આત્મજ્ઞાની થાય છે. સગુરુને ઓળખવાનું પ્રયોજન પોતાના આત્માની ઓળખાણ કરવા માટે છે. કોઈ માણસ પોતાની છત્રી કશે ભૂલી ગયો હોય, તે જ્યારે કોઈની પાસે છત્રી જુએ કે તરત જ તેને પોતાની છત્રીનું સ્મરણ થાય અને તેને શોધવા મથે; તેમ જેમણે ભેદજ્ઞાન કરી લીધું છે એવા સદ્ગુરુની ઓળખાણ થતાં જીવ પોતામાં પણ એવું ભેદજ્ઞાન કરવા ઇચ્છે છે તથા તે માટે પ્રયત્નશીલ બને છે. જે જીવ સદ્ગુરુમાં જ્ઞાન અને રાગને જુદાં ઓળખે છે, તે જીવ પોતામાં પણ જ્ઞાન અને રાગને જરૂર જુદાં ઓળખી શકે છે અને તેથી તેને જરૂર ભેદજ્ઞાન થાય છે. ભેદજ્ઞાન થતાં તે જીવ સકળ વિકારના કર્તુત્વથી રહિત થઈ જ્ઞાયકપણે શોભી ઊઠે છે. પોતામાં પણ જ્ઞાન અને રાગની ભિન્નતાનું વદન થતાં જ્ઞાનપરિણામ સાથે અભેદ એવો પોતાનો આત્મા તેને ઓળખાય છે. (૨) “સમદર્શિતા ૧
સમદર્શિતા એટલે પરપદાર્થને વિષે ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિરહિતપણું, ઇચ્છારહિતપણું, મમત્વરહિતપણું. “આ મને પ્રિય છે' અને “આ મને અપ્રિય છે' આદિ ઇષ્ટ-અનિષ્ટ કલ્પનાથી રાગ-દ્વેષ ઊપજે છે. આ રાગ-દ્વેષથી રહિત થવું તે ચારિત્રદશા છે અને તેથી ૧- શ્રીમદે સંવત ૧૯૫૪માં લખેલા તેમના એક પત્ર('શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પત્રાંક ૮૩૭)માં પ્રશ્નોત્તરરૂપે કરેલા આ ગાથાના વિવેચનમાં સમદર્શિતાનું સ્વરૂપ સમજાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org