________________
ગાથા-૬
૧૮૩
છે. જે જીવોને આરંભાદિ કરવાની, વિષય સેવવાની અથવા ક્રોધાદિ કરવાની ઇચ્છા સર્વથા દૂર થતી ન હોય, તેમને પૂજા-પ્રભાવનાદિ કરવાનો, ઐત્યાલયાદિ બનાવવાનો, ધર્માત્મા પુરુષોને સહાય આદિ કરવાનો ઉપદેશ આપવામાં આવે છે, કારણ કે તેમાં પરંપરાએ કષાયોનું પોષણ થતું નથી, જ્યારે પાપકાર્યોમાં તો પરંપરાએ કષાયોનું પોષણ થાય છે. તેથી જ્ઞાનીઓ પાપકાર્યોથી છોડાવી વૈરાગ્યાદિ ક્રિયાઓમાં જોડાવાનો ઉપદેશ આપે છે. મિથ્યાત્વી જીવ વૈરાગ્યાદિ ક્રિયા જ્યારે સ્વરૂપલક્ષે કરે છે ત્યારે તેનામાં અશુભ ભાવનું બળ ઘટે છે અને શુભ ભાવનું બળ વધે છે. કષાયની મંદતા વખતે મન શાંત હોવાથી તત્ત્વનું મંથન કરવા તે સમર્થ બને છે, પરિણામે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. માટે સમ્યકત્વ પહેલાં પણ શુભ ક્રિયાત્મક વ્યવહાર મોક્ષનું પરંપરયા કારણ છે. મંદમિથ્યાત્વી, અર્થાત્ સમ્યત્વસમ્મુખ જીવનો શુભ ધર્મક્રિયા વખતે વર્તતો સાતિશય શુભપયોગ શુદ્ધતાને સાધે છે, તેથી તે પરંપરયા મોક્ષનું કારણ છે.
શુભોપયોગ ત્રણ પ્રકારે છે - ક્રિયારૂપ, ભક્તિરૂપ અને ગુણગુણીભેદવિચારરૂપ. વળી, તે દરેક પ્રકાર સાતિશયરૂપ અને નિરતિશયરૂપ એમ બે પ્રકારના હોય છે. સાતિશયરૂપ શુભ ઉપયોગવાળો જીવ ચોક્કસ શુદ્ધતાને સાધે છે, જ્યારે નિરતિશય શુભોપયોગી જીવ સાતિશય શુભ ઉપયોગવાળો થયા વગર શુદ્ધતાને સાધી શકતો નથી. વૈરાગ્યાદિ શુભ ક્રિયામાં વર્તે, દેવ-ગુરુ-શાસ્ત્ર સંબંધી ઉત્તમ કાર્યોમાં ભક્તિથી ભાગ લે અને શાસ્ત્રના અભ્યાસથી તત્ત્વનો વિચાર કરે; પણ જો તે ત્રણ પ્રકારના શુભ વિકલ્પના રસમાં જ રોકાઈ રહે, વિકલ્પથી જુદું ચૈતન્યસ્વરૂપ લક્ષગત ન કરે તો એવા શુભોપયોગમાં કોઈ સાતિશયતા નથી; એવા નિરતિશય શુભ ભાવો અજ્ઞાની જીવ પૂર્વે અનેક વાર કરી ચૂક્યો છે, પણ તેનાથી તેનું હિત સધાયું નથી. સાતિશયતા વગરના આ શુભોપયોગમાં ઉપયોગ બળવાન નથી, ઉપયોગ રાગમાં દબાઈ રહ્યો છે, તેમાં એકાકાર વતી રહ્યો છે, તેથી તે પોતાનું કાર્ય કરી શકતો નથી, પરંતુ તે શુભ ભાવના કારણે જીવને શુભ નિમિત્તો મળે છે, જેથી ભવિષ્યમાં કદાચિત્ આગળ વધીને તે સ્વકાર્ય સાધવા તૈયાર થાય તો તે વખતે તેના ઉપયોગમાં સાતિશયપણું આવી જાય.
જે ઉપયોગમાં સાતિશયપણું આવે તે જરૂર પોતાના સ્વભાવને સાધે જ છે. વૈરાગ્યાદિ ક્રિયા, ભક્તિ, તત્ત્વવિચાર વખતે જો ઉપયોગસ્વરૂપ આત્મા લક્ષગત વર્તતો હોય, એટલે કે ઉપયોગ જ્યારે રાગ કરતાં વધુ બળવાન હોય, ત્યારે તે શુભોપયોગને સાતિશય કહેવાય છે. રાગ કરતાં તેનામાં અતિશયતા છે, તેથી ઉપયોગની અપેક્ષાએ તે શુભોપયોગમાં સાતિશયપણું આવે છે. ઉચ્ચ જિજ્ઞાસુને સમ્યક્ત્વની પૂર્વે અને સમ્યકત્વ પછીના શુભ ઉપયોગમાં આવી અતિશયતા હોય છે. અહીં એ ધ્યાન રાખવું ઘટે કે શુભ ઉપયોગમાં સાધકપણું ઉપયોગમાં છે, શુભમાં નહીં. શુભ રાગ અને ઉપયોગ બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org