________________
૭૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
"Oho! oho! True Master; Oh mercy's boundless sea; Wretched one I be, Oh Lord - what grace thou hast done me!'
અનુવાદકશ્રીની ભાષા એટલી સરળ નથી, પરંતુ સુસંગત અને સચોટ શબ્દપ્રયોગથી અનુવાદ રોચક બની શક્યો છે. તેમના અનેક સંનિષ્ઠ પ્રયાસ છતાં કદાચ ભાષા, સંસ્કૃતિ આદિના ભેદના કારણે શાસ્ત્રકર્તાના ગૂઢ આશયને સમજવામાં તથા મૂળ શાસ્ત્રના શબ્દની તેમજ ભાવની ચમત્કૃતિને અંગ્રેજી ભાષામાં ઢાળવામાં અનેક સ્થળે તેઓશ્રીનાં સાધનો ઓછાં પડ્યાં છે.
ફાધર ફ્રાન્સિસકૃત “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો અંગ્રેજી પદ્યાનુવાદ સમૃદ્ધ ભાષા, સચોટ શબ્દપ્રયોગ, પ્રાયઃ સુંદર શબ્દાનુવાદ તથા રસપ્રદ શૈલીના કારણે માણવા યોગ્ય બન્યો છે. વળી, ઈસાઈ ધર્મની અગ્રગણ્ય વ્યક્તિએ સંપન્ન કર્યો હોવાથી આ અનુવાદનું ખ્રિસ્તી ધર્માનુયાયી જનતામાં તથા ભારતની બહાર સહેજે વધુ વજન પડે એ દૃષ્ટિએ આ અનુવાદનું મહત્ત્વ વધી જાય છે. (૩) 'Atma-siddhi' - શ્રી ડાહ્યાભાઈ સી. મહેતા
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો અંગ્રેજી અનુવાદ શ્રી ભારતીય વિદ્યા ભવન, મુંબઈ દ્વારા પણ પ્રકાશિત થયો છે. સુવિખ્યાત ન્યાયાધીશ તથા તત્ત્વાભ્યાસી શ્રી ડાહ્યાભાઈ સી. મહેતાકૃત આ ગદ્યાનુવાદ વિ.સં. ૨૦૩૨ (ઈ.સ. ૧૯૭૬)માં 'Atma-siddhi (SelfRealization)ના નામે પ્રસિદ્ધ થયો હતો.
પુસ્તિકાના પ્રારંભમાં આપેલ ૧૪ પૃષ્ઠપ્રમાણ Introduction'માં શ્રી ડાહ્યાભાઈ મહેતાએ શ્રીમન્ના આધ્યાત્મિક સિદ્ધિસભર જીવનની યશોગાથા ગાઈ છે, ત્યારપછી “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રીની સાંપ્રત જીવનમાં ઉપયુક્તતા વર્ણવી, તેના વિષયનો ખ્યાલ આપી, અંતે લધુત્વભાવે પ્રસ્તુત ભાષાંતરમાં પોતાને નિમિત્તમાત્ર જણાવી, તે દ્વારા સ્વ-પરને આત્મશુદ્ધિ તથા આત્મસિદ્ધિનો લાભ થાય એવી ભાવના ભાવી છે. તે પછી આંગ્લ ભાષાંતર શરૂ થાય છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના પ્રસ્તુત અનુવાદને નિર્વિવાદપણે એક સરળ અને સફળ ગદ્યાનુવાદ લેખી શકાય એમ છે. શ્રી ડાહ્યાભાઈ મહેતાએ આધ્યાત્મિક પારિભાષિક શબ્દોને અંગ્રેજી ભાષામાં ખૂબીથી ઢાળ્યા છે. સંક્ષિપ્ત ગદ્યાર્થરૂપ આ ભાષાંતર એટલું બધું સુવ્યવસ્થિત બન્યું છે કે અપવાદરૂપ અમુક ગાથાઓને બાદ કરતાં મહદંશે સર્વ ગાથાઓનો ભાવ માત્ર ત્રણ-ચાર લીટીમાં પૂર્ણપણે સમાવેશ પામી શક્યો છે. આનું મુખ્ય કારણ છે સ્પષ્ટ અને સુનિશ્ચિત અર્થવાળા શબ્દોની યથોચિત ગોઠવણી. આ તારવણીને પુષ્ટ કરતી એક ગાથા જોઈએ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org