________________
૧૮૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. સમ્યકત્વ પહેલાના સાતિશય ઉપયોગનું બળ એવું હોય છે કે રાગથી પોતે જુદો પડીને પોતાના સમ્યક સ્વભાવને પકડી લે છે. તે જીવ શુભ રાગમાં અટકતો નથી. તેના રાગ કરતાં ઉપયોગનું બળ વધતું રહે છે. આમ, સાતિશય શુભોપયોગ દ્વારા શુદ્ધોપયોગ સધાય છે, તેથી વૈરાગ્યાદિ ક્રિયાઓ આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં હેતુભૂત છે.
વૈરાગ્યાદિ સાધનો દ્વારા પરપદાર્થો ઉપરની મમતા દૂર થાય છે. તે મમતા દૂર થવાથી તેની પ્રાપ્તિની ઇચ્છા દૂર થાય છે અને તેથી અંતરંગ અને બાહ્ય સર્વ સંગનો સહેજે ત્યાગ થાય છે, જેથી સ્વરૂપના અભ્યાસનો અવકાશ રહે છે. આત્મસ્વરૂપના લક્ષપૂર્વક વૈરાગ્યાદિ ભાવ દઢ થતાં જીવને સમ્યગ્દર્શન પ્રગટે છે અને અનુક્રમે રાગદ્વેષાદિ સર્વ દોષોનો ક્ષય થઈ, અખંડ આત્મરણારૂપ શુદ્ધ સ્વભાવમય સર્વોત્તમ ધર્મ પ્રગટે છે. માટે પરમ શાંતરસમય આત્મસ્વરૂપમાં નિમગ્ન થવા ઇચ્છતા મુમુક્ષુએ તે આત્મિક શાંતિના અદ્ભુત કારણરૂપ વૈરાગ્યાદિ સાધનો સેવવાં શ્રેયરૂપ છે. પરંતુ જ્યાં સુધી આત્મતત્ત્વના મહિમાને જાણ્યો નથી, ત્યાં સુધી વૈરાગ્યાદિ સાધનોથી લાભ થતો નથી. આત્માની ઓળખાણ વગર જપ-તપાદિની પરમાર્થમાર્ગમાં કોઈ ગણતરી નથી. કોઈ જીવ પાણીના અભાવે મૃત્યુ પામે છે તો કોઈ પાણીમાં ડૂબીને મરે છે, તેમ કોઈ જીવ સાધન કર્યા વગર રખડે છે અને કોઈ જીવ સાધન યથાર્થપણે નહીં કરવાથી રખડે છે. આવા શુષ્કજ્ઞાનપ્રધાન અને ક્રિયાજડ જીવો માર્ગભષ્ટ છે. તેમને સત્પથનું દર્શન કરાવતાં શ્રીમદ્ લખે છે કે –
અત્રે જે જીવો ક્રિયાજડ છે તેને એવો ઉપદેશ કર્યો કે કાયા જ માત્ર રોકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી, વૈરાગ્યાદિ ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, માટે તમે તે ક્રિયાને અવગાહો, અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી; કેમકે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતાં નથી. માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણોમાં વર્તા; અને કાયક્લેશરૂપ પણ કષાયાદિનું જેમાં તથારૂપ કંઈ ક્ષીણપણું થતું નથી તેમાં તમે મોક્ષમાર્ગનો દુરાગ્રહ રાખો નહીં, એમ ક્રિયાજડને કહ્યું; અને જે શુષ્કજ્ઞાનીઓ ત્યાગવૈરાગ્યાદિ રહિત છે, માત્ર વાચાજ્ઞાની છે તેને એમ કહ્યું કે વૈરાગ્યાદિ સાધન છે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે, કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તમે વૈરાગ્યાદિ પણ પામ્યા નથી, તો આત્મજ્ઞાન ક્યાંથી પામ્યા હો તે કંઈક આત્મામાં વિચારો. સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂચ્છનું અભત્વ, ભોગમાં અનાસક્તિ, તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી; અને આત્મજ્ઞાન પામ્ય તો તે ગુણો અત્યંત દઢ થાય છે, કેમકે આત્મજ્ઞાનરૂપ મૂળ તેને પ્રાપ્ત થયું. તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org