________________
ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર
૪૩ આ શાસ્ત્રના પ્રથમ વિસ્તૃત વિવેચનનું નિમિત્ત બની. રાજકોટમાં તેઓ ‘આનંદકુંજ'માં ઊતર્યા હતા અને ત્યાં તા. ૧૯-૯-૧૯૩૯ (ભાદરવા સુદ ૭, વિ.સં. ૧૯૯૫) થી તા. ૨૯-૧૧-૩૯ (કારતક વદ ૩, વિ.સં. ૧૯૯૬) સુધી રોજ સવારે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ગાથાઓની છણાવટ દ્વારા મુમુક્ષુઓના હૃદયમાં તેમણે અધ્યાત્મ રસનો સાગર હિલોળા લેતો કર્યો હતો. ૭૨ દિવસ પર્યત ચાલેલી આ પ્રવચનમાળાને એક બ્રહ્મચારી અંતેવાસી ભાઈએ યથાશક્તિ શબ્દદેહ આપ્યો હતો, જે વિ.સં. ૧૯૯૯માં આશરે ૪૦૦ જેટલાં પાનાંના પુસ્તકાકારે પ્રસિદ્ધિ પામ્યો. ત્યારપછી તેની બીજી આઠ આવૃત્તિ છપાઈ છે. તેની નવમી આવૃત્તિ વિ.સં. ૨૦૪૭માં પ્રકાશિત થઈ હતી.
શ્રી કાનજીસ્વામી શ્રીમનાં જીવન તથા સાહિત્યથી અત્યંત પ્રભાવિત હતા. સમગ્ર જીવનકાળ દરમ્યાન તેમના પ્રવચનોમાં શ્રીમનાં કાવ્યોનો, પત્રોનો કે જીવનપ્રસંગોનો ઉલ્લેખ તેઓ વારંવાર પ્રેમાદરપૂર્વક કરતા રહ્યા હતા. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું તેમને ઘણું મહત્ત્વ હતું. તેઓ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો મહિમા દર્શાવતાં કહે છે –
‘હું ચોક્કસ કહું છું કે ગુજરાત-કાઠિયાવાડમાં (સૌરાષ્ટ્રમાં) વર્તમાનકાળમાં મુમુક્ષુ જીવોના પરમ ઉપકારી હોય તો તે શ્રીમદ્ રાજચંદ્ર છે. ગુજરાતી ભાષામાં આત્મસિદ્ધિ લખીને જૈનશાસનની શોભા વધારી છે. આ કાળમાં તેમના જેવા મહત્વ પુરુષ મેં જોયા નથી, તેમના એકેક વચનમાં ઊંડું રહસ્ય છે. તે સત્સમાગમ વિના સમજાય તેમ નથી. .... તેમની ભાષામાં અપૂર્વ ભાવ ભર્યા છે, .... ઊંડા ઊંડા ન્યાય, ગંભીર અર્થ તેમના લખાણમાં છે. .... કોઈ જ્ઞાનબળના અપૂર્વયોગે એ લખાયા છે.”
શ્રીમદે એવી અપૂર્વ ઘટના કરી છે કે તેમાં કોઈ અંગ બાકી ન રહે એવી રીતે સંક્ષેપમાં સાચું તત્વ જાહેર કર્યું છે. ..... આત્મતત્વની આવી સ્પષ્ટ વાત ગુજરાતી ભાષામાં કરી, અધ્યાત્મશાસ્ત્ર બનાવ્યું, તેથી ઘણો ઉપકાર ભવ્ય જીવોને થયો છે. હજારો જીવો તે કૃપા-પ્રસાદથી આત્મશાંતિની ભાવના સેવે છે.”
આત્મસિદ્ધિ ઉપર વિશેષ વિવેચન કેટલું થઈ શકે? વાણીયોગ વડે કેટલું કહી શકાય? તેમાં આત્માની જે સિદ્ધિ કરી છે તે ખરેખર એમ જ છે. તેને ઊંડું અવગાહવું.
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં ગર્ભિત રહેલ અનેક સતુશાસ્ત્રોના નિષ્કર્ષરૂપ અધ્યાત્મજ્ઞાનનો શ્રી કાનજીસ્વામીએ આ પ્રવચનોમાં મૌલિક રીતે વિકાસ અને વિસ્તાર કર્યો છે. આ શાસ્ત્રમાં પ્રણીત થયેલ વીતરાગવિજ્ઞાનનાં મૂળભૂત તત્ત્વોને તેમણે શાસ્ત્રીય પારિભાષિક શબ્દોનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરીને વિસ્તારપૂર્વક પણ સરળતાથી સમજાવ્યાં ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૩૯૨ ૨- એજન, પૃ.૨૪૩ ૩- એજન, પૃ.૨૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org